વન્સ અપોન અ ટાઈમ - Novels
by Aashu Patel
in
Gujarati Biography
મહારાષ્ટ્રના રત્નાગિરિ જીલ્લાના ખેડ તાલુકાના મુંબકે ગામનો એક યુવાન ઈબ્રાહીમ કાસકર ઉર્ફે ઈબ્રાહીમ શેખ એની પત્ની અમીનાબાઈને કહી રહ્યો હતો. ઈબ્રાહીમ કાસકરને મુંબઈ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી મળી હતી અને એ પોતાના કુટુંબ સાથે મુંબઈમાં ઠરી ઠામ થવા વતન છોડીને જઈ રહ્યો હતો. એને વળાવવા માટે સગાં-વહાલાં અને પાડોશીઓ ભેગા થયા હતા. ૧૯૬૧માં મુંબકે જેવા પંદરસો-સત્તરસોની વસતિવાળા ગરીબ ગામમાંથી કોઈ યુવાન મુંબઈ રહેવા જાય અને એ પણ પોલીસમાં નોકરી મેળવીને એ બહુ મોટી વાત હતી.
મહારાષ્ટ્રના રત્નાગિરિ જીલ્લાના ખેડ તાલુકાના મુંબકે ગામનો એક યુવાન ઈબ્રાહીમ કાસકર ઉર્ફે ઈબ્રાહીમ શેખ એની પત્ની અમીનાબાઈને કહી રહ્યો હતો. ઈબ્રાહીમ કાસકરને મુંબઈ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી મળી હતી અને એ પોતાના કુટુંબ સાથે મુંબઈમાં ઠરી ઠામ થવા વતન ...Read More
ઈબ્રાહીમ કાસકર મુંબઈ પોલીસમાં જોડાયા પછી ઉપરીઓનો વિશ્વાસ સંપાદિત કરીને હૅડ કોન્સ્ટેબલ બની ચૂક્યો હતો. એની પહેલા મુંબઈ રહેવા આવી ગયેલા અને નાનો-મોટો ધંધો કરતા એના મોટાભાઈ અહમદ કાસકર કરતા ઈબ્રાહીમને મુંબઈ વધુ ફળ્યું હતું. જો કે ઈબ્રાહીમ કાસકર ...Read Moreબહુ પૈસા જમા નહોતા થઇ ગયા, પણ એણે ઘણા સંબધો વિકસાવ્યા હતા. પોતાનો ભાઈ પોલીસમાં છે એવું કહીને અહમદ કાસકર પણ ગૌરવની લાગણી અનુભવતા હતા.
‘અલ હરમ’ હોટેલમાં એક યુવતી પર ગૅન્ગરેપ કર્યા પછી સૈયદ બાટલા, આલમઝેબ અને અમીરજાદા બિન્દાસ્ત બનીને રખડતા હતા. આપણે મસ્તાનભાઈના (હાજી મસ્તાનના) માણસો છીએ એટલે કોઈ આપણી સામે નહીં પડે અને વાત અહીં જ દબાઈ જશે એવું એ ત્રણેય ...Read Moreહતા, પણ તેમની ધારણાથી ઊંધું બન્યું. પેલી છોકરીએ હિંમત કરીને પોલીસ સ્ટેશનમાં જઈને રેપની ફરિયાદ નોંધાવી.
મુંબઈના ભિંડી બજાર વિસ્તારના ‘ગોલ્ડન હેરકટિંગ સલૂન’માં દાઢી કરાવવા બેઠેલો એ ગ્રાહક ઈકબાલ નાતિક હતો. ઉર્દૂ સાપ્તાહિક ‘રાઝદાર’નો તંત્રી અને દાઉદ ઈબ્રાહીમનો જિગરજાન દોસ્ત! અચાનક લમણા ઉપર કોઈ જુદી જ ધાતુનો સ્પર્શ થયો હોય એવું લાગ્યું એટલે એણે આંખો ...Read Moreસામેના અરીસામાં એની નજર પડી અને એના ગાત્રો શિથિલ થઈ ગયા એના લમણા ઉપર રિવોલ્વર તાકીને સૈયદ બાટલા ઉભો હતો!
હાજી મસ્તાને સૈયદ બાટલાને દાઉદ અને શબ્બીરથી બચાવવા સગેવગે કરી દીધો એ પછી ત્રીજે જ દિવસે દાઉદે અયુબ લાલાને એના ઘરમાંથી ઊંચકી લીધો!
અયુબ લાલાના મોઢે એણે નાતિકની હત્યા વિશેની બધી માહિતી ઓકાવી લીધી. પછી એણે અયુબના કપડાં ઉતારીને છરીથી ...Read Moreશરીર ઉપર આડા-અવળી ડિઝાઇન કરી. એટલું અધૂરું હોય એમ એ ડિઝાઇન ઉપર એણે મીઠું-મરચું ભભરાવ્યાં.
‘અબ આગે કી બાત કલ કરતે હૈં.’
જમણા હાથના કાંડા ઉપર બાંધેલી હીરાજડિત ઘડિયાળ પર નજર રાખીને પપ્પુ ટકલાએ કહ્યું.
કોઈ સસ્પેન્સ સિરિયલ જોતા હોઈએ એ જ વખતે ટીવી સ્કીન પર ‘ટુ બી કન્ટિન્યુડ’ શબ્દો આંખને ખૂંચે એ રીતે પપ્પુ ટકલાના ...Read Moreઅમારા કાનને ખૂંચ્યા. પણ પપ્પુ ટકલાની ઓળખાણ કરાવનારા અમારા પોલીસ ઑફિસર મિત્રએ અગાઉથી જ ટકલા વિશે કહ્યું હતું કે આ માણસ ઊંધી ખોપરીનો છે.
અમીરજાદા અને આલમઝેબને ટાઢા પાડીને હાજી મસ્તાન પોતે દાઉદના અડ્ડામાં ગયો અને સૈયદ બાટલાને છોડાવીને પાછો આવ્યો એ વખત સુધી દાઉદ અને શબ્બીર હાજી મસ્તાનની આંખની શરમ રાખતા હતા. મસ્તાને બાટલા, અમીરજાદા અને આલમઝેબને પણ ઠપકો આપ્યો અને મામલો ...Read Moreનહીં વધારવાની સલાહ આપી.
મહમદ મસ્તાન મિર્ઝા એટલે કે હાજી મસ્તાનનો જન્મ અત્યંત ગરીબ અને ખૂબ જ ધાર્મિક એવા એક મુસ્લિમ કુટુંબમાં થયો હતો. એના પિતાએ બેંગ્લોરની દરગાહ સતકુરી મસ્તાન પરથી પુત્રનું નામ મસ્તાન પાડ્યું હતું. મુંબઈમાં ક્રોફ્ડ માર્કેટ પાસેની એક ચાલીમાં દારુણ ...Read Moreવચ્ચે ઉછરેલા મસ્તાને કિશોર અવસ્થામાં જ કમાવા માટે કુલી બની જવું પડ્યું હતું. મુંબઈના ડોકયાર્ડમાં દોઢ દાયકા સુધી કુલી તરીકે ગધ્ધાવૈતરું કર્યા પછી મસ્તાનના નસીબ આડેથી પાંદડું ખસ્યું.
કુરાન પર હાથ મૂકીને શપથ લીધા પછી શબ્બીર, દાઉદ, અને આલમઝેબ, સઈદ બાટલા, અમીરજાદા દુશ્મન મટીને દોસ્ત બની ગયા હતા, પણ બીજી બાજુ દાઉદના પત્રકાર દોસ્ત ઈકબાલ નાતિકના મર્ડર કેસમાં સૈયદ બાટલાને આકરી સજા મળે એ માટે દાઉદે ખૂબ ...Read Moreકરી હતી. સૈયદ બાટલા સામે કેસ ચાલ્યો અને કોર્ટે તેને આઠ વર્ષની આકરી જેલસજા ફટકારી.
શબ્બીર અને દાઉદને કાલિયાની ગદ્દારીથી આંચકો લાગ્યો હતો. પણ એથીયે વધુ ઝટકો તો એમને ત્યારે લાગ્યો કે જ્યારે અમીરજાદાએ મહમ્મદ કાલિયાની મદદથી શબ્બીર-દાઉદ ગેંગના ગુંડાઓને પોતાની ગેંગમાં ભરતી કરવા માંડ્યા. મહમ્મદ કાલિયા દાઉદ ગેંગના બે રીઢા શૂટર જાફર અને ...Read Moreઅમીરજાદાની ગેંગમાં ખેંચી ગયો. દાઉદ અને શબ્બીર ધૂંધવાઈ રહ્યા હતા અને બીજી બાજુ અમીરજાદાની ગેંગ દિન પ્રતિદિન પાવરફુલ બની રહી હતી.
અનીસ અને મોહમ્મદ સાહિલની જિંદગી લાંબી હશે એટલે એ બંને ભાગી છૂટવામાં સફળ થયા હતા. સમદ-અમીરજાદા અને એમના માણસો હાથ ઘસતા રહી ગયા હતા. એમણે બેફામ ગોળીબાર કર્યો હતો, પણ અનીસ અને સાહિલ બાલબાલ બચી ગયા હતા.
સમદ અને અમીરજાદાની ...Read Moreજોઈને દાઉદ અને શબ્બીર સડક થઇ ગયા હતા. સમદ, આલમઝેબ અને અમીરજાદાની પઠાણ ગેંગે ગેંગવોર ડિક્લેર કરી દીધી હતી. દાઉદ-શબ્બીરે વળતો હુમલો કરવાનો નિશ્ચય કર્યો. દાઉદ અને શબ્બીરે સમદ, અમીરજાદા અને આલમઝેબને પતાવી દેવા માટે એક મહિનામાં ત્રણ વાર યોજના બનાવી પણ સમદ, અમીરજાદા કે આલમઝેબ એમના હાથમાં આવ્યા નહીં.
‘દાઉદ ઈબ્રાહિમના ભાઈ શબ્બીરને હની ટ્રૅપમાં ફસાવીને કમોતે મરાવનારી એ યુવતી શબ્બીર કાસકર માટે ચિત્રા નામની પ્રેમિકા હતી પણ વાસ્તવમાં એ દાઉદ-શબ્બીરના કટ્ટર દુશ્મન અમીરજાદાની પ્રેમિકા નંદા હતી! શબ્બીરને ડેથ ટ્રેપમાં ફસાવવા માટે અમીરજાદાએ પોતાની પ્રેમિકાનો ઉપયોગ કર્યો હતો. ...Read Moreમોહજાળમાં ફસાવીને અમીરજાદા, આલમઝેબ અને સમદનો શિકાર બનાવવાનું કામ એને સોંપાયું હતું અને એ કામગીરી એણે બખૂબી નિભાવી હતી.’
આર્થર રોડ જેલના કમ્પાઉન્ડમાં જોયેલી એ સુંદર યુવતીને મળવાની સમદની ઉત્કંઠા વધી ગઈ હતી. એ યુવતી પહેલી જ નજરે એની આંખોમાં વસી ગઈ હતી. જેલરે એ યુવતીની કરમકુંડળી કહ્યા પછી તો સમદને એ યુવતીમાં વધુ રસ જાગ્યો હતો. એ ...Read Moreનામ શિલ્પા ઝવેરી હતું. એ અત્યંત રૂપાળી અને આકર્ષક યુવતી એક સમયના શિવસેના લીડર બંડુ શિંગારેને મુંબઈની મેટ્રોપોલીટન કોર્ટમાંથી પોલીસની હિરાસતમાંથી ભગાવી ગઈ હતી. એ ગુના હેઠળ એની ધરપકડ થઈ હતી અને એને આર્થર રોડ જેલમાં પુરાવું પડ્યું હતું.
‘એ ખજૂર, અપને કો જ્યાદા બાત સુનને કા આદત નહીં હૈ. તુઝે એક બાર બોલ દિયા ના. કલ શામ તક કૈસે ભી કર કે પૈસા પહુંચા દે, નહીં તો આજ યે પિસ્તોલ મેં જો ગોલિયાં હૈ વો સબ કલ ...Read Moreકો તેરી ખોપડી મેં હોગી!’
