લીલા બા... વાર્તા... લીલા બા નુ સાચુ નામ તો લીલાવતી હતુ પણ બધા લીલા કહીને જ બોલાવતા. લીલા બા નાનપણથી જ પોતાને જે ગમે એ જ કરતા. કોઈ સગવહાલા આવે અને કંઈ સલાહ આપે તો પણ કાને ન ધરતાં. પરિવારમાં બે મોટી બહેનો હતી એ વચેટ હતા પછી એક નાનો ભાઈ હતો. લીલા બા નાનપણથી જ સેવાભાવી, ભક્તિ ભાવ વાળા અને નિખાલસ હતા પણ મનમોજી હતા. આમ લીલા બા એ યુવાવસ્થામાં પ્રવેશ કર્યો. મોટી બહેનોના લગ્ન થઈ ગયા. એક દિવસ લીલા બા ના બાપુ શહેરમાં છોકરો જોઈ આવ્યા અને આવીને વાત કરી અને લીલા બા નું નક્કી થયું. અને જોતજોતામાં લગ્ન