અભ્યંતર - 2

  • 2.4k
  • 836

ગણી છે આપણે... કેટલી ઓછી ગણી છે આપણે,જિંદગીને ખુદ હણી છે આપણે. મોતને બસ દુરથી જોયા કર્યું,જિંદગીને અવગણી છે આપણે. છે હૃદય, પણ લાગણી એમાં નથી,જિંદગી, ફોગટ ગણી છે આપણે. ના ઝરૂખો, ગોખ કે ના ઓસરી,જિંદગી કેવળ ચણી છે આપણે. બીજ રોપ્યું, નીર સીંચ્યું કોઈએ,જિંદગી કેવળ લણી છે આપણે. સાવ બરછટ પોત કહેવાયું પછી,જિંદગી કેવી વણી છે આપણે. 000 તડકો બોલે... તડાક કરતો તડકો બોલે,પડછાયાને લઈને ખોળે. પહેલા ફરશે ખેતર ખેતર,જાય પછી એ પોળે પોળે. દોડી દોડી થાકે તો, એસરવરમાં જઈ જાત ઝબોળે. સામો આવે, પાછળ આવે,છત્તરમાં એ કાણાં