બ્રેક વિનાની સાયકલ - Novels
by Narendra Joshi
in
Gujarati Comedy stories
મિસ જમ્બો..!ફિલ્મોમાં એક સમય હતો સળેકડા જેવી હિરોઈનનો.. જો જાડુપાડું શરીર હોય તો હિરોઈન બનવાના સ્વપ્નાઓને ડીલીટ મારવા જોઈએ. એ વખતના સ્મોલ સ્ક્રીન ધરાવતા ટેલીવિજનમાં સ્મોલ ફિગર ધરાવતી હિરોઈન જ સમાઈ શકે.. એટલે પણ ઝીરો ફિગરને સ્થાન અપાતું હશે.. ...Read Moreફિગર જ હીરોને પસંદ આવતું. બાકી હીરો ભલે દૂધી જેવો ફદડિયો હોય, લંબુજી હોય કે એક્સ..વાય..ઝેડ... બાકી હિરોઈન તો જોઈએ બેસ્ટમ બેસ્ટ. ઝીરો ફિગર કવિઓની કલમને પણ શાહી ટપકતું(લાળ..??) બનાવતું...! લેખકો પણ પાતળી હિરોઈન માટે તલપાપડ બનતા.. બે ત્રણ ઘા કાગળ લસરકાવી દેતા. એવું વર્ણન કરે કે પાછું વળીને જુએ પણ નહીં. પાતળી હિરોઈન અને પાતળી કમર... અરે ભાઈ ! આ
મિસ જમ્બો..!ફિલ્મોમાં એક સમય હતો સળેકડા જેવી હિરોઈનનો.. જો જાડુપાડું શરીર હોય તો હિરોઈન બનવાના સ્વપ્નાઓને ડીલીટ મારવા જોઈએ. એ વખતના સ્મોલ સ્ક્રીન ધરાવતા ટેલીવિજનમાં સ્મોલ ફિગર ધરાવતી હિરોઈન જ સમાઈ શકે.. એટલે પણ ઝીરો ફિગરને સ્થાન અપાતું હશે.. ...Read Moreફિગર જ હીરોને પસંદ આવતું. બાકી હીરો ભલે દૂધી જેવો ફદડિયો હોય, લંબુજી હોય કે એક્સ..વાય..ઝેડ... બાકી હિરોઈન તો જોઈએ બેસ્ટમ બેસ્ટ. ઝીરો ફિગર કવિઓની કલમને પણ શાહી ટપકતું(લાળ..??) બનાવતું...! લેખકો પણ પાતળી હિરોઈન માટે તલપાપડ બનતા.. બે ત્રણ ઘા કાગળ લસરકાવી દેતા. એવું વર્ણન કરે કે પાછું વળીને જુએ પણ નહીં. પાતળી હિરોઈન અને પાતળી કમર... અરે ભાઈ ! આ
આજ-કાલ અંબોડા ઓછા દેખાય છે...!અલ્પસંખ્યક કેશ ધારણ કરનાર પુરુષોને (સીધે સીધું જ કહોને.. ટાલીયા પુરુષોને) અભિનેત્રી રેખા જેવા કેશ ધારણ કરનારી નારી... બેશક પસંદ આવે છે. જે રીતે બોખલા લોકોને વારંવાર ખારીશીંગ ખાવાનું મન થયા કરે તેમ. પુરુષો માટે ...Read Moreહેરસ્ટાઈલના વિકલ્પ ખૂબ ઓછા છે. વિશ્વ-કપની ભાષામાં કહીએ તો મિડ-ઓર્ડર, ઓફ સાઈડ અને લેગ સાઈડ બાકીના બધાં પેટા પ્રકાર છે. બાકી સ્ત્રીઓ પાસે તો સ્વીસ બેન્કના નાણા કરતા પણ વધારે હેર-સ્ટાઈલ હોય છે. હોય ભાઈ હોય ! કોઈકના મહેલ જોઇને આપણા ઝૂંપડાને ફૂંકી ન મરાય..! અમારી બાજુમાં રહેતા ભોલું અંકલ વારંવાર કાકીને કહે...“કાંકરે કાંકરે પાળ બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય
