સ્વસ્તિક (પ્રકરણ 21)

(166)
  • 3.5k
  • 6
  • 1.7k

મે બેહોશ અવસ્થામાં અનેક ઘટનાઓ જોઈ પણ એ બધી મારા સાથે કઈ રીતે સંકળાયેલી હશે એ મને અંદાજ ન આવ્યો. સત્યજીત એ જ વિવેક હતો એનો અંદાજ મને એને બુકાનીમાં જોયો ત્યારે આવ્યો ન હતો પણ જયારે એણે કર્ણિકાના કોઠા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો અને રાજમાતાએ માત્ર ઓબેરીને મારવાનો જ હુકમ આપ્યો હતો એ છતાં આખા કોઠાનો નકશો બદલી નાખ્યો એ પરથી આવ્યો. અલબત્ત સત્યજીત આજના વિવેક જેવો જ આબેહુબ હતો. બસ તેના વાળ લાંબા હતા, મૂછો મોટી હતી, કપડા એ જમાનાના હતા, હાથમાં શિવનું છુંદણું હતું અને એ જમાનામાં જંગલો પર્વતોમાં રખડવાનું હતું એટલે થોડોક વિવેક કરતા ઓછો ઉજળો