Sap Sidi book and story is written by Kamlesh K Joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sap Sidi is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સાપ સીડી - Novels
by Kamlesh K Joshi
in
Gujarati Fiction Stories
પ્રકરણ ૧નગર મેં જોગી આયા....! ટ્રેઈન થંભી... આસ્તે આસ્તે એ સાધુ બારણા સુધી પહોચ્યો. એની આંખો સ્થિર હતી. ભગવા વસ્ત્રો એણે પહેર્યા હતા. ઉંમર હજુ ચાલીસ ની આસપાસ લાગતી હતી. ચહેરા પર કાળી દાઢી હતી માથે લાંબા વાળ હતા જેને તેણે ગાંઠ વાળી બાંધી રાખ્યા હતા. કપાળ પર લાલ તિલક હતું. એની સહેજ માંજરી આંખનું તેજ અસામાન્ય હતું. એણે ઉતરતા પહેલા સ્ટેશન પર નજર ફેરવી. ટ્રેનમાંથી મુસાફરો ઉતરતા હતા, ચઢતા હતા.. બે ચાર હમાલ લારી લઈ જઈ રહ્યા હતા. દૂર ગેટ પર ટિકિટ ચેકર મુસાફરોની ટિકિટો ચેક કરતો હતો..માઈક પર આવતી-જતી ગાડી વિષેની મહિલા સ્વરમાં રેકર્ડ વાગતી હતી... પ્લેટફોર્મ
પ્રકરણ ૧નગર મેં જોગી આયા....! ટ્રેઈન થંભી... આસ્તે આસ્તે એ સાધુ બારણા સુધી પહોચ્યો. એની આંખો સ્થિર હતી. ભગવા વસ્ત્રો એણે પહેર્યા હતા. ઉંમર હજુ ચાલીસ ની આસપાસ લાગતી હતી. ચહેરા પર કાળી દાઢી હતી માથે લાંબા વાળ હતા ...Read Moreતેણે ગાંઠ વાળી બાંધી રાખ્યા હતા. કપાળ પર લાલ તિલક હતું. એની સહેજ માંજરી આંખનું તેજ અસામાન્ય હતું. એણે ઉતરતા પહેલા સ્ટેશન પર નજર ફેરવી. ટ્રેનમાંથી મુસાફરો ઉતરતા હતા, ચઢતા હતા.. બે ચાર હમાલ લારી લઈ જઈ રહ્યા હતા. દૂર ગેટ પર ટિકિટ ચેકર મુસાફરોની ટિકિટો ચેક કરતો હતો..માઈક પર આવતી-જતી ગાડી વિષેની મહિલા સ્વરમાં રેકર્ડ વાગતી હતી... પ્લેટફોર્મ
પ્રકરણ ૨ઝેર તો પીધા છે જાણી જાણી સાધુને આમ તો ભૂખ અને તરસ પર નિયંત્રણ હતું, છતાં મધ્યાહનના સમયે પરમેશ્વરે પોતાના માટે અન્ન જળની વ્યવસ્થા કરી જ હશે તેવી શ્રદ્ધાને ફળતી જોઈ તેમના ચિત્તમાં પ્રસન્નતા વ્યાપેલી હતી. ...Read Moreઆ છોકરો ન આવ્યો હોત તો સાધુનો મૂળ ઈરાદો, સ્ટેશને ઉતર્યા બાદ, સ્ટેશન રોડ પર જ આવેલી પોતાના વર્ષો જુના પરિચિત મિત્ર એવા ગીધા ની એટલે કે ગિરધરભાઈ શોધ કરવાની હતી. ગીધો મળી જાય તો થોડી જૂની યાદો તાજી કરી, થોડી ઘણી આર્થિક સગવડ કરી, પોતાને ગામ રતનપર ઉપડી જવાનો હતો. સાધુને આ સ્ટેશન પરિચિત હતું. એના ભૂતકાળની યાદોમાં આ સ્ટેશનનો