વાટકી વ્યવહાર...!ક્યારે શરુ થયો? કોણે શરુ કર્યો? એની જાણ નથી. શા માટે શરુ થયો? એ સવાલ વિષે એક વાત ચોક્કસ કહી શકાય કે કોઈને પડોશમાં ‘અતિસુંદર પડોશી’ રહેવા આવ્યા હોય, અને કોઈ પુરુષની સાંભળતા એ અતિસુંદર તત્વ એવું બોલ્યું ...Read More“કે મને તો ઈડલી ખૂબ ભાવે..” બસ પછી તો ખલાસ..એના સામેના ઘરમાં પ.પૂ.ધ.ધુ. હરખપદુડા પતિદેવો એ દિવસથી ઘરમાં ઘરવાળી પાસે ઈડલીની જીદ, નાના કીક્લાંની જેમ લઈને બેસે. અડધાં ઘરડા લોકો જુવાનીયાની જેમ જીદે ચડે એટલે ખલાસ.. એટલે તેની ઘરવાળી ઈડલી બનાવે. અને પછી એ જાણે તાજે તાજો જ મુરતિયો હોય એમ હરખાઈને કહે: “આ આપણી બાજુમાં આપી આવું? નવા નવા
ચાલો, લોન લેવા...!રોજ સવારે, બપોરે અને સાંજે મધુર અવાજે એક ફોન બેન્કમાંથી આવે... “સર આપને લોન જોઈએ છે??? આપની ક્રેડીટ પ્રમાણે અમારી બેંક આપને લોન આપવા તૈયાર છે. આ માટે તમે રૂબરૂ મુલાકાત લો..”એટલે અમારા ગામડાંના રોનકી ભોલુકાકા કહે: ...Read Moreમને તમે લોન આપવા કેમ તલ-પાપડ બન્યા છો? આ આખા ગામમાં મને કોઈ બીડીનું ઠુંઠુંય પાતા નથી. કે માવાનું અડધિયું પણ આપતા નથી. મને લાગે છે કે તમે મારા ઓલા ભવના હગા હશો... નહીંતર આટલી ઉધારી કોણ કરે હે???”સામે છેડે શહેરની છોકરી વાત કરતી હોય. એને આવા તળપદી ભાષાના વાક્યો કયાંથી સમજાય??? એટલે એ કહેશે કે: “સર.. અમારી બેંક કોઈ મોટો
બબલી રાખડી બાંધી ગઈ..!અમારી કૉલેજ.. તેની આન, બાન અને શાન એટલે બબલી. બબલીની મરચાં જેવી બોલકી, લીંબુ જેવી ખાટી-ખાટી, ચણા જેવી સ્વાદિષ્ટ, તેલની ધાર જેવી લીસ્સી, ચટણી જેવી મજેદાર.. ટૂંકમાં, કહું તો આવા વરસાદી માહોલમાં બબલી ભજીયાં થાય એવી ...Read Moreઅમારી કૉલેજમાં કોઇપણ સ્પર્ધા હોય, બબલી બધાંથી પહેલી.. રમત હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ... સાઈકલની રેસ હોય કે વાર્તા લખવાની સ્પર્ધા... બબલી ઓલ-રાઉન્ડર.. અરે બાજવાની સ્પર્ધાનું કોઈ આયોજન કરતુ નથી. નહીંતર બબલી બાજવાની બાજી સંભાળી લે. કોઈની મજાલ છે કે બબલીને બાજવામાં કોઈ હરાવે. બબલીનું તીખાપણું અમને બધાને ગમે.. પણ કોઈ કહી ન શકે કે બબલી તું મને ખૂબ ગમે છે. આમ બબલી
ઘરવાળીને કંઈ કહેવાય ?ભેરુડાંઓ ભેળાં મળીને ગરબે ઘૂમતા હતા. જુવાની હિલોળે ચડીને ગરબે રમતી હતી. ત્યારે જીગલાના પડોસમાં રહેતાં ગોલુકાકા નિવૃત્તિ પછી જ્યોતિષ જોવાનું પુસ્તકમાંથી શીખતા હતા. અધૂરો ઘડો છલકાય એ ન્યાયે ગોલુકાકા વાંચેલી વાતો પ્રમાણે જે મળે તેને ...Read Moreજ્ઞાન આપતા રહે. આજે રાત્રે ગરબે ઘૂમતા ગોલુકાકાને જીગલો હાથ લાગ્યો.. જીગલા સામે તાકી તાકીને જોયા પછી બોલ્યાં: “મને જીગલા તારી ભ્રુકુટી નિહાળ્યા પછી તારા ૩૦૦ વર્ષ પહેલાનું અનુસંધાન થાય છે. ત્રણસો વર્ષ પહેલાં તું શું કરતો હતો એની ભનક મને વર્તાવવા લાગી છે. ત્યાં જ ઉભો રહેજે. આ બધી વાત આજે અને અત્યારે જ છતી કરું છું.”જીગલો કહે: “મારા
