બ્રેક વિનાની સાયકલ - હવે તમને ગદ્દીગદ્દી થાય છે ?

  • 4.2k
  • 1
  • 1.4k

હવે તમને ગદ્દીગદ્દી થાય છે ?‘ગદ્દીગદ્દી’ શબ્દ વાંચ્યા પછી તમારા ચહેરાં પર મુસ્કાન આવે તો સમજવું.. કે તમને હજુ ‘ગદ્દીગદ્દી’ થાય છે. કેટલાકને ચાલીસી વટાવ્યા પછીનો આ એક પડાવ આવે છે. ગદ્દીગદ્દી ન થવાનો પડાવ... બઝારમાં ગદ્દીગદ્દી થવાની દવા આજ સુધી ઉપલબ્ધ નથી. અલબત્ત કેટલાક બાકાત રહે છે આમાંથી અને એને ગદ્દીગદ્દી થાય છે, બાકી જેને ગદ્દીગદ્દી નથી થતી એ તમામ બંદાઓને ‘જે સીયારામ...!’ કેવું કહેવાય ? ઈશ્વરે આપેલી તમને એક કમર હોય(કમરને.. કમરો બનાવવો કે ન બનાવવો એ તમારા હાથમાં છે... હાથ વડે તો બીજાનું ભોજન જાપટવાનું હોય છે), કેટલાક ભડભાદરને એનો મિત્ર ગલીપચી કરતો હોય, તો પણ એને ગદ્દીગદ્દી