સાપ સીડી - 21

(33)
  • 3k
  • 3
  • 1.2k

પ્રકરણ ૨૧મેરા જીવન કોરા કાગઝ કોરા હી રહે ગયા.. “હું મને ચમ્બલના ડાકુઓથી જરા પણ ઓછો નથી આંકતો. ફર્ક માત્ર એટલો છે કે એ ડાકુઓ છડે ચોક લૂંટ ચલાવતા, અને હું એક નેતા બની, ગાંધીસાહેબનું રૂપાળું પાત્ર બની, માન-સન્માન પામતો, એ ડાકુઓથી પણ અનેકગણું અધમ કૃત્ય આચરી રહ્યો છું.”ટીવી ચેનલ પર ગાંધીસાહેબના શબ્દોએ સન્નાટો ફેલાવી દીધો. ગુજરાતી ચેનલના ટીવી સ્ટુડીઓમાં ટી.આર.પી. મિટર એક પછી એક આંક વટાવતું, રેકર્ડ બ્રેક સપાટી નજીક સરકવા લાગ્યું. ગુજરાતનો ભાવિ મુખ્યમંત્રી માનવામાં આવતો રાજનેતા, એકાએક સમાજ સામે પ્રગટ થઇ, કોઈ જુદી જ વાત ઉચ્ચારી રહ્યો હતો.“હું કલાકો સુધી, મારા દુષ્કૃત્યો વર્ણવ્યા કરું તોય મને નથી