હું છું ને

(46)
  • 3.5k
  • 5
  • 966

હું છું નેજ્યારે જ્યારે મારે સ્કૂલમાં કોઈની સાથે બોલાચાલી થતી ડેડી સામે મોં ઢીલું કરી ફરિયાદ કરતી, તો ડેડી કહેતા, 'કંઈ વાંધો નહી! હું છું ને..' પછી બાપુડી કોઈની તાકાત છે આપણી સામે આવે.. એવો રોફ વધી જતો હતો. પરીક્ષા પછી પેપર સારું ન જાય તો ડેડી સમજી જતાં માથે હાથ ફેરવી કહેતા, 'હું છું ને..'ઇવન રિઝલ્ટ લેવા જતા પણ ડરી રહી હતી. તો એમણે સમજાવ્યું કે, 'બેટા જે થશે જોયું જશે, થઈ થઈ ને શું થશે? ઓછા માર્કસ આવશે એમાં ડરવાનું શું? 'હું છું ને?'અને મારામાં હિંમત આવી જતી હતી. ચહેરા પર ખુશીની લહેર પ્રસરી જતી. એકવાર મને યાદ છે, હું કોઈ છોકરાના પ્રેમમાં