બંધન એક ખામોશીનું

(24)
  • 2.1k
  • 2
  • 803

ઓગસ્ટ વાર્તા રાત્રીના ત્રણ અને ફોનની ઘંટડીનો રણકાર શ્રધ્ધાને ધ્રૂજાવી ગયો. દબાતે પગલે ઊભી થઈ.લાઈટના અજવાળે ધ્રૂજતાં હાથે ફોનનું રિસીવર પકડ્યું.માંડ માંડ અવાજ નીકળ્યો, “ કો..ણ.” “ માસી, મારા પપ્પા મિતેશને યાદ કરે છે.એવું મને લાગે છે.તેમની વિહવળ આંખો મને કરગરી રહી છે. કદાચ ..” “ ઠીક છે.” “ અત્યારે જ મોકલજો..મોડું ન થઇ જાય.જેમ એ તમારો દીકરો છે એવી જ રીતે એમનો પણ દીકરો છે.” “ યાદ આપવાની જરૂર નથી.ચીબાવલી ન બન..” કહી શ્રધ્ધા ફોન મૂકી લથડતા પગલે મિતેશના રૂમનાં દરવાજા તરફ ગઈ.ધ્રૂજતા હાથે દરવાજો ખટખટાવ્યો. માંડ માંડ અવાજ નીકળ્યો, “ મિતેશ.. મિતેશ...” લાઈટના અજવાળે દરવાજો ખોલતાં મિતેશ