સાવધાન..! બાપા આવે છે...!

(19)
  • 2k
  • 4
  • 742

સાવધાન..! બાપા આવે છે..! આનંદ-આનંદ તો થાય જ ને..? ચાર ધામની યાત્રા કરવા માટે કેટલી રખ્ખડ-પટ્ટી કરવાની. આ તો ઘર બેઠાં તીર્થયાત્રા કરવાની. જો કે, પરસેવો તો આમાં પણ પડે જ વત્સ..! વરરાજાની જાન થોડી કાઢવાની, મન્નતકા રાજાને ઘરે લાવવાના છે..! જેને ક્યારે જોયા નથી, કોઈ દિવસ ચા-પાણી માટે બોલાવ્યા નથી, એના માટે હેતનું ઊભરાવું એને શ્રદ્ધા કહેવાય. અને આ ખેલ આજના થોડાં છે..? સદીઓથી ગણપતિબાપાના સ્થાપન પણ થાય, ને વિસર્જન પણ થાય. બેસનાર પણ જાણે ને, બેસાડનારો પણ જાણે કે, લાંબુ ક્યાં ખેંચવાનું છે ? ગણપતિદાદાને પણ ખબર