જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 32

(31)
  • 2.4k
  • 1
  • 1.4k

રીતલ રૂમમાં આવી પોતાના ચહેરાને આયના સામે નિહાળી રહી હતી. આખી રાતનો ઉજાગરો તેમાં સાફ સાફ દેખાતો હતો પણ, ખીલેલા તેના નિખારની વચ્ચે તેનો ઉજાગરો ઝાંખો દેખાતો હતો. પીઠીનો રંગ તેના ચહેરા પર ખીલી ઉઠયો હતો ને તેમાં રવિન્દનો પ્રેમ સાફ સાફ દેખાતો પણ હતો. તે ખુશ થઈ હસ્તી હતી. ત્યાં જ સોનાલી અને બિનિતા ત્યાં આવી પહોંચી "લાગે છે આજે પ્રેમનો ઊભરો છલકાઈ ને બહાર નિકળી જશે......!!!" સોનાલીના અવાજથી તેને આયનામાંથી જ તેમની સામું જોયું "આમ તો રંગમાં નિખાર ખીલી જ ગયો છે પણ પ્રેમના આશું તે ચહેરાને કાળો કરે છે. એવું નથી લાગતું તને બિનિતા??? ""લાગે છે તો ધણું તેની