દિલાસો - 8

(19)
  • 3.4k
  • 2
  • 1.1k

જેવી રીતે આપણે દિલાસો ૭ના પ્રકરણમાં જોઈ ગયા કે રાજુ અને ધનજી જીવાની ભઠ્ઠી પર દારૂ વિશે વાતચીત કરવામાં મગ્ન હતા. અને સાથે અલગ માટલીમાંથી બનાવેલો દેશી દારૂનો સ્વાદ માણી રહ્યા હતા.હવે સંધ્યા ઢળવાની થોડીક વાર હતી. અેટલે ધનજી એ દારૂના નશો ચઢવા હોવાથી અટકતા અટકતા કહ્યુ " અલા રાજુ હાજનો ટેમ થઈ ગયો ને.. તારે ઘેર જવાનું છે કે કેમ? નહીંતર તારી બૈરી આમતેમ ખોતશે ( શોધશે )જાણે દારૂ રાજુને પઈ ગયો હોય તેવી ભૂંડી દશા રાજુની થઈ ગઈ હતી. કારણ કે રાજુ ધનજી કરતા વધારે દારૂ પી ગયો હતો. એટલે તે ભાન ભૂલી બેઠો. તે અડધા અધુરા શબ્દો બોલ્યા