મન્યા સુર્વે દાદર વિસ્તારના એક વેપારીને ધમકાવી રહ્યો હતો.
સબ ઈન્સ્પેક્ટર આઈઝેક બાગવાન અને તેમના સાથી પોલીસમેનને મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ શાબાશી આપી રહ્યા હતા ત્યારે બીજી બાજુ અંડરવર્લ્ડ ડોન કરીમલાલા વિચલિત થઈ ગયો હતો.
મુંબઈ પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મન્યા સુર્વે માર્યો ગયો એનું કરીમલાલાને દુ:ખ નહોતું, પણ ...Read Moreમરી જાય એના કરતા જમ ઘર ભળી જાય એનો ભય એને સતાવતો હતો. આગળ જતા આ બધાનો અંત શું આવી શકે એની કલ્પના કરતાં પણ એને તકલીફ થતી હતી. મન્યા સુર્વેની જગ્યાએ આવતી કાલે સમદ, અમીરજાદા કે આલમઝેબ નામ પણ હોઈ શકે.
મુમ્બૈયા અંડરવર્લ્ડના ધુરંધરો સ્મગલિંગ, ડ્રગ ટ્રાફિકિંગ અને સુપારીથી ધરાયા નહોતા. એટલે ખંડણી ઉઘરાવવાની ‘નવી લાઈન’ એમણે શરૂ કરી હતી. મુંબઈમાં કોઈ બિઝનેસમેન કે બિલ્ડરે આ દાદાગીરી સામે ફરિયાદ નોંધાવાની હિંમત કરી નહોતી, પણ અમદાવાદના વેપારી જયલાલ ભાટિયા અને પરમાનંદ ...Read Moreહિંમત દાખવીને અંડરવર્લ્ડના કિંગ ગણાતા કરીમલાલાને લોકઅપની ગરમીનો અહેસાસ કરાવી દીધો હતો. કરીમલાલા દાયકાઓ સુધી મુંબઈ પોલીસના પંજાથી દૂર રહી શક્યો હતો, પણ જયલાલ ભાટિયા અને એના પુત્ર પરમાનંદ ભાટિયાની ફરિયાદ કરીમલાલાને ભારે પડી ગઈ હતી. તેમણે કરીમલાલા સામે અમદાવાદના અપહરણ અને ખંડણીની ઊઘરાણીની ફરિયાદ કરી હતી. અને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ કરીમલાલાની ધરપકડ કરીને એને લોકઅપ ભેગો કર્યો હતો.
દાઉદ આણિ મંડળી આલમઝેબને આંતરીને શબ્બીરના ખૂનનો બદલો લે એ અગાઉ નૅશનલ હાઈવે પર હોન્ડા કારે ખૂબ ઝડપે એક વળાંક લીધો ત્યારે લાગેલા આંચકાને કારણે રિવોલ્વરના ટ્રિગર પર આંગળી મૂકીને ફાયરિંગ કરવા માટે સજ્જ થયેલા હાજી ઈસ્માઈલની આંગળી ટ્રિગર ...Read Moreદબાઈ ગઈ. હાજી ઈસ્માઈલ કંઈ સમજે એ પહેલા એની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી કારમાં બેઠેલા રતીશ પઠાણના શરીરમાં ખૂંપી ગઈ હતી.
‘પુલીસવાલે અમીરજાદા કો કોર્ટ મેં કબ લાનેવાલે હૈ?’
ચેમ્બુરનો ડોન બડા રાજન તેના ખાસ માણસોને પૂછી રહ્યો હતો.
‘અભી પતા લગાતા હું ભાઈ.’ બડા રાજનના ખાસ માણસોમાંના એક ખેપાનીએ કહ્યું. તેણે એક પોલીસ અધિકારીને ફોન લગાવ્યો. તેની સાથે વાત કરીને રિસીવર ...Read Moreઉપર ગોઠવતા કહ્યું, ‘અગલે મહિને ઉસ કો પુલીસ સેશન્સ કોર્ટ મેં લાયેગી, શબ્બીર મર્ડર કેસ મેં.’ તેણે તારીખ અને સમય સહિતની માહિતી આપી.
દાઉદ ઈબ્રાહિમના ભાઈ શબ્બીરના ખૂન પછી અમીરજાદા અને આલમઝેબ વધુ પાવરફુલ બની ગયા હતાં અને દાઉદ કરતાં તેમની તાકાત ઘણી વધી ગઈ હતી. દાઉદ હવે એકલો પડી ગયો છે અને અમારું કંઈ નહીં બગાડી શકે એવા વહેમમાં તેઓ રાચતા ...Read Moreત્યારે બીજી બાજુ દાઉદે ચેમ્બુરના ડોન બડા રાજનની મદદ લીધી હતી.
બડા રાજનની ગર્લફ્રેન્ડ સુચિત્રા ડેરડેવિલ ગણાતા ગેંગસ્ટર અબ્દુલ કુંજુ તરફ આકર્ષાઈ હતી અને બંને પરણી ગયા હતાં. ઉશ્કેરાયેલા બડા રાજને સુચિત્રાનું અપહરણ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. અને એ અપહરણના પ્રયાસની ફરિયાદ મુંબઈના તિલકનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. એ ...Read Moreસુચિત્રાને કારણે બડા રાજન અને અબ્દુલ કુંજુ વચ્ચે દુશ્મની થઈ ગઈ હતી. એ વખતે અબ્દુલ કુંજુ સામે બે મર્ડર કેસ ચાલી રહ્યા હતા. અને એને નૅશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ આર્થર રોડ જેલમાં પૂરી દેવાયો હતો. આલમઝેબ અને સમદના બીજા સાથીદારો આર્થર રોડ જેલ તોડીને ભાગ્યા ત્યારે અબ્દુલ કુંજુ પણ એમની સાથે ભાગ્યો હતો.
મુંબઈના સાયન, માટુંગા, એન્ટોપ હિલ અને આજુબાજુના વિસ્તારોમાં વરદરાજન ઉર્ફે વર્દાભાઈની દાદાગીરી ચાલતી હતી. વરદરાજનની ધાક જમાવવામાં બડા રાજનનો પણ ફાળો હતો. બડા રાજન અને વરદરાજન વચ્ચે દોસ્તી બંધાઈ હતી. વરદરાજને સામે ચાલીને બડા રાજન સાથે દોસ્તી કરી હતી. ...Read Moreરાજન વરદરાજન પાસેથી સુપારી લઈને એના ‘કામ’ કરી આપતો હતો. બમ્બૈયા અંડરવર્લ્ડમાં વરદરાજન પ્રવેશ્યો એ સાથે તેનું કરીમલાલા સાથે ઘર્ષણ થયું હતું. હાજી મસ્તાને પોતાની પ્રવૃત્તિ ઓછી કરી દીધી હતી એ દરમિયાન અન્ડરવર્લ્ડમાં વરદરાજનનો સિતારો ચમકવાની શરૂઆત થઈ હતી. બમ્બૈયા અંડરવર્લ્ડમાં વર્ચસ્વ જમાવવા માટે વરદરાજન અને કરીમલાલા ગેંગ વચ્ચે ૧૯૮૦ની આજુબાજુના વર્ષોમાં ગળાકાપ ગેંગવોર જામી હતી.
‘દેખ, ઈસ કા બદલા હમ સાથ મિલ કે લેંગે.’
દાઉદ ઈબ્રાહીમ બડા રાજનના જમણા હાથ સમા રાજેન્દ્ર નિખાલજેને કહી રહ્યો હતો. રાજેન્દ્ર નિખાલજેને બડા રાજનની ગેંગમાં બધા છોટા રાજન તરીકે ઓળખતા હતા અને પઠાણ ગૅંન્ગે બડા રાજનનું કોર્ટમાં ખૂન કરાવી ...Read Moreએ પછી છોટા રાજને બડા રાજન ગેંગનું સુકાન સંભાળી લીધું હતું.
‘હાં તો મૈં ક્યા કહ રહા થા....’
બ્લૅક લેબલનો વધુ એક ઘૂંટડો ગળા નીચે ઉતારીને પપ્પુ ટકલા બોલ્યો.
અમે કંઈ રિસ્પોન્સ આપીએ એ પહેલાં જ તેણે પોતાની આદત પ્રમાણે એના ટકલા ઉપર હાથ ફેરવીને એણે વાત આગળ ધપાવી, ‘મુંબઈમાં ...Read Moreતો પચાસના દાયકાથી જ વેપારીઓ પાસેથી પ્રોટેક્શન મનીને નામે પૈસા પડાવવાનું શરૂ થઈ ગયું હતું. પણ એ વખતે અત્યારની જેમ ખંડણીપેટે બેફામ પૈસા પડાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એવું નહોતું. વળી, પ્રોટેક્શન મની ઊઘરાવનારાઓ ટપોરી ક્લાસના ગુંડાઓ રહેતા. એમની દાદાગીરી એમના વિસ્તાર પૂરતી જ સીમિત રહેતી હતી. એમનું કામ ચપ્પુથી જ ચાલી જતું હતું. પણ સાંઈઠના દાયકામાં હાજી મસ્તાન સ્મગલિંગની દુનિયાના બેતાજ બાદશાહ તરીકે બહાર આવ્યો અને એની સાથે કરીમલાલાનું નામ પણ ઊભરી આવ્યું. અને અંડરવર્લ્ડના એકદમ ટોચના ‘માથાં’ રિવોલ્વર અને પિસ્તોલ રાખતા થયા.
પપ્પુ ટકલાએ થોડીવાર પોઝ લઈને સિગરેટનો ઊંડો કસ લીધો. પછી મોંમાંથી રિંગ આકારનો ધુમાડો બહાર કાઢીને ધુમાડાના વલયમાંથી જાણે આગળની ઘટનાનો તાળો મેળવતો હોય એમ એ ધુમ્રવલય સામે તાકી રહ્યો. અડધી મિનિટના પોઝ પછી એણે અંડરવર્લ્ડનો ઈતિહાસ આગળ ધપાવ્યો.
છોટા રાજનના માણસોએ પોલીસ વૅન આંતરીને એમાં બેઠેલા અબ્દુલ કુંજુ પર હુમલો કર્યો. અબ્દુલ કુંજુના ખભામાં એક ગોળી ઘૂસી ગઈ, પણ એ બચી ગયો હતો. જો કે એ પછી થોડા દિવસો બાદ જ જે. જે. માર્ગ હૉસ્પિટલમાં ‘સારવાર’ ...Read Moreગયેલો અબ્દુલ કુંજુ એક ડૉક્ટરની કેબિનમાંથી બહાર આવી રહ્યો હતો ત્યારે છોટા રાજન ગેંગના એક માણસે વીજળીવેગે રિવોલ્વર કાઢીને એના પર પોલીસની હાજરીમાં જ ગોળીબાર કર્યો.
‘સુરતના રાંદેર વિસ્તારમાં પોલીસની ગોળીથી કમોતે મરેલો એ યુવાન આલમઝેબ હતો, જેના કારણે દાઉદ ઈબ્રાહીમની ઊંઘ હરામ થઇ ગઈ હતી સમદ ખાન, અમીરજાદા અને આલમઝેબે શબ્બીર ઈબ્રાહીમને ખતમ કરવા જે રસ્તો અપનાવ્યો હતો એનું દાઉદે સુરતમાં પુનરાવર્તન કર્યું હતું. ...Read Moreકે દાઉદે આલમઝેબનું કાસળ કાઢવા માટે બહુ તકલીફ લીધી નહોતી. અમીરજાદા અને સમદ ખાનને પતાવવા માટે દાઉદે પાણીની જેમ પૈસા વેરવા પડ્યા હતા, પણ આલમઝેબને અવ્વલ મંજિલે પહોંચાડવા માટે દાઉદે મામૂલી રકમ ખર્ચવી પડી હતી.
