દિવાળીની સફાઈ

(16)
  • 4.9k
  • 1
  • 1k

‘જો રાજુ આજે શરદપૂનમ છે, હવે દિવાળીને પંદર જ દિવસની વાર છે એકાદ બે દિવસ ઓફિસે જઈ આવ પછી દિવાળીનું કામ કાઢવું છે અને સાફ સફાઈમા તારે મને મદદ કરવાની છે.’ ટિફિન ભરતા ભરતા સ્મિતા એક શ્વાસે બોલી ગઈ. ‘હા, સ્મિતા મને ખબર છે શનિવારથી રજા મૂકી દિધી છે. લગ્ન પહેલા મેં વચન આપ્યું તુ કે, હું તને કામમાં મદદ કરીશ’ એ મને બરાબર યાદ છે.’ શર્ટના બટન બંધ કરતા કરતા રાજેશે વળતો જવાબ આપ્યો. સાત મહિના પહેલા લગ્ન ગ્રંથીથી જોડાયેલું નવયુગલ પહેલી દિવાળીની તૈયારીઓ કરી રહ્યું હતું. ‘બાય રાજુ, તારું ધ્યાન રાખજે, બાઈક ધીમી ચલાવજે, અને હા સમયસર