ઉધાર માંગી શરમાવશો નહી...!લગભગ દરેક દુકાને આવું એક બોર્ડ બકરીના નકલી કાન જેમ લટકતું હોય છે. દુકાનમાં જો મફતિયો ઘરાગ આવે તો દુકાનદાર આવા બોર્ડ સામે વારંવાર જોયા કરશે. નોકરને એ બોર્ડને ગાભો મારીને સાફ કરવાનું કહેશે. દુકાનદાર આવા ...Read Moreઘરાકને સંકેતમાં સમજાવવા મથતો હોય છે. તો પણ પેલો ઘરાક વસ્તુઓ લઈને સામે ચાલીને કહશે... “શેઠ, આપણા ખાતામાં લખી નાખજો...!” રુઆબથી ઉધાર પણ માગી શકાય છે. દુકાનદાર પણ આની રાહમાં હોય છે, કે ક્યારે કુકરી મેદાનમાં આવે? દુકાનદાર ઉછળી ઉછળીને કહેશે કે: “જુઓ મોટા... આપડે ઉધાર આપવાનું બંધ કર્યું છે, એ માટે આ બોર્ડ પણ માર્યું છે. હવે કોઈનું ખાતું અમે લખતા
હવે તમને ગદ્દીગદ્દી થાય છે ?‘ગદ્દીગદ્દી’ શબ્દ વાંચ્યા પછી તમારા ચહેરાં પર મુસ્કાન આવે તો સમજવું.. કે તમને હજુ ‘ગદ્દીગદ્દી’ થાય છે. કેટલાકને ચાલીસી વટાવ્યા પછીનો આ એક પડાવ આવે છે. ગદ્દીગદ્દી ન થવાનો પડાવ... બઝારમાં ગદ્દીગદ્દી થવાની દવા ...Read Moreસુધી ઉપલબ્ધ નથી. અલબત્ત કેટલાક બાકાત રહે છે આમાંથી અને એને ગદ્દીગદ્દી થાય છે, બાકી જેને ગદ્દીગદ્દી નથી થતી એ તમામ બંદાઓને ‘જે સીયારામ...!’ કેવું કહેવાય ? ઈશ્વરે આપેલી તમને એક કમર હોય(કમરને.. કમરો બનાવવો કે ન બનાવવો એ તમારા હાથમાં છે... હાથ વડે તો બીજાનું ભોજન જાપટવાનું હોય છે), કેટલાક ભડભાદરને એનો મિત્ર ગલીપચી કરતો હોય, તો પણ એને ગદ્દીગદ્દી
હૈયાને રંગોમાં ઝબોળી..!“લગાવી ન દેશો વગર પૂછ્યે કોઈને રંગ અજાણ્યો...તમને ખબર નથી કે આજકાલ પસંદગીનો છે જમાનો..”હીંચકે કરશન અને કંકુ બેઠાં છે. જોકે હીંચકા પર ઉભા રહેવાનું મોટું જોખમ. એટલે બંને બેઠા છે. બંને વાતો કરે છે. ફાગણ મહિનાનો ...Read Moreઘેલો બનીને આ બંને જણાની વાતો સાંભળે છે. અને આ પવન ગાંડોતૂર બનીને કેસૂડાંને કહે છે. વાતની શરૂઆત પતિએ કરી. પૂંછડીયાઓને બેટિંગ અને બોલીંગમાં વારો છેલ્લો જ હોય. કિન્તુ, પરંતુ આજે સ્વામીનાથનો વારો પહેલો હતો. “હું શું કહું છુ..” સ્વામીનાથના નાથ(ઘરવાળી જ સ્તો) હીંચકાને વેગ આપતા બોલ્યાં: “તે આમ વાતમાં મોણ નાખ્યા વગર કહોને શું કહો છો..! તમારે ઓલા સિધ્ધુની જેમ
