પારદર્શી - 15

(36)
  • 2.5k
  • 2
  • 1.3k

સમ્યક હવે એક દુનિયા છોડી બીજી અદ્રશ્ય દુનિયામાં ગયો.પણ પહેલી દુનિયાનાં તરંગો એને અસ્થિર કરતા હતા.એની તમામ આશકિત અને ઇચ્છાઓ પહેલી દુનિયા સાથે જોડાયેલી હતી.બહું જ સહજ રીતે મળેલી આ સિદ્ધી હવે એના માટે ભારરૂપ પણ હતી.કોઇ એક જ દુનિયા એની પસંદગી હતી જ નહિ.છતા હવે એ લાચાર થઇ આ અદ્રશ્ય દુનિયાનાં લાભો વિશે વિચારતો બેઠો હતો.ફાર્મહાઉસનાં લીવીંગરૂમમાં એકલો બેઠો હતો.રાતનાં લગભગ 10.00 વાગ્યા હતા.હવે કોઇ ચોકકસ પ્લાન તો એની પાસે હતો નહિ.એટલે સામેનાં ખુલ્લા કબાટમાં પડેલા અમુક પોતે જ રાખેલા પુસ્તકો પર નજર ગઇ.એ વાંચવા