Black Eye - 30 books and stories free download online pdf in Gujarati

બ્લેક આઈ - પાર્ટ 30 

બ્લેક આઈ પાર્ટ 30

સાગર ના શબ્દો માં આગળ

હું જ્યાં સુધીમાં ડોક્ટર ને બોલાવીને લાવ્યો ત્યાં સુધીમાં અંકલ ની તબિયત વધારે ખરાબ થઇ ગઈ હતી . ડોક્ટરોએ ખુબ કોશિશ કરી પરંતુ અંકલ ને બચાવી ન શક્યા .આ સાંભળીને સંધ્યા અને આંટી પોક મૂકીને રડવા લાગ્યા , રડવું તો મને પણ આવતું હતું પણ જો હું જ હિંમત ખોઈ બેસું તો તે બંને ને કેવી રીતે સંભાળી શકું . આથી મને અમરે ગમે તેમ કરીને હિંમત થી કામ લેવાનું કહ્યું .

15 દિવસ બાદ
અંકલને ગુજરે આજે 15 દિવસ થઈ ગયા હતા . સંધ્યા ની હાલત ખુબ નાજુક હતી , તે તેના પપ્પા ને ખુબ પ્રેમ કરતી હતી , તેણે માંડ માંડ સ્વીકાર્યું હતું કે તેના પપ્પા આ દુનિયા માં નથી . આટલા દિવસો માં મેં તેના ભાઈ ને હજારો વાર ફોન કર્યો હશે પરંતુ તેનો ફોન લાગ્યો નહીં ને હંમેશા સ્વીચ્ડઓફ બતાવતો હતો .

આજે જયારે હું તેના ઘરે હતો ત્યારે જ એક વકીલ તેના પપ્પા ની વીલ લઈને આવ્યો . તેના પપ્પા એ તેમના મુત્યુ પહેલા વીલ બનાવી લીધી હતી , અને જે તેમના મુત્યુ પછી 15 દિવસે ખુલે તેવી શર્ત હતી .

વકીલે તેમની વીલ વાંચી . તેમના વીલ ના મુતાબિક બધી જાયદાત માં તેમના બંને ભાઈ - બહેન નો હિસ્સો 50 -50 % હતો . વકીલે જેવી વીલ વાંચી તરત જ તેના મમ્મી બોલ્યા આ કેવી રીતે શક્ય છે ? મેં અને સંધ્યા એ ચોંકી ને તેમના સામું જોયું તો તેવો પોતાની વાત વાળતા બોલ્યા મતલબ કે તેમણે ( સંધ્યા ના પપ્પા ) ક્યારે વીલ બનાવી લીધી , મને કહ્યું પણ નહીં ?

વકીલ : મેડમ મને લાગે છે તેમને આગળ થી જ ભાસ થઇ ગયો હશે કે આવું કંઈક થવાનું છે , તેઓ અચાનક એક દિવસ મારી ઓફિસ આવ્યા , આડી અવળી વાતો અમે થોડીવાર કરીને તેઓ અચાનક જ બોલ્યા મારે મારી વીલ બદલાવવી છે હવે મારી બધી મિલ્કત ખાલી મારા બંને બાળકો ને 50 - 50 % મળે તેવી વીલ બનાવો . મેં પૂછ્યું કેમ અચાનક આવો નિર્ણય તો તેમણે કહ્યું હવે મારી સંધુ નું પણ કોઈ ધ્યાન રાખે તેવું તેને મળી ગયું છે , તેની સગાઇ થઇ છે અને છોકરો ખુબ ડાહ્યો પણ તેના ભવિષ્ય માટે હું આ નિર્ણય લઉ છું , કાલ સવારે ઉઠીને હું ન હોઉં તો પણ તેમને કોઈ પરેશાની ન થાય .

વકીલ આટલી વાત કરીને તો ચાલ્યો ગયો પણ મારા મનમાં સવાલો છોડતો ગયો . તે આવ્યો તેતો ઠીક છે પરંતુ આંટી એ તેની વાત સાંભળીને જેવી રીતે રિએક્ટ કર્યું તે વિચારવા જેવું હતું , કોઈ પોતાની જ છોકરી માટે આવી રીતે કેમ વિચારી શકે .

મેં ઘણું વિચાર્યું પણ મને કોઈ આઈડિયા ન આવ્યો કે આમ કેમ થયું , પછી મને થયું આ બધું વિચારવા કરતા સંધુ ને જ સીધે સીધું પૂછી લઈશ , આટલો વિચાર આવતા જ મગજ શાંત થઇ ગયું .

થોડા દિવસો પછી જયારે હું તેના ઘર ની બહાર મળીયો તો તેને જોઈને મને નવાઈ લાગી . તેની આંખો ની નીચે ડાર્ક સર્કલ પડી ગયા હતા , તેનું શરીર એકદમ દુબળું પાતળું થઇ ગયું હતું , જીવવા ખાતર જીવતી હોય તેવી થઇ ગઈ હતી . મેં એને ઘણું પૂછ્યું પણ તે મને કઈ કહેતી ન હતી . આથી મેં છેલો પેંતરો અજમાવ્યો અને તેને તેના મરેલા પપ્પા ના સૌગંધ આપ્યા ત્યારે તેને મને સત્ય હકીકત કીધી , જે સાંભળીને ને તો મારુ માથું ભમવા લાગ્યું મેં તેને તેના ઘરે થી આજ રાત્રે જ ભાગવા માટે માનવી લીધી .