પ્રસાદ

(22)
  • 3.1k
  • 1
  • 845

પ્રસાદ રાઘવજી માધડ નવવધૂને લઇ શણગારેલી ગાડી ભવ્ય મંદિરના વિશાળ પ્રાંગણમાં આવીને ઊભી રહી હતી. કોઈ રજવાડી મહેલ જેવું શિખરબંધ મંદિર રંગબેરંગી રોશનીથી ઝગમગી રહ્યું હતું.ભક્તોની ભીડ લગભગ નહોતી..અને દ્વાર પર શ્વેત વસ્ત્રધારી સાધુઓ નવવધૂનું સ્વાગત કરવું હોય એમ ઊભા હતા ! આલીશાન બંગલો હોવા છતાં,સુહાગરાત મંદિરના એક ઓરડામાં ઉજવવાનું જાણી નવવધૂ રવિષાને નવાઇ લાગી હતી.તેણે નવવધૂની મર્યાદા લોપીને પણ પૂછી લીધું હતું:‘ત્યાં કેમ !?’તો સાસુના બદલે સસરાએ જવાબ આપતા કહ્યું હતું:‘બેટા,આપણી આસ્થા ને શ્રદ્ધા હોય ત્યાં...’પછી સાવ નજીક આવી, સમજાવટના સ્વરમાં જણાવ્યું હતું :‘અમૂલ્ય ચીજ-વસ્તુનો પ્રસાદ ધરતા હોઈએ છીએ...’ ‘ભોગ, સમર્પણ...બીજું શું !’ સાસુએ હોઠ પછાડી, આક્રોશ દબાવી સીધું