૧૯૮૬ની ૯ ડિસેમ્બરે કરીમલાલાનો ભાઈ અને સમદનો પિતા અબ્દુલ રહીમ ખાન શેરખાન દક્ષિણ મુંબઈમાં પોતાની કારમાં ઘરેથી પોતાની હોટેલ તરફ જઈ રહ્યો હતો ત્યારે એની કાર સાથે એક કાર અથડાઈ. રહીમ ખાન હજી તો કંઈ સમજે એ પહેલાં તો ...Read Moreઅને તલવારો સાથે ગુંડાઓએ એને ઘેરી લીધો અને એને ત્યાં જ ખતમ કરી નાખ્યો.
ડીઆરઆઈના અધિકારીઓએ વર્દાનો રૂપિયા ૪૬ લાખનો સ્મગલિંગનો સામાન પકડીને તેની ધરપકડ કરી ત્યારે બીજી બાજુ મુંબઈમાં ડૅપ્યુટી પોલીસ કમિશનર વાય.સી.પવાર વર્દાનું સામ્રાજ્ય તહસનહસ કરી રહ્યા હતા. વર્દાના એક પછી એક ‘ધંધા’ સંકેલાઈ રહ્યા હતા.
બીજા દિવસે પોલીસ ઑફિસર ફ્રેન્ડ પાસેથી અમને ખબર પડી હતી કે પપ્પુ ટક્લાને દુબઈ જવાનું થયું હતું. એણે અંડરવર્લ્ડ સાથે સીધો નાતો તોડી નાખ્યો હતો. એમ છતાં એ કોઈ ‘નાનાં-મોટાં’ આડાં-અવળાં કામ કરી લેતો હશે એવું અનુમાન અમે કર્યું, ...Read Moreઅમારા પોલીસ ઑફિસર ફ્રેન્ડે પપ્પુ ટકલા વિશે અમને જે શબ્દો કહ્યા એ સાંભળીને અમે ચોંકી ગયા. પપ્પુ ટકલા ફરી અંડરવર્લ્ડમાં ઊંડો ઊતરી રહ્યો હતો. પોલીસ ઑદફિસર ફ્રેન્ડે કહ્યું કે પપ્પુ ટકલાને જાહેર જગ્યામાં મળવાનું ટાળજો. એ પછી તેમણે એવી સાવચેતી રાખવા માટે જે કારણ કહ્યું એ સાંભળીને અમારા રુંવાડાં ઊભાં થઈ ગયાં!
બાબુ રેશિમને બાતમી મળી હતી કે તેને પોલીસ લોકઅપમાં જ મારી નાખવાની યોજના વિજય ઉત્તેકરે ઘડી હતી. તેણે પોલીસ લોકઅપમાં સુરક્ષા મેળવવા ધમપછાડા કર્યા હતા, પણ તેની વાત પોલીસે કાને ધરી નહોતી.
બાબુ રેશિમને મળેલી બાતમી સાચી ઠરી હતી. ૫ ...Read More૧૯૮૭ના દિવસે સવારના સાડા અગિયાર વાગ્યે વિજય ઉત્તેકર અડધો ડઝન ગુંડાઓ સાથે જેકબ સર્કલ પોલીસ લોકઅપમાં ધસી આવ્યો.
દાઉદના આશીર્વાદથી જ મહેશનું ખૂન થયું છે એવી ખબર પડી ત્યારે અરવિંદ ધોળકિયા મરણિયો બનીને દાઉદને હંફાવવા મેદાને પડ્યો હતો. રમા નાઈક અને અરુણ ગવળીને પણ ઠેકાણે પાડી દેવાનું ઝનૂન એના દિમાગમાં સવાર થઇ ગયું હતું. પણ અરવિંદ ધોળકિયા ...Read Moreઆ જાની દુશ્મનોને ખતમ કરે એ અગાઉ દાઉદે અરવિંદ ધોળકિયાને પતાવી દેવાનો આદેશ આપ્યો હતો.
‘દાઉદ ઈબ્રાહીમ સામે બદલો લેવાના ઝનૂન સાથે રમા નાઈકે સોગંદ ખાધા: ‘હું રમાશંકર નાઈક, દાઉદનું અને એની ગેંગનું નામોનિશાન નહીં મિટાવી દઉં ત્યાં સુધી ચેનથી બેસીશ નહીં.’
રમા નાઈકની એ પ્રતિજ્ઞા સાથે જ અરુણ ગવળી, પાપા ગવળી અને રમાના અન્ય ...Read Moreસાથીદારોએ દાઉદ સાથે છેડો ફાડી નાખ્યો. રમા નાઈક અને ગવળી બંધુઓ ઝનૂનપૂર્વક દાઉદ ઈબ્રાહીમની સામે પડ્યા. રમા નાઈકે દાઉદ શરદ શેટ્ટીને પતાવી દેવાની નિષ્ફળ કોશિશ કરી. રમા નાઈકનું ઝનૂન જોઈને શરદ શેટ્ટી મુંબઈ છોડીને દુબઈ ભેગો થઇ ગયો. એટલે દાઉદને વધુ એક ફટકો પડ્યો.
દુબઈ જઈને દાઉદ સાથે સમાધાન કરીને મુંબઈ પાછો ફરેલો મહમ્મદ કાલિયા વિચારતો હતો કે હવે પોતે શાંતિથી જીવી શકશે પણ તે એરપોર્ટની બહાર નીકળ્યો એ સાથે તેને જિંદગીનો સૌથી મોટો આઘાત લાગ્યો. તે કંઈ વિચારી શકે એ પહેલા તો ...Read Moreછાતીમાં કોઈએ ગરમ સીસું ઉતારી દીધું હોય એવી વેદના એને થઈ. એ થોડો પાછળ ધકેલાયો. એની સામે પિસ્તોલ સાથે અનેક ગુંડાઓ આવી ગયા.
સતીશ રાજે દક્ષિણ મુંબઈની ફાઈવસ્ટાર હોટલમાંથી બહાર નીકળ્યો. તે પોતાની ઈમ્પોર્ટેડ હોન્ડા એકોર્ડ કારમાં ગોઠવાયો અને એણે ડ્રાઈવરને પરેલ વિસ્તારમાં પોતાના ઘર તરફ કાર હંકારવા કહ્યું. કાર થોડી આગળ વધી એ સાથે જ એને શંકા ગઈ કે એનો પીછો ...Read Moreરહ્યો છે. એણે ડ્રાઈવરને વધુ ઝડપથી કાર હંકારવા કહ્યું. એની પાછળ એક બ્લેક ફિયાટ કાર આવી રહી હતી, મહમ્મ્મદ અલી રોડ ઉપર સિગ્નલ પાસે સતીશ રાજેની કાર આગળ નીકળી ગઈ એ જ વખતે સિગ્નલની રેડ લાઈટ થઇ ગઈ અને બ્લેક ફિયાટ કારની આગળ એક ટેક્સી આવી જતાં બ્લેક ફિયાટ કાર સિગ્નલ પહેલાં ઉભી રહી ગઈ.
‘દાઉદ ગેંગે અશોક જોશી સહિત પાંચ ગુંડાઓને ઢાળી દીધા એથી ગવળીબંધુઓને જબરદસ્ત ફટકો પડ્યો હતો, પણ અશોક જોશીના કમોતની કળ વળી એટલે ગવળીબંધુઓ પોતાનું નેટવર્ક મજબૂત બનાવવા મંડી પડ્યા હતા. ગવળીબંધુઓ પાસે સદા પાવલે, ગણેશ વકીલ અને તાન્યા કોળી ...Read Moreખેપાની ત્રિપુટી ભેગી થઇ ગઈ હતી. એ સિવાય વિજય ટંડેલ અને સુનીલ ઘાટે જેવા તરવરિયા જુવાનિયા શાર્પ શૂટર તરીકે તૈયાર થઇ ગયા હતા...’
ધોળકિયાની ચેમ્બરમાં જઈને ધોળકિયાના ખભે હાથ મૂકીને એને દોસ્તની જેમ બહાર લઈ જનારા ચાર યુવાનો શાર્પ શૂટર્સ હતા!
અરવિંદ ધોળકિયા દાઉદના મહત્ત્વના સાથીદાર સતીશ રાજેની હત્યા પછી થોડો નિશ્ચિત બન્યો હતો. રાજેની હત્યાને કારણે દાઉદને મોટો ફટકો પડ્યો હતો. એટલે ...Read Moreતત્કાળ તો શાંત બેસી રહેશે એવી ગણતરી ધોળકિયાએ માંડી હતી.
સમય : ૨૩ ઓગસ્ટ, ૧૯૮૯ની બપોર.
સ્થળ : જુહુની ફાઈવસ્ટાર હોટેલ ‘સન એન્ડ સેન્ડ’.
પાત્રો: રમેશ હેમદેવ ઉર્ફે લલ્લુભાઈ, ફિલ્મ નિર્માતા ગણેશ, બૉલીવુડના ટોચના એક ફિલ્મસ્ટારનો ભાઈ, એક વિવાદાસ્પદ ફિલ્મનિર્માતા, કોન્ટ્રેકટર મારુતિ જાધવ અને દિલીપ નાઈક.
જુહુની ફાઈવસ્ટાર હોટેલ ‘સન એન્ડ સેન્ડ’ ...Read Moreઆલીશાન રેસ્ટોરાંમાં જમતાં જમતાં રમેશ હેમદેવ ઉર્ફે લલ્લુભાઈ આણિ મંડળી ‘બિઝનેસ’ની વાતો કરી રહી છે.
‘આગળની વાત કરતાં પહેલાં હું તમને અમર નાઈક અને એના ભાઈ અશ્વિન નાઈક વિશે થોડી માહિતી આપી દઉં,’ પપ્પુ ટકલાએ કહ્યું, ‘અમર નાઈકના પિતા મારુતિ નાઈક સીધાસાદા ખેડૂત હતા, પણ અમર નાઈકને સીધીસાદી જિંદગીમાં અને મહેનત કરીને મળતા બે ...Read Moreરોટલામાં રસ નહોતો. કિશોરાવસ્થાથી જ એ આડી લાઈને ચડી ગયો હતો. એને ચિક્કાર પૈસા કમાવા હતા અને લોકો પોતાનો પડ્યો બોલ ઝીલે એવું એ ઈચ્છતો હતો. એની આ મહત્વકાંક્ષા એને અંડરવર્લ્ડ તરફ દોરી ગઈ હતી, એનાથી ઉલટું, એનો નાનો ભાઈ અશ્વિન નાઈક શાંત સ્વભાવનો હતો.
મુંબઈ પોલીસની ટીમે લોખંડવાલા કોમ્પલેકસની ‘ગાર્ડન વ્યૂ’ સોસાયટીના ફલેટનો દરવાજો તોડ્યો એ સાથે અંદરથી ગોળી છૂટવાનો અવાજ આવ્યો એટલે પોલીસ અધિકારીઓ એકદમ એલર્ટ થઈ ગયા. ફ્લેટના ડ્રોઈંગરૂમમાં અંધારું હતું. હાથમાં ટોર્ચ અને રિવોલ્વર સાથે પોલીસ અધિકારીઓ ફ્લેટના ડ્રોઈંગ રૂમમાં ...Read Moreએમણે સાવચેતીપૂર્વક તપાસ આદરી. ‘ગાર્ડન વ્યુ’ સોસાયટીનો એ ફ્લેટ બે બેડરૂમનો હતો. લિવિંગ રૂમ, કિચન અને એક બેડરૂમમાં પોલીસે તપાસ કરી પણ કંઈ દેખાયું નહીં, બીજા બેડરૂમનો દરવાજો બંધ હતો. પોલીસે દરવાજો ઠપકારીને અંદર જે હોય એને બહાર આવવા આદેશ આપ્યો પણ અંદરથી કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં. છેવટે પોલીસ ટીમે એ દરવાજો પણ તોડી નાખ્યો. એ બેડરૂમમાં પણ અંધારું હતું.
અંડરવર્લ્ડકથાને થોડીવાર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફ વાળી. અંડરવર્લ્ડ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કનેકશનની વાત કરતા વળી એકવાર પપ્પુ ટકલાના ચહેરા પર ચમક આવી ગઈ.
