વન્સ અપોન અ ટાઈમ - 111

(121)
  • 7.2k
  • 9
  • 3.9k

કલકત્તાના એક જાણીતા ઉદ્યોગપતિનું અપહરણ કરવા માટે આવેલા બબલુ શ્રીવાસ્તવ ગેંગના ગુંડાઓને વચ્ચે જ ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે એમને આંતર્યા. અને કલકત્તામાં ઉત્તર પ્રદેશ પોલીસની ટીમ અને બબલુ શ્રીવાસ્તવ ગૅંગના ગુંડાઓ વચ્ચે કોઈ ફિલ્મના સિનને ટક્કર મારે રીતે સામસામે ફાયરિંગ ચાલ્યું. ઉત્તર પ્રદેશની પોલીસ ટીમે બબલુ ગૅન્ગના ગુંડાઓનો એક કિલોમીટર સુધી પીછો કરીને ચાર ગુંડાનો ખાતમો બોલાવી દીધો. જોકે બબલુની પ્રેમિકા અર્ચના નાસી છૂટી પણ, બબલુ ગેંગના બે ગુંડા જખમી હાલમાં પોલીસના હાથમાં ઝડપાઈ ગયા.