સ્વસ્તિક (પ્રકરણ 35)

(165)
  • 4.2k
  • 3
  • 1.7k

નયના કથાનક સત્યજીત કેદી બની ઉભો હતો. કેદી તરીકે એના હાથ બાંધેલા હતા. એ હાથ બાંધેલી અવસ્થામાં એમ જ ઉભો હતો. એ ધારે તો એક પળમાં દોરડાના ટુકડા કરી શકે તેમ હતો. એનામાં એ તાકાત હતી એનો અંદાજ એના ચહેરાની તેજસ્વીતા અને એના મજબુત બાંધા પરથી દેખાઈ આવતો હતો. છ ફૂટ જેટલો ઉંચો અને લોખંડી સ્ન્યુઓથી બનેલા પડછંદ શરીરવાળો સત્યજીત લગભગ વીસ એકવીસ વર્ષની ઉમરનો હશે. તેના લાંબા સિલ્કી વાળ રોજની જેમ બનમાં બાંધેલા હતા અને બાકી રહી જતા છુટા વાળ એના ખભા પાસે ફરફરી રહ્યા હતા. એના ચહેરા પર કોઈ ઓજસ્વી તેજસ્વીતા હતી. તેના અલૌકિક તેજ છતાં એના