તેણે એની જિંદગીની કિતાબનું એક વધુ પાનું અમારી સામે ખુલ્લું મૂકતા કહ્યું, ‘અંડરવર્લ્ડમાં ગયા પહેલા હું ...Read Moreઅને વાર્તાઓ લખતો હતો. મેં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ નસીબ અજમાવી જોયું હતું. એ વખતે સલીમ-જાવેદનેય ટક્કર મારે એવા પ્લોટ મારી પાસે હતા, પણ કોઈ નિર્માતા કે દિગ્દર્શકે મારી સ્ટોરીમાં રસ દાખવ્યો નહીં.
‘આ દરમિયાન દાઉદને બીજો પણ એક ભારે ફટકો પડ્યો. મુંબઈમાં દાઉદ ગેંગની ધાક જમાવવામાં મહત્વનો રોલ કરનાર શાર્પ શૂટર મહેન્દ્ર ડોળસ ઉર્ફે માયા મુંબઈ પોલીસના હાથમાં ઝડપાઈ ગયો. માયા ડોળસ સામે મુંબઈમાં એક ડઝન મર્ડર કેસ નોંધાયા હતા. માયા ...Read Moreધરપકડ કરીને મુંબઈ પોલીસે એને ઔરંગાબાદની જેલમાં મોકલી આપ્યો. માયા ડોળસની ધરપકડને કારણે અરુણ ગવળીની છાવણીમાં ઉત્સાહ ફેલાયો. માયા ડોળસ મુંબઈમાં અરુણ ગવળીના ગુંડાઓ સહિત કુલ ૧૨ વ્યક્તિઓના મર્ડર કરી ચૂક્યો હતો.
‘આપ કિસી કો, ભી ભેજ દો. પૈસા મિલ જાયેગા. એડ્રેસ લિખ લો, ‘સ્વાતિ’ એપાર્ટમેન્ટ એ વિંગ, યુનિટ ફાઈવ, લોખંડવાલા કોમ્પ્લેક્સ, સ્વામી સમર્થનગર, અંધેરી વેસ્ટ. ફોન નંબર ભી લિખ લો : સિક્સ ટુ સિક્સ ડબલ સિક્સ સિક્સ ઝીરો.’
પપ્પુ ટકલા મોબાઈલ પર વાત કરી રહ્યો હતો ત્યારે પોલીસ ઓફિસર મિત્રની આંખમાં શંકા વંચાતી હતી. અમે એમની સામે પ્રશ્નાર્થભરી નજરથી જોયું એટલે તેઓ ધીમેથી બોલ્યા, ‘આ માણસ વળી જાકુબના ધંધા કરવા માંડ્યો લાગે છે.’
તેઓ આગળ કંઈક બોલવા જતા ...Read Moreત્યાં પપ્પુ ટકલાએ મોબાઈલ પર વાત પૂરી કરી અને એ અમારી પાસે આવ્યો એટલે એમણે ચુપકીદી સાધી લીધી. પપ્પુ ટકલા થોડો અસ્વસ્થ થઇ ગયો હોય એવું અમને લાગ્યું, પણ એણે અમારી સામે ગોઠવાઈને ફરી વાર અંડરવર્લ્ડ ક્થાનો દોર સાધી લીધો.
‘ગવળી ગેંગના સિનિયર સિનિયર મેમ્બર નામદેવ સાતપુતેની હત્યા પછી અરુણ ગવળીએ બદલો લેવા માટે દાઉદના બનેવી ઈબ્રાહિમ પારકરને કોળીએ ખતમ કરવાનો આદેશ આપ્યો. એ પછી થોડા દિવસોમાં જ ગણેશ વકીલ, સદા પાવલે અને તાન્યા કોળીએ શૈલેષ હલદનકર અને ...Read Moreપાલવ નામના બે શૂટરને તૈયાર કર્યા. શૈલેષ હલદનકર અને નંદુ પાલવેએ મુંબઈના નાગપાડા વિસ્તારમાં એક રેસ્ટોરાંમાં ધસી જઈને દાઉદના બનેવી ઇબ્રાહિમ પારકરને મારી નાખ્યો.
જે.જે. માર્ગ હોસ્પિટલમાં પોલીસની ગોળીઓથી ઘવાયેલા શૂટરને કારણે દાઉદ ગેંગની હાલત પણ કફોડી થઇ હતી. એ શૂટર બીજો કોઈ નહી પણ સાવત્યા હતો. ઘવાયેલા સાવત્યાને સારવાર અપાવવા માટે દાઉદ ગેંગના બીજા શૂટરો મુંબઈમાં અહીંથી તહીં ભટકી રહ્યા હતા. ગમે ...Read Moreપોલીસના હાથમાં ઝડપાઈ જવાનો ડર હતો. અને સાવત્યાને પડતો મૂકી દેવાય એવી સ્થિતિ નહોતી.
શ્રીકાંત રાયના પેટમાંથી ગોળી કાઢી લેવાઈ. હોસ્પિટલમાં બીજા કોઈને શંકા ન જાય એ માટે ગુજરાતી બિલ્ડર અને પેલા ડોકટરે એવું તૂત ચલાવ્યું કે શ્રીકાંત રાય પેલા ગુજરાતી બિલ્ડરના ખેતરમાં મજુરી કરે છે.અને અનાયાસે એને ગોળી વાગી છે.
વચ્ચે અટકીને પપ્પુ ટકલાએ વધુ એક બ્લેક લેબલ લાર્જનો ઓર્ડર આપ્યો. આ એનો ચોથો પેગ હતો. ચેઈન સ્મોકર પપ્પુ ટકલાએ વધુ એક ફાઈવફાઈવફાઈવ સળગાવતાં કહ્યું, ‘આ ટાઈગર મેમણ વિશે થોડી વાતો તમારા વાચકોને કહેવા જેવી છે. ઈબ્રાહિમ ઉર્ફે મુસ્તાક ...Read Moreટાઈગર મેમણ ઊંધી ખોપડીનો જુવાનિયો હતો એટલે એને સીધા ધંધામાં ક્યારેય રસ પડ્યો નહોતો. કચ્છી સુન્ની મુસ્લિમ અબ્દુલ રઝાક મેમણના ઘરે જન્મેલો મુસ્તાક ઉર્ફે ટાઈગર બી.કોમ. થઈને મેમણ કો-ઓપરેટિવ બેંકમાં કલાર્ક તરીકે નોકરીએ વળગી ગયો હતો.
મુંબઈનાં કોમી રમખાણો અને સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ વિશે વાત આટોપીને પપ્પુ ટકાલાએ કહ્યું, ‘મુંબઈનાં રમખાણો અને સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ વિશે તમે અલગ સિરીઝ બનાવી શકો એટલી માહિતી હું તમને આપી શકું એમ છું, પણ તમારી સિરીઝ ગેંગવોર પર આધારિત ...Read Moreએટલે મુંબઈનાં રમખાણો અને સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સની વધુ વિગતોમાં ઊંડા ઊતર્યા વિના એનો જરૂર પૂરતો જ ઉલ્લેખ કરીને આપણે આગળ વધીએ.’
મુંબઈના કોમી રમખાણો અને સીરીઅલ બોમ્બ બ્લાસ્ટ્સને કારણે દાઉદ ગેંગને ઉપરાછાપરી ફટકા પડી રહ્યા હતા ત્યારે સાથે સાથે સર જે.જે. શૂટઆઉટ કેસમાં દાઉદ ગેગને મદદરૂપ બનનારા ભીવંડી મ્યુનિસિપલ પ્રેસીડેન્ટ જે. સૂર્યારાવ અને ઉલ્લાસનગરના વિધાનસભ્ય પપ્પુ કાલાણીની મુંબઈ પોલીસે ટાડા ...Read Moreધરપકડ કરી હતી. દાઉદે ઇબ્રાહિમે અરુણ ગવળી, મુંબઈ પોલીસ અને છોટા રાજન ગેંગ સામે એક નવો મોરચા સંભાળવાનો વારો આવ્યો હતો.
‘મુંબઈમાં સિરિઅલ બોમ્બ બ્લાસ્ટને કારણે મુંબઈ પોલીસે દાઉદ ગેંગ પર ભીંસ વધારી દીધી. એટલે મુંબઈમાં દાઉદની પ્રવૃત્તિઓને બ્રેક વાગી હતી.’ પપ્પુ ટકલાએ ફાઈવફાઈવફાઈવનો ઊંડો કશ ખેંચતા કહ્યું, ‘પણ દાઉદ ગેંગ ઠંડી પડી એટલે અમર નાઈક અને અરુણ ગવળીનું જોર ...Read Moreહતું. અને વર્ચસ્વ જમાવવા માટે એ બંને ગેંગ વચ્ચે જામી પડી હતી. અમર નાઈક વિદેશ જતો રહ્યો હતો અને અરુણ ગવળી જેલમાં ધકેલાઈ ગયો હતો, પણ અમર નાઈકની ગેરહાજરીમાં એનો ભાઈ અશ્વિન નાઈક તૈયાર થઇ ગયો હતો.
‘સ્મગલિંગની દુનિયાનો આ ચિતાર તમને એટલા માટે આપી રહ્યો છુ કે સ્મગલિંગના નેટવર્કને અને બોમ્બ બ્લાસ્ટ્સ માટે આરડીએક્સના લેન્ડિંગ અને એને કારણે દાઉદ ગેંગની ટેમ્પરરી પડતીનો સીધો સંબંધ છે. અને આ બધાની કડી મુંબઈની લોહિયાળ ગેંગવોર સુધી પહોંચે છે.’ ...Read Moreમાહિતી આપીને પપ્પુ ટકલાએ ફરી વાતનો દોર સાધ્યો, ‘મુંબઈમાં બોમ્બધડાકા માટે મહારાષ્ટ્રમાં શ્રીવર્ધનના દરિયાકિનારે આરડીએક્સનું કન્સાઇન્મેન્ટ ઊતર્યું એ ઓપરેશન પણ આવું જ એક ઓપન સિક્રેટ ઓપરેશન હતું.
પોલીસ ઓફિસર મિત્ર દિલ્હીથી આવી ગયા પછી પપ્પુ ટકલા સાથે અમારી નવી મુલાકાત યોજાઈ હતી. આ વખતે અમે પપ્પુ ટકલાના ઘરે મળ્યા હતા. પપ્પુ ટકલાએ એરપોર્ટ પાસે ફાઈવસ્ટાર હોટેલ લીલા કેમ્પેન્સ્કીના બારમાં બેસવાનો આગ્રહ રાખ્યો હતો. પણ પોલીસ ઓફિસર ...Read Moreસલૂકાઈથી એ સૂચન પડતું મુકાવ્યું હતું. પપ્પુ ટકલાને મળવામાં પોલીસ ઓફિસર મિત્ર આટલા સાવચેત કેમ બની ગયા હતા એનું કારણ અમે હજી જાણી શક્યા નહોતા. પોલીસ ઓફિસર મિત્રએ એટલું જ કહ્યું હતું કે પપ્પુ ટકલા પાછો આડી લાઈને ચડી ગયો છે.
‘તુમ તો મેરે છોટે ભાઈ હો,’ પુણેની યરવડા જેલમાં એક રીઢો ગુંડો અંડરવર્લ્ડના બે નવા નિશાળિયાઓને કહી રહ્યો હતો, ‘યહાં સે નિકલને કે બાદ મૈ તુમ દોનો કી લાઈફ બના દૂંગા.’
‘ભાઈ આપ કો કોર્ટ મેં કલ જમાનત મિલ જાયેગી ...Read Moreનવા નિશાળિયા ગુંડાઓમાંથી એકે ચિંતિત અવાજે પૂછ્યું.
‘જમાનત મિલે યા ન મિલે અપન કો ક્યા ફરક પડતા હૈ?‘ રીઢા ગુંડાએ હસતાં હસતાં કહ્યું, પણ એવું બોલતી વખતે એને બીજા દિવસે શું બની શકે એની કલ્પના નહોતી.
