જાણે-અજાણે (29)

(57)
  • 4.6k
  • 2
  • 2.6k

સવારના નવાં કિરણો સાથે એક નવાં દિવસની શરૂઆત થઈ. અને નવાં દિવસ સાથે નવાં કામની શરૂઆત થઈ. ગામનાં મુખ્ય ચોકમાં. ગામની વચ્ચોવચ રચનાનાં લગ્નનો મંડપ બંધાવા માટે બધો સામાન આવી ગયો. કૌશલ પણ ત્યાં હતો પણ રેવાને આજે ફરી મોડું થઈ ગયું. રેવા દોડતા-ભાગતા વિચારતી આવતી હતી " આજે તો પેલો કૌશલ મને મારી જ નાખશે. કાલે પણ મોડી પડી હતી અને આજે પણ. હું શું કરું કાલે ઉંઘવામાં વાર થઈ એટલે સવારે ઉઠાયું જ નહીં. હવે સવાર સવારમાં તેની વાતો સાંભળવી પડશે.." રેવા ચોકમાં પહોચી. ત્યાં કૌશલ ની સાથે વંદિતા, અનંત અને પ્રકૃતિ પણ