બ્લેક આઈ પાર્ટ 30 સાગર ના શબ્દો માં આગળ હું જ્યાં સુધીમાં ડોક્ટર ને બોલાવીને લાવ્યો ત્યાં સુધીમાં અંકલ ની તબિયત વધારે ખરાબ થઇ ગઈ હતી . ડોક્ટરોએ ખુબ કોશિશ કરી પરંતુ અંકલ ને બચાવી ન શક્યા .આ સાંભળીને સંધ્યા અને આંટી પોક મૂકીને રડવા લાગ્યા , રડવું તો મને પણ આવતું હતું પણ જો હું જ હિંમત ખોઈ બેસું તો તે બંને ને કેવી રીતે સંભાળી શકું . આથી મને અમરે ગમે તેમ કરીને હિંમત થી કામ લેવાનું કહ્યું .