સ્વસ્તિક (પ્રકરણ 27)

(172)
  • 3.2k
  • 6
  • 1.6k

જયારે બિંદુ મંદિરની પરસાળમાં દાખલ થઇ એના પ્રત્યે આચાર્યની આંખોમાં કરુણા હતી. ગુનેગારોમાં પણ એકબીજા પ્રત્યે લાગણીના અલગ જ બંધનો હોય છે. બિંદુ આવ્યા પછી સમય બગાડવાનો કોઈ અર્થ ન હતો. બધા જોગસિંહ અને સર મેક્લની બંધ બગીઓમાં ગોઠવાયા. બગીઓ પર લાલટેન હતી પણ એ સળગાવવામાં ન આવી, કેમકે કામ જ કઈક આવું હતું. જોગસિંહે ઘોડાઓને વીપ ફટકારી એની બગીમાં એની સાથે ડેવિડ મેસી, રાજોસિહ અને મેકલ ગોઠવાયા હતા. મેક્લની પોર્ચ હતી એમાં બિંદુ, આચાર્ય, હુકમ અને જોન કેનિંગ ગોઠવાયા હતા. હુકમ ડ્રાયવરના પાટિયા પર હતો એણે જોગસિંહની સાથે ઘોડાઓને વીપ ફટકારી અને બગીઓ દક્ષીણની ટેકરી તરફ દોડવા લાગી. બગીઓ