પારદર્શી - 14

(28)
  • 2.2k
  • 4
  • 1.2k

પારદર્શી-14 અદ્રશ્ય થવાની આ અદ્ભુત સિદ્ધી સમ્યકને વારસાગત મળી હતી.એમાં એનો સરળ અને શાંત સ્વભાવ પણ કારણભુત હતો.અદ્રશ્ય રહીને પણ એણે હંમેસા લોકોને મદદ કરી હતી.આ સિદ્ધીનાં અલગ અલગ તબકકે એના પપ્પા જ એના માટે ગુરુ રહ્યાં છે.પણ સતત ત્રણ દિવસથી એ ગાયબ જ રહ્યોં.ઘણા પ્રયત્નો છતા પણ એ પોતાની દ્રશ્યમાન થવાની ઇચ્છા પુરી ન કરી શકયો.મોહિનીની અમાન્ય માંગ, દિશાની માન્ય માંગ અને પોતે આ સિદ્ધી પર કાબુ ગુમાવ્યાનો ભાર એના મનમાં રાખી એણે ત્રણ દિવસ વીતાવ્યાં હતા.પણ આજે પોતાના ફાર્મહાઉસનાં એક ઝાડ નીચે એના પપ્પા રમેશભાઇ જાણે બધી તકલીફો દુર કરવા હાજર થયા.એને