૧૯૯૪માં આ રીતે ૨૯ બિલ્ડરો અને વેપારીઓ અમર નાઈક, અરુણ ગવળી, છોટા રાજન કે દાઉદ ઇબ્રાહિમ ગેંગના શૂટરોની ગોળીના નિશાન બન્યા હતા.’
કડકડાટ બોલી રહેલો પપ્પુ ટકલા વચ્ચે થોડી વાર અટક્યો. એણે બ્લેક લેબલનો નવો પેગ બનાવ્યો અને નવી ફાઈવફાઈવફાઈવ ...Read Moreએ થોડી વાર કોઈ વિચારે ચડી ગયો હોય એવું લાગ્યું. પણ બીજી મીનીટે એણે અમારી સામે જોઇને પૂછ્યું, ‘આપણે ક્યાં પહોંચ્યા હતા?’ પછી વળી એની આદત પ્રમાણે એણે વાતનો દોર સાધી લીધો, ‘૧૯૯૪માં હરીફ ગેંગના ફાઈનાન્સરોને ઉડાવી દેવાનો ખેલ શરુ થયો એ સાથે બીજી બાજુ ખંડણીની ઉઘરાણીના કિસ્સાઓનો ગ્રાફ પણ ધડાધડ ઉંચે જવા માંડ્યો.
બબલુ શ્રીવાસ્તવે મુંબઈમાં અપહરણ કરીને પૈસા પડાવવાનો ખેલ શરૂ કર્યો એથી દાઉદ ઈબ્રાહીમ રોષે ભરાયો હતો. દાઉદથી પણ વધુ ગુસ્સો અબુ સાલેમને આવ્યો હતો.
અબુ સાલેમે બબલુ શ્રીવાસ્તવને ભીડાવવા માટે ઉત્તર પ્રદેશમાં બબલુ ગેંગના ગુંડાઓને ખતમ કરાવવા માંડયાં. પણ બબલુને ...Read Moreવહાવવાને બદલે પૈસા બનાવવામાં વધુ રસ હતો. એણે દિલ્હીનો એક ફોન નંબર ઘુમાવ્યો હતો. એને ખાતરી હતી કે દાઉદ ઇબ્રાહિમને ટાઢો પાડવાનો આ સચોટ રસ્તો હતો...’
“ઉત્તર પ્રદેશ પોલીસથી બચવા માટે બબલુ શ્રીવાસ્તવ દિલ્હી ભાગી ગયો ત્યારે પહેલા એણે રોમેશ શર્માના બંગલામાં અને પછી કુખ્યાત દાઢીધારી તાંત્રિક સ્વામીના બંગલામાં આશ્રય લીધો હતો. બબલુ શ્રીવાસ્તવે દિલ્હીમાં બેઠાં બેઠાં દેશના ટોચના શહેરોના શ્રીમંતો પાસેથી પૈસા પડાવવાનો ‘ધંધો’ ...Read Moreરાખ્યો. આ ગોરખધંધા માટે એણે એક આગવી ટીમ તૈયાર કરી હતી. જે ભવિષ્યના શિકાર વિશે રજેરજ માહિતી મેળવી લાવતી હતી. જે વેપારી કે ઉદ્યોગપતિનું અપહરણ કરીને પૈસા પડાવવાના હોય એ વેપારી કે ઉદ્યોગપતિના ધંધા કે ઉદ્યોગના મૂડીરોકાણ વિશે, ટર્નઓવર વિશે, પ્રોફિટ વિશે અને એની બે નંબરી આવક તથા કુટુંબ અને ફ્રેન્ડસર્કલ વિશે રજેરજ માહિતી બબલુ શ્રીવાસ્તવની ખાસ ટીમ એકઠી કરી આપતી.
છોટા રાજને દુબઈમાં દાઉદ ઇબ્રાહિમને ખતમ કરવાની જવાબદારી એ શૂટર્સને સોંપી. છોટા રાજનના શૂટરોએ દાઉદ ઇબ્રાહિમ પર ગોળીબાર કર્યો, પણ દાઉદ બચી ગયો. એ પછી કરાચી અને આમસ્ટર્ડેમમાં પણ દાઉદની હત્યાના અનેક પ્રયાસ થયા, પણ દાઉદની જિંદગી લાંબી નીકળી ...Read Moreછોટા રાજનના હાથ હેઠા પડ્યા હતા.
‘તમને થતું હશે કે માત્ર માફિયા સરદારોના અહમને કારણે જ મુંબઈમાં અત્યાર સુધીમાં બે હજારથી વધુ હત્યાઓ થઇ હશે. પણ આ બધી ગેંગવોર માત્ર અને માત્ર પોતાનું વર્ચસ્વ સ્થાપીને વધુ કમાણી કરવાની લાહ્યમાં જ શરુ થઇ હતી. ૧૯૫૫ સુધીમાં ...Read Moreવેશ્યાલયો, હવાલા,ખંડણી ઉઘરાણી અને કોન્ટ્રેક્ટ કિલિંગ(સુપારી), ડ્રગ્સ તથા રિયલ એસ્ટેટ અને જુગારના અડ્ડાઓમાંથી રૂપિયા પાંચ હજાર કરોડની કમાણી અંડરવર્લ્ડને થવા માંડી હતી.
‘૧૯૯૫માં અનીસ ઈબ્રાહિમની ધરપકડ વખતે મુંબઈ પોલીસ અને સીબીઆઈના અધિકારીઓ અંધારામાં જ રહ્યા હતા. એમને એટલી ખબર હતી કે અનીસની ધરપકડ થઈ છે. અને એને ભારત લાવી શકાશે. એવી શક્યતા ઉભી થવાથી સીબીઆઈ અને પોલીસ અધિકારીઓ હરખાઈ ગયા હતા. ...Read Moreઅનીસ ઈબ્રાહિમને બહેરીન પોલીસે છોડી મુક્યો એની ખબર એમને મોડે મોડે પડી હતી,’ પપ્પુ ટકલાએ ઈમ્પોર્ટેડ લાઈટર હાથમાં રમાડતાં પૂરક માહિતી આપતા કહ્યું, ‘બીજી બાજુ મુંબઈમાં છોટા શકીલના સાથીદારો અને અનીસ તથા અબુ સાલેમના સાથીદારો સામસામે આવી ગયા હતા.
પોલીસ ઓફિસર મિત્રએ અમને સલાહના સૂરમાં કહ્યું કે અપ્પુ ટકલા પાસેથી હવે શક્ય એટલી વધુ માહિતી શક્ય એટલા ઓછા સમયમાં લઈ લેવાની કોશિશ કરજો!
પોલીસ ઓફિસર મિત્રનો ઈશારો અમારી સમજમાં આવ્યો હતો, પણ પપ્પુ ટકલા અંડરવર્લ્ડકથા પોતાની આગવી સ્ટાઈલથી કહેતો ...Read Moreઅને એના મૂડ પ્રમાણે એની વાત કહેવાની સ્ટાઈલ જુદી જુદી રહેતી હતી.
મોહન કુકરેજાએ ક્લોઝ સર્કીટ ટીવીના સ્ક્રીન પર જોયું કે સશસ્ત્ર યુવાનો એમના ભાઈ ઓમપ્રકાશ કુકરેજા અને ભત્રીજા આનંદ કુકરેજા પર અંધાધુધ ગોળીબાર કરી રહ્યા છે. ઓમપ્રકાશ કુકરેજા અનેક ગોળીઓથી વિધાઈ ગયા. આનંદ કુકરેજા એક ટેબલ પાછળ પડી ગયો. પણ ...Read Moreઅગાઉ એક ગોળી એની આંખમાં અને બીજી ગોળી એના ડાબા હાથમાં ઘુસી ગઈ. સશસ્ત્ર યુવાનોને મોહન કુકરેજાની ગેરહાજરીનો અંદાજ ન આવ્યો. તેઓ ‘કામ તમામ’ કરીને ઓફીસ બહાર નીકળીને મારુતિવેનમાં ગોઠવાયા અને નાસી છૂટ્યા.
‘ઈન્ડિયન એરલાઈન્સની સામે સ્પર્ધામાં આગળ વધી રહેલી ઈસ્ટ-વેસ્ટ એરલાઈન્સ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર તકીઉદ્દીન વહીદ ૧૯૯૫ના એપ્રિલની ૧૯મી તારીખે દિવસભર અનેક મીટીંગમાં વ્યસ્ત હતા. સાંજે તેઓ પોતાની ઓફિસથી ઘરે જવા નીકળ્યા એ અગાઉ તેમણે ફોન પર વાતો કરવામાં થોડો સમય ...Read Moreઈન્ડિયન એરલાઈન્સની અત્યંત ખરાબ સર્વિસને કારણે વધુ ને વધુ ઉતારુઓ ઈસ્ટ-વેસ્ટ એરલાઇન્સન તરફ આકર્ષાઈ રહ્યા હતા.
‘મુંબૈયા ગેંગવોરને અત્યંત લોહિયાળ બનાવનાર અને સલામત ગણાતા મુંબઈ શહેરને અસલામત બનાવવામાં સિંહફાળો આપનાર છોટા શકીલ વિશે માંડીને વાત ન કરો તો અંડરવર્લ્ડ કથા અધૂરી ગણાય.’ બ્લેક લેબલ વ્હિસ્કીનો વધુ એક ઘૂંટ મોંમાં ઠાલવવા અટક્યા પછી પપ્પુ ટકલાએ કહ્યું, ...Read Moreદાઉદ ઈબ્રાહિમ જ્યાં મોટો થયો હતો એ ટેમકર સ્ટ્રીટમાં જ છોટા શકીલ ઉછર્યો હતો. એના પિતા બાબુ શેખ ટેમકર સ્ટ્રીટના એક ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરીને મહેનતની રોટી ખાતા હતા. પણ એમના દીકરા શકીલને બાપની જેમ મહેનત કરીને બે ટંકની રોટી કમાવવામાં રસ ન પડ્યો.
પોલીસ ઓફિસર મિત્રએ ગુંડાઓને ગોળીએ દેવાની વાત કરી એથી પપ્પુ ટકલાના ચહેરા પર અણગમાની લાગણી તરી આવી. પણ તરત જ એણે ચહેરા પરથી એ ભાવ ખંખેરી નાખ્યો અને એની વાતનો તંતુ પકડી લીધો, ‘દાઉદ ઈબ્રાહિમે અમર નાઈક ગેંગ સાથે ...Read Moreમિલાવ્યા અને છોટા રાજને અરુણ ગવળી ગેંગ સાથે સમજૂતી કરી એ પછી બળતામાં ઘી હોમાયા જેવો ઘાટ થયો. દાઉદ ઇબ્રાહિમ ડ્રગ સ્મગલિંગમાં સક્રિય બન્યો હતો અને એ માટે એને અમર નાઈક ગેંગની મદદ મળી હતી. તો દાઉદની ડ્રગ સ્મગલિંગની સિન્ડીકેટ તોડી પાડવા માટે છોટા રાજન અને અરુણ ગવળી સક્રિય બન્યા હતા.
ઈરફાન ગોગા કરાચીથી પાછો દુબઈ આવ્યો ત્યારે તેને ખબર પડી કે તેની પ્રેમિકા અર્ચના બબલુ શ્રીવાસ્તવ પાસે જતી રહી છે! તે ઉશ્કેરાઈ ગયો અને તેણે બબલુને કોલ કરીને બેફામ ગાળો આપી. સામે બબલુએ પણ તેની સાથે એવી જ ભાષામાં ...Read Moreકરી.
ઈરફાન ગોગા એ વખતે તો ગમ ખાઈને બેસી ગયો, પણ બીજા જ દિવસથી એ નહાઈ-ધોઈને બબલુ શ્રીવાસ્તવની ગેંગ પાછળ પડી ગયો. એમાં એને અબુ સાલેમની મદદ મળી. સાલેમની મદદથી તેણે લખનૌની સેશન્સ કોર્ટમાં બબલુ શ્રીવાસ્તવના એક મહત્વના સાથીદારને ખતમ કરવી નાખ્યો.