પ્રકરણ ૩યારી હૈ ઈમાન મેરા યાર મેરી જિંદગી. રફીકનું માથું ભમવા માંડ્યું હતું. રાત્રીના નવેક વાગ્યા હતા. સ્ટેશન રોડના છેવાડે અને બજારની વચ્ચે જ આવેલી, ત્રણ માળની બિલ્ડીંગ ના એન્ટ્રન્સથી શરુ કરી કાચના દરવાજા સુધીનો વિસ્તાર એની આંખમાં, જાણે ...Read Moreમારી દીધી હોય એમ કોતરાઈ ગયો હતો. કાચના પ્રવેશદ્વારની ઉપર જગમગતી લાઈટોના બનેલા બોર્ડમાં 'અન્નપૂર્ણા હોટલ' શબ્દો ઝબૂકતા હતા. ગેટ પરના બંને પિલર પર પીળા પ્રકાશવાળી બે મોટી લાઈટો અંદર અને બહાર ખાસ્સો પ્રકાશ ફેંક્તી હતી. ગેટમાંથી પ્રવેશતા જમણી તરફ પાર્કિંગ હતું...તેમાં ત્રણેક ટુ-વ્હીલર અને એક કાર પાર્ક થયેલી પડી હતી. બે-ચાર બે-ચાર ગ્રાહકો આવ-જા થતા હતા, કોઈ કપલ પ્રવેશતું
પ્રકરણ ૪કોઈ લાખ કરે ચતુરાઈ.. કરમ કા ભેદ મિટે ના રે ભાઈ... સવાર-સવારમાં ટીકુડા સાથે ડેલીમાં પ્રવેશી રહેલા એના બાપ જટુભાને મરક મરક મુસ્કુરાતા જોઈ જમનાફૈબાનાં હ્રદયમાં ખટકો તો જાગ્યો પણ ગઈ કાલ રાતથી આજ સવાર સુધીમાં ...Read Moreમચેલી ઉથલ-પાથલની પીડા અને ગઈ કાલે પેલા વટેમાર્ગુ સાધુ સાથે થયેલી વાતચીતની ગહેરી અસર તળે હૃદયનો ખટકો કશી વિસાતમાં ન હતો.“જય માતાજી બા..” કહેતા ભોળા જટુભા ખાટલે પડેલા જમનાફૈબાને પગે લાગ્યા અને એની સામે પડેલી ખુરશી પર બેઠા. ટીકુડાએ કોથળીમાંથી એક બોક્સ કાઢી બા સામે ધર્યું. “લ્યો બા .. મીઠું મોઢું કરો...”જમનાબા માંડ બેઠા થયા. હજુ મનમાં બેચેની હતી. ગઈકાલે જટુભાને
પ્રકરણ ૫“વ્હાલમ આવો ને આવોને.. માંડી છે લવની ભવાઈ...” અરીસા સામે ઉભા રહી, માલતીએ એક ક્ષણ માટે પોતાનું પ્રતિબિંબ નિહાળ્યું. આંખ સાથે આંખ મળતા જ એનું હૃદય થડક્યું...!‘પુરુષોને સ્ત્રીનું રૂપ નીતરતું જોબન, એના અંગવળાંક પસંદ હોય છે માલતીજી.. બટ ...Read Moreલવ યોર આયસ... ધારદાર.. પાણીદાર.. તગતગતી તમારી આંખોનો નશો કૈંક જુદો જ છે..’ સંજીવના શબ્દોએ ત્યારે તો માલતીના દિમાગમાં ખુમાર ભરી દીધો હતો, પરંતુ અત્યારે દિલમાં ખિન્નતા વ્યાપી ગઈ. સાત વર્ષ, ત્રણ મહિના અને બાવીસ દિવસ વીતી ગયા હતા સંજીવ ગયા ને.! હતો તો એ આ દુનિયામાં જ.. પણ ક્યાં હતો? કઈ દિશામાં હતો? શું કરતો હતો..? એ કશી જ