સ્વસ્તિક (પ્રકરણ 44)

(152)
  • 4.1k
  • 6
  • 1.6k

વિવેક કથાનક હું વિલ ઓફ વિશનો ઉપયોગ કર્યા પછી બેભાન થઇ ગયો હતો. હું એ બાબત જાણતો હતો માટે જ આયુષને મારી સાથે લઈને ગયો હતો. પણ મને અંદાજ ન હતો કે વેદ પણ મારી એમાં મદદ કરશે. મારા બેભાન થયા પછી વેદ મને બહાર આયુષની ટેક્સીમાં ગોઠવી ગયો હતો અને આયુષ અમે નક્કી કર્યા મુજબની સલામત જગ્યાએ મને છોડી ગયો હતો. હું ત્રણ દિવસ પછી હોશમાં આવ્યો હતો પણ ત્યારે આયુષ ત્યાં ન હતો. એ મને એના એક વિશ્વાસુ મિત્ર જે ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર હતો એના હવાલે મુકીને ગયો હતો. મેં હોશમાં આવતા જ તેને ફોન લગાવ્યો. “આયુષ...”