સ્વસ્તિક (પ્રકરણ 12)

(185)
  • 4k
  • 7
  • 1.8k

તેણે મારું કાંડું પકડી લીધું. એ સેફ મુવ લઇ મારી પીઠ પાછળ પહોચી ગયો. મારો હાથ મરડાયો, મને ખભાના ભાગે કાળી બળતરા થવા લાગી. કદાચ એ મારા હાથને તોડી નાખવા માંગતો હતો એમ મને લાગ્યું પણ ફરી મારો અંદાજ ખોટો પડ્યો. મેં એના બુટ સાથેના પગની કિક મારા ઘૂંટણના પાછળના ભાગે અથડાતા અનુભવી. હું લથડ્યો એ જ સમયે એણે મારો હાથ છોડી દીધો અને હું જમીન ઉપર પટકાયો. હું જમીન પર પછડાયો એની બીજી જ પળે હું રોલ થઇ એની પહોચ બહાર નીકળી ગયો કેમકે હું એને ફરી કિક કરવાનો મોકો આપવા માંગતો ન હતો. હું મારા પગ પર ઉભો