દાઉદના સોનાના કન્સાઈન્મેન્ટ પકડાવવાની સાથે છોટા રાજન દાઉદનો ડ્રગ્સનો જથ્થો પકડાવવા માટે પણ ખૂબ સક્રિય બન્યો હતો. એણે દાઉદ સાથે સંકળાયેલા ડ્રગ સ્મગલર્સના કેટલાક માણસોને ફોડી નાખ્યા અને એમના દ્વારા તે પોલીસને ખબર પહોંચાડતો રહેતો હતો. બીજી બાજુ એણે ...Read Moreઈબ્રાહિમના મજબુત આર્થિક આધાર સ્તંભ સમા ડ્રગ સ્મગલર અસલમ ભટ્ટી, યાકુબ ભટ્ટી, હાજી મકબૂલ, હાજી અશરફ અને હાજી ઉમરને પોતાની સાથે લઇ લીધા હતા. જોકે એઝાઝ પઠાણ, ઇકબાલ મિર્ચી, ખાલિદ પહેલવાન અને ઈરફાન ગોગા જેવા ડ્રગ સ્મગલર્સ દાઉદને વફાદાર રહ્યા હતા.
‘દાઉદનો દોસ્ત ડ્રગ માફિયા ઈકબાલ મેમણ ઉર્ફે ઈકબાલ મિર્ચી પોતાના જ સાથીદાર શેરુની હત્યાની યોજના અમલમાં મૂકે એ અગાઉ તો એ ઇન્ટરપોલના હાથમાં ઝડપાઈ ગયો. ઇન્ટરપોલના અધિકારીઓએ મિર્ચીને લંડનથી લીડ્ઝ વચ્ચે લંડનથી ચાલીસ માઈલ દૂર બેડફર્ડમાં પોતાની ફાઈન ફિલ્ડ્સ ...Read Moreમિલમાંથી પકડી પાડ્યો એ સમાચાર મુંબઈ પોલીસને મળતાં મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ રાજીના રેડ થઇ ગયા હતા,
બોમ્બ બ્લાસ્ટ કેસનો આરોપી અને ડ્રગ સ્મગલર ઈકબાલ મિર્ચી ઇન્ટરપોલના હાથમાં ઝડપાઈ ગયો એનો આનંદ મુંબઈ પોલીસ અને છોટા રાજન વધુ સમય માણી ન શક્યા. ઈકબાલ મિર્ચી ઇંગ્લેન્ડના મોટા વકીલોની મદદથી કાનૂની આંટીઘૂંટી અજમાવીને છૂટી ગયો અને મુંબઈ પોલીસ ...Read Moreઘસતી રહી ગઈ. પણ એથી નિરાશ થવાને બદલે છોટા રાજને દાઉદના બીજા ડ્રગ સ્મગલર્સ મિત્રોને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું. છોટા રાજને બબલુ શ્રીવાસ્તવની મદદથી દાઉદના ડ્રગ સ્મગલર મિત્રોના ઘણા માણસોને ફોડી નાખ્યા.
યુવતી તેના ઘરમાં ઘૂસી આવેલા યુવાનના હાથમાંથી છટકવા માટે હવાતિયાં મારવા માંડી, પણ સશક્ત યુવાનના હાથમાં ભીંસાયેલો એનો નાજુક દેહ લાચાર બની ગયો. યુવાનના હાથની ભીંસ એના ગળા ઉપર વધતી ગઈ. યુવતીના મોંમાંથી અવાજ પણ નીકળી શક્યો નહીં. થોડી ...Read Moreએનો દેહ નિશ્ચેતન બની ગયો. યુવાને યુવતીના નિર્જીવ બની ગયેલા શરીરને ડ્રોઈંગ રૂમમાં સોફા ઉપર પડેલા દુપટ્ટાની મદદથી પંખા નીચે લટકાવી દીધું. પછી બીજી પળે એ ત્યાંથી રફૂચક્કર થઈ ગયો.’
છોટા રાજન અને બબલુ શ્રીવાસ્તવને દાઉદ ઈબ્રાહીમ ઉપરાઉપરી ફટકા મારી રહ્યો હતો એનો જવાબ વાળવા માટે છોટા રાજન અને બબલુ શ્રીવાસ્તવ વિચારી રહ્યા હતા ત્યાં જ બબલુ અને રાજનને વધુ એક ફટકો પડ્યો. ઈન્ટરપોલના અધિકારીઓએ બબલુ શ્રીવાસ્તવને સિંગાપોર એરપોર્ટમાં ...Read Moreપાડ્યો, બબલુ શ્રીવાસ્તવની ધરપકડ બાદ કાનૂની કાર્યવાહી પૂરી કરીને ભારત લાવવામાં આવ્યો. ભારતમાં એને પહેલાં દિલ્હીની તિહાર જેલમાં અને પછી નૈની જેલમાં ધકેલી દેવાયો.
મુંબઈના જોગેશ્વરી ઉપનગરના દુર્ગાનગર વિસ્તારની એક ચાલીમાં સવારના પાંચ કલાકે ઘડિયાળનું એલાર્મ વાગ્યું એ સાથે ઝબકીને ઉઠી ગયેલા યુવાને એલાર્મ બંધ કરી દીધું. જોકે તો પણ ચાલીમાં એની સાથે રહેતો બીજો યુવાન જાગી ગયો હતો. એણે સહેજ અણગમાથી રૂમ ...Read Moreસામે જોયું અને પછી પડખું ફરીને સુવાની કોશિશ કરવા માંડ્યો. એ બંને પોલીસ કોન્સ્ટેબલ હતા. ઉઠી ગયેલો યુવાન ફટાફટ તૈયાર થવા માંડ્યો. પછી ચાલીની એ રૂમના એક ખૂણે કામચલાઉ રસોડું ઊભું કર્યું હતું ત્યાં જઈને એણે રસોઈ મૂકી. બંને યુવાન જાતે જ રસોઈ બનાવી લેતા હતા. યુવાને પ્રાતઃકાર્યો પતાવીને રસોઈ કરી ત્યાં સુધીમાં સાત વાગી ગયા હતા.
“મુંબઈમાં ભાજપના નેતા રામદાસ નાઈકની હત્યા પછી દાઉદ ગેંગ પર ભારે તવાઈ આવી એટલે દાઉદના શૂટર્સને મુંબઈ છોડીને ભાગવાનો વારો આવ્યો. દાઉદે પોતાના શૂટર્સને બેંગલોર અને કાઠમંડુમાં આશરો અપાવ્યો. મુંબઈમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ પછી દાઉદ ઈબ્રાહિમે નેપાળની રાજધાની કાઠમંડુમાં ...Read Moreકરવા માંડ્યો હતો. બબલુ શ્રીવાસ્તવ અને છોટા રાજને પણ એક તબક્કે કાઠમંડુમાં ધામા નાખ્યા હતા. ૧૯૯૩થી કાઠમંડુ અંડરવર્લ્ડની પ્રવૃત્તિઓથી ધમધમવા લાગ્યું. એ વખતે કાઠમંડુમાં એક ખેપાની માણસનું નામ ગાજતું થયું હતું. ઉત્તર પ્રદેશના વતની એવા એ માણસનું નામ મિરઝા દિલશાદ બેગ હતું. દાઉદ ઈબ્રાહીમની નજર એ માણસ પર ઠરી હતી. એ વખતે દાઉદ અને બબલુ શ્રીવાસ્તવ છુટા પડ્યા નહોતા.
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 73 ‘સશસ્ત્ર યુવાનોને પોતાની સામે જોઇને દાઉદ ગેંગના શાર્પ શૂટર ફિરોઝ કોંકણીના ગાત્રો શિથિલ થઇ ગયાં. એના લમણા ઉપર રિવોલ્વર ધરીને ઊભા રહી ગયેલા યુવાનો મુંબઈ પોલીસના કમાન્ડો હતા અને ફિરોઝ ...Read Moreગયો હતો કે ભાગવાની કોશિશ કરવાનો કે પ્રતિકાર કરવાનો કે અર્થ મોતને આમંત્રણ આપવા સમો હતો, ફિરોઝ કોંકણી ચૂપચાપ મુંબઈ પોલીસની ટીમને શરણે થઇ ગયો. દાઉદ ઈબ્રાહીમ અને છોટા શકીલને આ સમાચાર મળ્યા ત્યારે એમને આંચકો લાગ્યો હતો.તો છોટા રાજન અને અરુણ ગવળી ગેંગમાં હરખની લાગણી ફેલાઈ ગઈ હતી. ફિરોઝ કોંકણીની ધરપકડને કારણે દાઉદ ગેંગના બીજા શૂટર્સ પણ ઢીલા પડી
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 74 વિચારધારામાં ખોવાયેલા સલીમ કુત્તાના કાને અચાનક કોઈનાં પગલાંનો અવાજ સંભળાયો એના કાન સરવા થયા, પણ એ આગળ કંઈ વિચારી શકે એ પહેલાં એને અનેક સશસ્ત્ર માણસોએ ઘેરી લીધો! એ સશસ્ત્ર ...Read Moreગુજરાત પોલીસની એન્ટી ટેરરિઝમ સ્કવોડ અને સીબીઆઈના અધિકારીઓ હતા! દિગ્મૂઢ બની ગયેલા સલીમ કુત્તાનો કાંઠલો પકડીને એના બંગલા બહાર ઘસડી જઈને જીપમાં ધકેલી દેવાયો. એ સશસ્ત્ર માણસો ગુજરાત પોલીસની એન્ટી ટેરરિઝમ સ્કવોડ અને સીબીઆઈના અધિકારીઓ હતા! તેઓ સલીમ કુત્તાને લઈને અમદાવાદ ભણી રવાના થયા. સીબીઆઈ અને ગુજરાત પોલીસની એન્ટી ટેરરિઝમ સ્કવોડના અધિકારીઓએ બોમ્બ બ્લાસ્ટ્સ કેસના મહત્વના આરોપી મહમ્મદ સલીમ શેખ
‘દાઉદ ગૅંગના શાર્પ શૂટર સલીમ હડ્ડીએ મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં પડાવ નાખ્યો હતો. ઈન્દોર શહેર સલામત આશ્રયસ્થાન છે, એવું સલીમ હડ્ડી માનતો હતો. પણ મુંબઈ પોલીસની ટીમ સલીમ હડ્ડીનું પગેરું કાઢીને ઈન્દોર પહોંચી ગઈ અને પોલીસે સલીમ હડ્ડીના ઘરમાં ...Read Moreપાડ્યો ત્યારે એના ઘરની દીવાલના પોલાણમાંથી ચાઈનીઝ બનાવટની પિસ્તોલ્સ સહિત શસ્ત્રોનો જથ્થો મળી આવ્યો.
ભારતમાં કોઈ સલામત આશ્રયસ્થાન નથી એવું લાગતાં દાઉદ ઈબ્રાહિમ અકળાયો હતો. એ જ અરસામાં રોમેશ શર્માએ એની સામે એક દરખાસ્ત મૂકી. રોમેશ શર્મા સકળ રાજકારણી બનવા માગતો હતો. એણે આડાતેડા ધંધા કરીને અબજો રૂપિયા બનાવ્યા હતા. પણ એની સત્તા મેળવવાની લાલસા અધૂરી હતી એણે દાઉદની સામે એક દરખાસ્ત મૂકી અને એ દરખાસ્તનું વજન વધારવા કુખ્યાત દાઢીધારી તાંત્રિક સ્વામીની મદદ લીધી.’
‘આ કુખ્યાત દાઢીધારી તાંત્રિક સ્વામી એટલે ચંદ્રાસ્વામી એવું હવે તમારે વાચકોને કહી દેવું જોઈએ. આ ભેદી માણસ વિશે તમે એક અલગ સિરીઝ લખી શકો, પણ આપણે તો એ માણસનું નામ જ્યાં જ્યાં ખરડાયું છે અને એના જેટલી વાતો જાહેર ...Read Moreછે એ જ વાતો કરીએ.’ પપ્પુ ટક્લાએ કહ્યું.
