અનહદ.. - (11)

(31)
  • 2.8k
  • 3
  • 1.8k

આશા શું બોલી રહી છે, મિતેશને કંઈજ નહોતું સમજાતું! મિતેશને લાગ્યું તે ઊંઘમાં છે. " શું, બોલે છે તને ભાન છે! તું પાગલ થઇ ગઇ હોઈ એવું લાગે છે! તારે થોડો વધારે આરામ કરવો જોઈએ." કહેતાં મિતેશે તેનું બાંવડું પકડી એક હાથે તેના માથાંને ટેકો આપી તેને સુવડાવવાનો પ્રયત્ન કર્યો પણ તે સફળ ન થયો. આશા તેનો હાથ પકડી કહેવા લાગી, "ના, મિતેશ હું સિરિયસ છું! એક વાત હું આજે ક્લીઅર કરી દઉં, હું તને ચાહું છું એમાં બેમત નથી પણ મારે તારી સાથે લગ્ન તો ક્યારેય નથી કરવાં." મિતેશ એ સાંભળી આભો જ બની ગયો. આશાએ આગળ ચલાવ્યું, "કારણ