સ્વસ્તિક (પ્રકરણ 29)

(151)
  • 3.8k
  • 1
  • 1.7k

રાજમાતાના વિશ્વાસુ જગદીપ અને અરજીતની આગેવાની હેઠળ ત્રીસેક જેટલા સિપાહીઓ રાજમહેલથી આયુધ લઇ ભેડાઘાટ પરના નાગમંદિરે પહોચ્યા ત્યારે મીરાંમાંની પૂજાની તૈયારીઓ ચાલી રહી હતી. મીરામાંને દેવી માનનારા અનેક લોકો ત્યાં એકઠા થયેલા હતા. “લોકો આયુધ પુજાના દિવસે રાજ મહેલમાં સ્વાદિષ્ઠ ભોજન અને સુંદર વાતાવરણ છોડી અહી આવતા હશે..” અરજીતની પાછળ ચાલતા એક સિપાહીએ કહ્યું, “મને એમની મૂર્ખાઈ પર હસવું આવે છે.” “ચુપ કર મુર્ખ..” અરજીતે પાછળ ફર્યા વિના જ કહ્યું, “એનું ધતિંગ આપણા માટે ફાયદાકારક છે. એ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચી રાખે છે.” સિપાહી કઈ બોલ્યા વિના ખામોશ થઇ ગયો. એ રાજના વફાદાર સિપાહીઓમાનો એક હતો માટે જ મહેલ