ફાઈવફાઈવફાઈવ પૂરી કરીને બીજી સિગારેટ સળગાવવા માટે નાનકડો બ્રૅક લઈને વાત આગળ ધપાવતાં પપ્પુ ટકલાએ કહ્યું, ‘૧૯૪૯માં રાજસ્થાનના અલવર જિલ્લામાં અચલાદેવી અને ધર્મચંદ જૈનના ઘરે દીકરાનો જન્મ થયો ત્યારે એ દંપતીએ કલ્પના નહીં કરી હોય કે, એમનું એ ફરજંદ દેશના વડા પ્રધાનોને પણ પોતાની આંગળીએ નચાવશે.
‘બબલુ શ્રીવાસ્તવે કાનપુરની સેન્ટ્રલ જેલમાં એક પ્રતિષ્ઠિત અખબારના પત્રકારને એ બધી વાતો કહેવા માંડી જે અગાઉ એ સીબીઆઈના અધિકારીઓને કહી ચૂક્યો હતો, પણ સીબીઆઈના અધિકારીઓએ ‘ઉપર’ના દબાણને કારણે એ બધી માહિતી દબાવી રાખી હતી. બબલુ શ્રીવાસ્તવે એક ટોચના અખબારના ...Read Moreસમક્ષ ઘટસ્ફોટ કર્યો કે ચંદ્રાસ્વામીને દાઉદ ઈબ્રાહિમ સાથે ઘનિષ્ઠ સંબંધ છે અને પોતે દાઉદ સાથે સંકળાયેલો હતો ત્યારે ચંદ્રાસ્વામીના આદેશથી ઘણી હત્યાઓ અને અપહરણો કરાવી ચૂક્યો છે. બબલુ શ્રીવાસ્તવ સિંગાપોરથી પકડાઈ ગયો ત્યારે એની સામે હત્યા, અપહરણ અને ખંડણી ઉઘરાવવા સહિત ચાલીસ કેસ નોંધાયેલા હતા.
‘બબલુના ધડાકાને પગલે ચંદ્રાસ્વામી વિવાદમાં ઘેરાયા એટલે દાઉદ ઈબ્રાહિમ અને રોમેશ શર્મા થોડો સમય ટાઢા પડી ગયા. આ દરમિયાન દાઉદના હવાલા નેટવર્કને પણ ફટકો લાગ્યો હતો, પણ દાઉદની મોટા ભાગની પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહી હતી. બબલુ શ્રીવાસ્તવ જેલમાં ગયો ...Read Moreપછી એણે થોડા સમયમાં જેલમાં બેઠા-બેઠા પોતાની પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી. પણ બબલુના કારાવાસનો લાભ ઉઠાવીને એની ગેંગ ખતમ કરી દેવાની પેરવી દાઉદ ગેંગ દ્વારા શરૂ થઈ ગઈ હતી. ઈરફાન ગોગા, અનીસ ઈબ્રાહિમ અને અબુ સાલેમ બબલુની ગેંગની પાછળ પડી ગયા. પણ બબલુ શ્રીવાસ્તવનો દોસ્ત છોટા રાજન બબલુની વહારે આવ્યો અને એણે ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો. બબલુની ગેંગનું સુકાન છોટા રાજને સંભાળી લીધું. છોટા રાજને દોસ્તી નિભાવીને બબલુની ગેંગના હિત જાળવવાની જવાબદારી ઉઠાવી દીધી હતી.
એ યુવાન અને એના સાથીદારો કદાચ વધુ પડતા આત્મવિશ્વાસથી ‘કામ’ કરતા હતા, પણ પોલીસ અહીં સુધી પહોંચશે નહીં એવી એમની ધારણા ખોટી પડી હતી. હતપ્રભ બની ગયેલા યુવાને અને એના સાથીદારોએ પોલીસને શરણે થઈ જવાનું મુનાસિબ ગણ્યું. એ યુવાન ...Read Moreશરીફ મોહમ્મદ યુસુફ અંસારી હતો અને એની સાથે ઝડપાઈ ગયેલા બીજા પાંચ યુવાન અનવર અહમદ અંસારી, જોગિન્દરજંગ બહાદુરસિંહ, રિયાઝુદ્દીન નાઝીર, અબ્દુલ અંસારી, મસુદ આલમ અંસારી અને અતાઉલ્લાહ ખલીલ અંસારી હતા. મુંબઈ પોલીસની ટીમને એ ફ્લેટમાંથી ૪૩ લાખ રૂપિયાથી વધુ રોકડ રકમ મળી આવી. એ સિવાય લાખો રૂપિયાના બેંક ડ્રાફ્ટ્સ પણ એ યુવાનો પાસેથી મળ્યા.
પપ્પુ ટકલાની ગાડી આડે પાટે ચડી ગઇ હોય એવું અમને લાગ્યું. એણે કદાચ અમારી આંખમાં આ ભાવ વાંચીને કહ્યું, ‘આપણે રાજકારણીઓની ટાંટિયાખેંચની વાત નથી કરવી,. પણ અંડરવર્લ્ડ સાથે રાજકારણીઓનો કેવો ઘરોબો હોય છે અને એમ છતાં તેઓ સમાજમાં કેવી ...Read Moreજીવી શકતા હોય છે એની વાત તમારે વાચકો સુધી પહોંચાડવી જોઈએ એવું મને લાગે છે એટલે હુ આ બધું કહી રહ્યો છું.” વળી એણે ફાઇવફાઇવફાઇવનો ઊંડો કશ લઇને મૂળ ટ્રેક પર આવતાં કહ્યું, ‘કલ્પનાથ રાયને કાનૂની સકંજામાં ફસાવી દેનારા સુભાષસિંહ ઠાકુરને મુંબઇની સેશન્સ કોર્ટે જે.જે. શૂટઆઉટ કેસમાં જનમટીપની સજા ફટકારી હતી.
દિલ્હીમાં રોમેશ શર્માના ભવ્ય બંગલોમાં ટેલિફોન રણકી ઊઠ્યો. રોમેશ શર્માના એક પઠ્ઠાએ ફોન ઉપાડ્યો અને પૂછ્યું, “હલ્લો કૌન બોલ રહા હૈ...”
સામેથી કહેવાયું કે રોમેશ શર્માની સાથે વાત કરવી છે.
“રોમેશ બાબુ તો ઘરમેં નાહીં હૈ...” રોમેશના પઠ્ઠાએ કહ્યું.
સામેનો માણસે ઉશ્કેરાઈને ...Read Moreકહ્યું.
એ અંગ્રેજીમાં ગાલી કાહે બકતા હૈ, કહીને તેણે બિહારી હિંદીમાં વજનદાર ગાળ આપી.
સામે જ બેઠેલા રોમેશ શર્માએ એને પૂછ્યું “કૌન હૈ ?”
‘પોલીસના ખબરીઓની દુનિયામાં તમારા વાચકોને ખાસ ડોકિયું કરાવવું જોઇએ. અનેક કેસમાં ખબરીઓએ આપેલી માહિતીને કારણે પોલીસ ઓફિસર્સ માટે બગાસું ખાતાં મોંમાં પતાસું આવી પડે એવો ઘાટ થતો હોય છે. મુંબઇમાં ઘણાં ખબરીઓ એવા છે કે પોલીસને માહિતી પૂરી પાડીને ...Read Moreપોતાનું ગુજરાન ચલાવે છે.’ પપ્પુ ટકલાએ વર્તમાનમાં આવીને ‘હૅવર્ડ્ઝ ટુ થાઉઝન્ડ’ બિયરની બોટરમાંથી મગમાં બિયર ઠાલવતાં કહ્યુ.
‘ હાં, સાલે કો જેલ મેં ભી તો ખતમ કર સકતૈ હૈ, લેકિન ઈસ કે બારે મે મૈને કભી સોચા હી નહીં,’ અમર નાઈક બોલ્યો.
‘અભી તક સોચા નહી તો અબ સોચો, નાઈકના મિત્રએ સલાહના સૂરમાં કહેતા ઉમેર્યું, ‘મૈ તુમ્હે ...Read Moreકર સકતા હૂં.’
મિત્રની વાત સાંભળીને અમર નાઈકની આંખોમા ચમક આવી ગઈ. પછી મિત્ર એને સમજાવતો ગયો અને અમર નાઈક ધ્યાનપૂર્વક એની વાત સાંભળતો રહ્યો. પૂરી વાત સાંભળ્યા પછી અમર નાઈકનો ચહેરો ખીલી ઊઠ્યો.
પોલીસ કમિશનર ત્યાગીએ રિસીવર ઊંચકીને કાને માંડ્યું. સામા છેડેથી બોલાયેલા શબ્દો સાંભળીને તેમને ઍરકન્ડિશન્ડ ચૅમ્બરમાં પણ પરસેવો વળી ગયો એટલે એમની સામે બેઠેલા સિનિયર ઓફિસર્સ સમજી ગયા કે કોઈ સિરિયસ મેટર છે. જોકે એમણે ફોન પર શું મેસેજ મળ્યો ...Read Moreપૂછવાની ગુસ્તાખી ન કરી. પોલીસ કમિશનર ત્યાગીએ જ ફોન પર મળેલી માહિતી આપતા એમને કહ્યું, ‘શિવસેના પ્રમુખ બાળાસાહેબના અંગત મિત્ર જયંત જાધવને શૂટ કરી દેવાયા છે.’
ચાર દિવસ પછી પપ્પુ ટકલાએ અમને ફરીવાર મળવા બોલાવ્યા. આ વખતે પોલીસ ઓફિસર ફ્રેન્ડ અમારી સાથે હતા. વધુ એકવાર અમે પોલીસ ઓફિસર મિત્ર સાથે પપ્પુ ટકલાના ઘરે પહોંચ્યા ત્યારે પપ્પુ ટકલાએ બ્લેક લેબલ વ્હિસ્કીની બોટલ ખોલીને ડ્રિન્ક લેવાની શરૂઆત ...Read Moreદીધી હતી. અમે એના ઘરે પહોંચ્યા ત્યારે રાતના દસ વાગ્યા હતા અને પપ્પુ ટકલાનો પહેલો પેગ પૂરો થવાની તૈયારીમાં હતો. એની સામે એશ-ટ્રેમાં ફાઈવફાઈવફાઈવના બે ઠૂંઠા પડ્યા હતા અને અડધી સળગેલી ત્રીજી ફાઈવફાઈવફાઈવ પણ એના હાથમાં હતી.
મોતને નજર સામે જોઇ ગયેલા યુવાને કારમાંથી બહાર નીકળીને દોડીને જવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાં સુધીમાં એના શરીરમાં પૂરી અગિયાર ગોળી ધરબાઇ ચૂકી હતી. વહેલી સવારે આ સમાચાર અંડરવર્લ્ડમાં ફેલાઇ ગયા ત્યારે તમામ ગેંગના તમામ ગુંડાઓને આંચકો લાગ્યો હતો. ...Read Moreબની શકે એની કોઇએ ક્યારેય કલ્પના પણ કરી નહોતી. અંડરવર્લ્ડની એક ગેંગમાં આઘાતથી સોપો પડી ગયો તો બીજી તમામ ગેંગના આશ્ચર્યની લાગણી ફેલાઇ ગઇ. અને દગડી ચાલમાં ફરી એકવાર તહેવાર જેવું વાતાવરણ સર્જાઇ ગયું.
