જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - 8

(14)
  • 3k
  • 1.3k

શ્યામલી, આખરે તને મારામાં શું કમી લાગે છે ?' મૌન શ્યામલીને શલ્ય ધૂંધવાતા સ્વરે પૂછી બેઠો.એની ધીરજ હદ વટાવી ચૂકેલી. શલ્યનાં મનની બધી વાત શ્યામલી સમજતી હતી. એને શલ્ય ગમતો નહોતો. અલબત્ત, એ પોતાની પાછળ ગમે તે કરવા માટે તૈયાર રહેતા શલ્યનો જરૂર પડ્યે વગર ખચકાટે ઉપયોગ કરી લેતી. 'વેલ...એઝ એ ફ્રેન્ડ તું ઠીક છે, પણ તું ક્યારેય મારો હસબન્ડ ન બની શકે શલ્ય ! આ વાત તું જેટલી સ્પષ્ટપણે સમજી લે એ તારાં હિતમાં છે.' અકળાયેલી શ્યામલીએ શલ્યને આજે એની કિંમત કરતાં એનું ચોક્કસ સ્થાન ચીંધી દીધેલું.