સાપ સીડી - 8

(35)
  • 3.6k
  • 1
  • 1.6k

પ્રકરણ ૮જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી બુમ સાંભળી શારદાબહેન રસોડામાંથી બહાર આવ્યા. તો સામે સરપંચનો દીકરો કાનો ઉભો હતો. “બા ઝટ હાલો.. ગૌરીબા ન્યાં બાપુ બોલાવે છે.” હજુ શારદાબહેન કાંઈ સમજે એ પહેલા તો કાનો ભાગી ગયો. પણ એના અવાજ પરથી શારદાબહેન સમજી ગયા કે કૈંક ન બનવાનું બની ગયું છે. “હે મા અન્નપુર્ણા, સૌનું ભલું કરજો.” પોતાનો રોજનો મંત્ર બોલતા શારદાબહેને ઝડપથી લોટવાળા હાથ ધોયા પણ મનમાં ઉચાટ વ્યાપી ગયો હતો. “પણ શારદાબહેન તમે તો કહ્યું હતું કે મારો સંજીવ નસીબદાર છે દૈવી આત્મા છે.” રતનપરના અન્નપુર્ણા મંદિરના પૂજારી રતિલાલ ગોરના પત્ની શારદાબહેનના કાનમાં હજુ આ શબ્દો ગૂંજતા હતા. હજુ