સ્વસ્તિક (પ્રકરણ 18)

(163)
  • 3.5k
  • 5
  • 1.7k

બિંદુ સત્યજીત અને સુરદુલને લઈને પાછળને બારણેથી અંધકારમાં વિલીન થઇ ગઈ. એ ગુપ્ત માર્ગ હતો. એક અંધારિયો કોરીડોર, બસ ક્યાય ક્યાંક માટીના દીવા સળગતા હતા. પણ એ રોશની બહુ ઝાંખી હતી. ત્યાના વાતાવરણને અનુકુળ ઉજાસ હતો. ગલીમાં અત્તર સાથે દીવામાં બળતા તેલની વાસ ભળેલી હતી. એક રૂપક હતું. જેમ એ સ્વર્ગ જેવી ઝાકમઝોળવાળી જગ્યાએ નરકની પાશવીયતા ભળેલી હતી એમ જ મોગરાના અત્તરની સુવાશમાં તેલના બળવાની વાસ ભળેલી હતી. દીવાઓ પર ધુમાડો સર્પાકાર ઘૂમરી લઇ થોડેક સુધી ઉપર જઈ અદ્રશ્ય થઇ જતો હતો. એ અંધારી ગલીના બંને તરફ હારબંધ ઓરડીઓ હતી જે ઝાંખા અજવાળામાં પણ ફૂલોથી સજાવેલી લાગતી હતી. દરેક ઓરડી