નિયતિ - ૩૫

(112)
  • 2.9k
  • 1
  • 1.5k

ટાટા મેમોરિયલ હોસ્પિટલના દરવાજે ઉભેલા પાર્થ અને મુરલી એકબીજાને જોઈ રહ્યા હતા. બંનેની નજરમાં એક જ સવાલ હતો, તે ક્રિષ્નાનું જરીકે ધ્યાન ના રાખ્યું ? ટાટા મેમોરિયલ મુંબઈની જાણિતી કેન્સરની સારવાર માટેની હોસ્પિટલ છે. અહી ક્રિષ્નાનું ઑપરેશન ચાલે છે મતલબ ? મતલબ સાફ હતો અને એ બંને સમજી પણ ગયા હતા.“ કેમ ઊભો રહી ગયો ? ચાલ અંદર જઈએ. ” ભરતભાઈએ પાર્થ સામે એક નજર નાખતા કહ્યું.“ પાર્થ. ક્રિષ્નાનો દોસ્ત. ” મુરલીએ પાર્થની ઓળખ આપી, “ તને ખબર હતી ક્રિષ્ના અહીં ?” મુરલીએ પાર્થને પૂછ્યું.“ ના. એ લોકોનો ફોન સ્વિચ ઑફ આવતો હતો એટલે મેં પપ્પાને પૂછેલું. મને હિંમત અંકલનો