એક લડકી ભીગી ભાગી સી...!વર્ષા ઋતુ. રિમઝિમ બારીશ. પલળવાની ઋતુ. ભીની લટોને ઝાટકવાની ઋતુ. (પરણેલાં દંપતી માટે પત્ની દ્વારા પતિને ઝાટકવાની ઋતુ) ગરમ ચાની પ્યાલીની વરાળ માણવાની ઋતુ. મરીઝના કાફિયાની એ છોરીને પલળવાની ઋતુ. એક બીજામાં ભીંજાવાની ઋતુ. સૌને ...Read Moreભીની-ભીની મોસમમાં ગરમ ભજીયા ભાવે. એવી રીતે કોલેજીયન યુવાનોની આંખોને ગરમ દ્રશ્યો પણ પસંદ આવે.જેમ કે... કૉલેજમાં જતી કોઈ યુવતી વરસાદમાં પલળતી હોય. એ છોકરી પછી વૃક્ષ નીચે ઉભી રહીને કોરી થવા મથતી હોય. વરસાદનું કોઈ તોફાની બિંદુ (બક્ષીબાબુની માફક) છોકરીને ગલીપચી કરતુ હોય. ભીનાં ભીનાં વાળને ઉત્તરથી-દક્ષિણ અથવા પૂર્વથી-પશ્રિમ ફંગોળતી હોય. ફિલ્મના હીરો સમાન એ છોકરા પાસે મોટી ગાડી
અનાડીનો મુકામ ધોરણ નવ-બ.શ્રીમતી આર.સી.એ.શાહ બોયઝ હાઈસ્કૂલના ધોરણ નવ-બ. સીધાસાદા સાહેબ ભણતાં હોય તો પણ જે ગૃપમાંથી વાંકી-ચૂકી કોમેન્ટ આવતી હોય. આમ તો અમારી હાઈસ્કૂલમાં બોયઝ જ આવતા, પરંતુ જે ગૃપની વાતોમાંથી ગર્લ્સની સુંદરતા હાઉકલી કાર્ય કરતી હોય... જે ...Read Moreફ્રી તાસ સમયે સૌથી વધારે બટા-જટી બોલતી હોય. એ ગૃપ એટલે જીજ્ઞેશ વ્યાસનું અને તેનાં દોસ્તારોનું ગૃપ. મને થતું કે અમારી બોયઝ હાઈસ્કૂલ આવા ‘અનાડી બોયઝ’ના લીધે બોયઝ હાઈસ્કૂલ છે.આ અનાડી દોસ્તે ગયા વર્ષે મારા હાથમાં તેની સહી સાથે પુસ્તક ભેટ ધર્યું. જેનું નામ હતું ‘અંતરધ્વનિ’. અંતરધ્વનિ એ લઘુવાર્તા સંગ્રહ છે. લટૂર પ્રકાશન છે. આવી વાર્તાઓને વિધ-વિધ સ્વરૂપે ઓળખે છે.
આંખોમાં રંગોની મહેફીલ પ્રાર્થના સભામાં એક જાહેરાત થઇ. જાહેરાત સાંભળીને વિદ્યાર્થીઓની કાનની બુટ્ટીને સ્પર્શીને ચોપાસ ઘૂમતી સઘળી હવાઁઓ રંગભરી પિચકારી બની ગઈ. “કાલે આપણે મોટા શહેરમાં જાદુગરના જાદુના ખેલ જોવા જાવાનું છે. તમારે ઘરેથી જાદુના પંદર રૂપિયા અને ભાડાનાં ...Read Moreરૂપિયા એમ કુલ વીસ રૂપિયા લાવવના છે..”જાહેરાતનું શૂરાતન એવું તે ચડ્યું કે બધ્ધાં બાળકોની આંગળી ઊંચી... ખૂબ ઊંચી થઇ ગઈ... “એ....એ.... જાદુ.... જાદુગર... એ... હું જવાનો...!!!”સાતમાં ધોરણમાં તમામ વિદ્યાર્થીઓ સાહેબને રૂપિયા જમા કરાવતાં હતાં. બાળકોએ વીસ રૂપિયાવાળી નોટને એવી તે કચકચાવીને મુઠ્ઠીમાં બંધ કરેલી; કે સાહેબ પાસે પોતાનું નામ લખાવે ત્યારે જ ખૂલે. ખરેખર તો રૂપિયા જમા કરાવતાં બાળકોની મુઠ્ઠીમાં જાદુ હતું ! જાદુ હતું...