શરમ એક બંધારણ

(18)
  • 3k
  • 1
  • 1k

છોડો ને મારે રમવું છે,મને રમવા દો કેમ તમે મને રોકો છો,?મને રમવાનું મન થાય છે .અહહ અહહ રમવું છું,!સવાર ના પાંચ વાગ્યા ના સુમારે ઊંઘની ચરમ સીમાએ પહોંચેલી શીતલ ઊંઘ માં બબળતી હતી. ત્યાં તેના સાસુ વિમલા બહેન આવ્યા અને જોર થી ચિખ્યા. શીતલ....સવાર ના પાંચ વાગ્યા છે ને આ શું! તું ઊંઘ માં બબળે છે.ઉભી થા તને શરમ નથી આવતી,ભર નીંદર માં ઘેરાયેલી શીતલ જ્યાં શરમ શબ્દ સાંભળ્યો ત્યાં એકદમ બેઠી થઇ ગઈ,જાણે કે કોઈએ એને મોત ની સજા સંભળાવી હોઈ ને એવો અહેસાસ થયો,!શીતલ એક શ્વાસે પલંગ પર થી ઉતરી ગઈ અને રસોડા તરફ દોળી ગઈ