ડીપ્રેશન

  • 3.9k
  • 1
  • 812

ભારતમાં છેલ્લે થયેલા અનેક સર્વેમાં એક સુર બધાએ આલાપ્યો અને તે એ કે “ડીપ્રેશન” જેવો રોગ આવનાર સમયમાં એક વિકરાળ સ્વરૂપ ધારણ કરશે.જે શબ્દ આજથી દસ વર્ષ પહેલા બોલવામાં પણ ન આવતો તે આજે સામાન્ય શબ્દ થઇ ગયો છે. ધીરે ધીરે લોકો આ “ડીપ્રેશન” જેવા અઘરા શબ્દને ઓળખતા થયા, પછી અન્ય વ્યક્તિને કહેતા કે પૂછતાં કે તેની સારવાર લેતા શરમાતા હતા, પણ આજે આ શબ્દ એક રોગ બની ગયો છે. જે શબ્દને બોલવામાં લોકો શરમાતા, ગભરાતા અથવા સ્વીકારી શકતા નહી, તે જ આજે ચર્ચાનો વિષય બની ગયો છે.