મુંબઈ પોલીસના ઑફિસરોની એક ટીમ અંડરવર્લ્ડના કુખ્યાત શૂટર સાધુ શેટ્ટીને મુંબઈની સેશન્સ કોર્ટમાં લઈ ગઈ. એક મર્ડર કેસમાં સાધુ શેટ્ટી સામે સુનાવણી ચાલી રહી હતી. થોડા કલાક કોર્ટમાં ગાળ્યા પછી સાધુ શેટ્ટીને લઈને મુંબઈ પોલીસની ટીમ કોર્ટ બહાર જવા ...Read Moreકોર્ટમાં રાબેતા મુજબ વકીલો અને ફરિયાદીઓ અને આરોપીઓ નજરે પડી રહ્યા હતા. સાધુ શેટ્ટીને હસવું આવ્યું. એને એક સિનિયર પોલીસ ઑફિસરે સમજાવ્યો હતો કે આ બધા જોખમના ધંધા છોડીને પોતાની અને બીજા માણસોની જિંદગી બરબાદ કરવા કરતા તારી શક્તિનો સદુપયોગ કર તો લોકોના આશીર્વાદ મળશે.
અચાનક પપ્પુ ટકલાના મોબાઈલ ફોનની રિંગ વાગી. એણે અમારી સામે જ મોબાઈલ ફોન પર વાત કરી તેના ચહેરા પર આશ્વર્યનો ભાવ તરી આવ્યો. એણે અમારી સામે જોયું.
‘તમારા માટે એક ન્યૂઝ છે.’ એણે કહ્યું
અમને આશ્વર્ય થયું. એ આશ્વર્યના આંચકામાંથી અમે ...Read Moreઆવીને એ પહેલાં એણે કહ્યું, ‘થોડીવાર પહેલાં બેંગકોંકમાં છોટા રાજન અને રોહિત વર્મા પર દાઉદ ગેંગના શૂટરો ગોળીબાર કર્યો છે...’
પપ્પુ ટકલા ધડાધડ એ ઘટનાની માહિતી આપવા માંડ્યો. એ બોલી રહ્યો એટલે અમે એને કહ્યું, ‘સોરી, પણ અમારે જવું પડશે.’
બારની અન્દર ધસી આવેલી પોલીસ ટીમમાં એક સબ-ઈન્સ્પેક્ટર હતો અને બાકીના ત્રણ કોન્સ્ટેબલ્સ હતા. પોલીસની એન્ટ્રી થઈ એ સાથે ડાન્સ કરતી છોકરીઓ અદ્રશ્ય થઈ ગઈ અને બધા ગ્રાહકો ઊભા થઈને બહાર નીકળી ગયા. બે મિનિટ પછી પોલીસ કર્મચારીઓ બારની ...Read Moreનીકળ્યા અને અરવિંદ પટેલ સહિત બધા પાછા બારમાં આવીને પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા.
‘એકબાજુ દાઉદ, રાજન અને ગવળી વચ્ચે ખંડણી ઊઘરાણી માટે હરિફાઈ ચાલી રહી હતી ત્યારે બીજી બાજુ આ કલ્યાણ-ડોંબિવલી તેમ જ એની આજુબાજુના ઉપનગરોમાં સુરેશ મંચેકર ગજું કાઢી રહ્યો હતો. સુરેશ મંચેકરે પોતાની આગવી ગેંગ ઊભી કરી હતી અને એ ...Read Moreઅને બિઝનેસમેનની સાથે સફળ ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને અન્ય પ્રોફેશનલ્સ પાસેથી પણ ખંડણી ઊઘરાવવા માંડ્યો હતો. દાઉદ ઈબ્રાહિમની જેમ સુરેશ મંચેકરે પણ પોતાની ગેંગમાં યુવતીઓની ભરતી કરવા માંડી હતી. સુરેશ મંચેકરે તો દાઉદ ગેંગથી એક ડગલું આગળ વધીને મુંબઈની કોલેજિયન યુવતીઓનો ખંડણી ઉઘરાણી માટે ઉપયોગ કરવા માંડ્યો.
‘ગવળીના જાની દુશ્મન દાઉદ અને અશ્વિન નાઈકે પોતપોતાની રીતે અરૂણ ગવળીને મારી નાખવા માટે જડબેસલાક તૈયારી કરી લીધી, પણ અરૂણ ગવળી વધુ એક વાર ચાલાક પુરવાર થયો. એણે મુંબઈ આવવા માટે નાગપુરથી ફલાઈટની ટિકિટ બુક કરાવીને નાઈક અને દાઉદ ...Read Moreઉલ્લુ બનાવ્યા. નાગપુરથી એ છૂપી રીતે મહારાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં થઈને મુંબઈ પહોંચી ગયો. ગવળીને મુંબઈ લાવવા માટે એના શાર્પ શૂટરો અડધો ડઝન કારમાં નાગપુર પહોંચી ગયા હતા. ગવળી સહીસલામત દગજી ચાલમાં પહોંચી ગયો અને દાઉદ ગેંગ તથા નાઈક ગેંગના શૂટર્સ હાથ ઘસતા રહી ગયા.
17 એપ્રિલ, 1997ના દિવસે સવારના સાડા દસ વાગ્યે મુંબઈના લોઅર પરેલ વિસ્તારની એક મિલમાં બે યુવાનો પ્રવેશ્યા. મિલનો માલિક આવી ગયો છે કે નહીં એ વિશે એમણે પૂછપરછ કરી. જવાબ નકારમાં મળ્યો એટલે એ યુવાનો મિલના કમ્પાઉન્ડની બહાર નીકળી ...Read Moreસાડા અગિયાર વાગ્યે મિલમાલિકની કાર આવતી જોઈને એ બંને સાબદા થઈ ગયા. મિલમાં જઈને એમણે ઉદ્યોગપતિને સંદેશો મોકલ્યો કે, ‘મામાએ તમને મળવા મોકલ્યા છે.’ ગુજરાતી મિલમાલિકે તરત જ એમને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા. યુવાનો ચેમ્બરમાં આવ્યા એટલે મિલમાલિકે એમની સામે નિસ્તેજ સ્મિત કર્યું, પરંતુ તેમને સ્મિતનો જવાબ સ્મિતથી ન મળ્યો. એ યુવાનોમાંથી એકે કહ્યું, ‘મામાને આપ કો બુલાયા હૈ.’
અરુણ ગવળી અને મુંબઈ પોલીસ વચ્ચે ઉંદર-બિલ્લી જેવી રમત ચાલુ હતી ત્યારે બીજી બાજુ દાઉદ ઈબ્રાહિમનો વિશ્વાસુ બની ગયેલો અબુ સાલેમ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પાછળ નહાઈ-ધોઈને પડી ગયો હતો એણે અગાઉ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નાના મોટા છમકલા કર્યા હતાં.
અબુ ...Read Moreફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખેરખાંઓ પાસેથી ખંડણી ઉઘરાવવા માંડી હતી. આ દરમિયાન અબુ સાલેમ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક સફળ ડિરેક્ટર પાસેથી દોઢ કરોડની ખંડણી માગી. એ ડિરેક્ટરની સસ્પેન્સ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી હતી. એટલે અબુ સાલેમની નજર એના પર પડી હતી.
પપ્પુ ટકલાથી છૂટા પડીને અમે પોલીસ ઑફિસર ફ્રેન્ડની કારમાં રવાના થયા ત્યારે રસ્તામાં અમારા મનમાં પપ્પુ ટકલાના ‘અરજન્ટ કામ’ વિશે વિચારો ધોળાતા હતા. પપ્પુ ટકલાને અચાનક એવું શું કામ આવી જતું હશે એવો સવાલ અમારા મનમાં ઊઠતો હતો. અમે ...Read Moreવિચારીએ પહેલાં પોલીસ ઑફિસર ફ્રેન્ડે વાત શરૂ કરી, ‘પપ્પુ ટકલા પતનની દિશામાં જઈ રહ્યો છે. એણે ફરી વાર એક ગેંગ માટે કામ શરૂ કર્યું છે. અને આ વખતે એ પાછો વળી શકે એવું મને લાગતું નથી.’
‘તમે સમજી રહ્યા છો એમ હું ઑડિયોકિંગ ગુલશકુમારની જ વાત કરી રહ્યો છું.’
પ્રકરણ 96 મુંબઈ અબુ સાલેમ ગેંગના બે શૂટરને બી.આર.ચોપરાના બંગલાથી થોડાક ફૂટ જ દૂર ફાઈવસ્ટાર હોટેલ ‘સી-પ્રિન્સેસ’ પાસે પોલીસે એમને એન્કાઉન્ટરમાં ઢાળી દીધા. જો કે મુંબઈ પોલીસના ઑફિસર્સ અબુ સાલેમ ગેંગના શૂટર્સના કમોતથી આનંદ મેળવી શકે એ પહેલાં તો ...Read Moreકલાકોમાં જ એમના માટે અરુણ ગવળી ગેંગ તરફથી માથાનો દુઃખાવો શરૂ થઈ ગયો હતો. અરુણ ગવળી ગેંગના શૂટર્સે મુંબઈના મોટા ગજાના ગુજરાતી બિલ્ડર નટુભાઈ દેસાઈને નિશાન બનાવ્યા હતા. બિલ્ડર નટુભાઈ દેસાઈ મુંબઈનાં નરીમાન પોઈન્ટ વિસ્તારમાં ‘તુલસિયાની ચેમ્બર્સ’ બિલ્ડિંગમાં પોતાની ઓફિસમાં આવ્યા એ વખતે ટાંપીને બેઠેલા શૂટર્સે એમના પર ફાયરિંગ કર્યું હતું. નટુ દેસાઈએ પોતાની કારમાંથી બહાર પગ મૂક્યો એ સાથે
પ્રકરણ 97 પોલીસે દગડીના ઘરમાં એક છૂપા રૂમનો દરવાજો તોડ્યો એ સાથે રૂમમાંથી ગોળીઓ છૂટી અને એમાંની એક ગોળી પોલીસ સબ ઈન્સ્પેક્ટર મિલન કોયલના ડાબા હાથમાં વાગી અને બીજી ગોળી એક હેડ કોન્સ્ટેબલના ખભામાં ઘૂસી ગઈ! બીજી જ સેકન્ડે ...Read Moreપોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા પ્રફુલ ભોંસલે અને અન્ય પોલીસ ઑફિસર્સે પોઝિશન લઈને એ છુપા રૂમની અંદર ગોળીબાર શરૂ કર્યો. ગણતરીના સેકન્ડોમાં પોલીસ ગવળી ગેંગના ત્રણ ખૂંખાર ગુંડાઓની લાશ ઢાળી દીધી. એ ગુંડાઓ ગવળી ગેંગના શાર્પ શૂટર હતા વિજય ગણપત શિરોડકર ઉર્ફે સાડેતીન ફૂટ, વિજય ઉર્ફે મૂછવા અને પંકજ પાડે નામના એ શૂટર્સ સામે મુંબઈના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ડઝનબંધ
પ્રકરણ 98 મુંબઈના નાગપાડા પોલીસ સ્ટેશનમાં મોડી રાતે સિનિયર ઈન્સ્પેક્ટર અજિત વાઘ સાથી ઑફિસર્સ સાથે હસીમજાક કરી રહ્યા હતા એ જ વખતે ફોનની રિંગ વાગી. તેમણે રિસિવર ઊંચકીને કાને માંડ્યું એ સાથે તેઓ અત્યંત ગંભીર બની ગયા અને સામા ...Read Moreકહેવાઈ રહેલા શબ્દો ધ્યાનપૂર્વક સાંભળવા માંડ્યા. ફોન પર વાત પૂરી કરીને એમણે તરત જ પોતાની ટીમને સાબદી કરી. રાતના અઢી વાગ્યે અજિત વાઘ પોતાની ટીમને લઈને મુંબઈ-પૂણે નેશનલ હાઈવે તરફ ધસી ગયા. નેશનલ હાઈવે પર માનખુર્દના બ્રિજ આજુબાજુ બધા ઑફિસર્સ પોઝિશન લઈને ગોઠવાઈ ગયા. માનખુર્દમાં મુંબઈ-પૂણે નેશનલ હાઈવે પર શિકારની રાહ જોતા ટાંપીને બેઠેલા પોલીસ ઑફિસર્સની પ્રતીક્ષાનો સવારના સાડા ચાર
અરૂણ ગવળી ગેંગનું ‘ઈકોનોમિક્સ’ સમજાવી રહેલા પપ્પુ ટકલાએ વચ્ચે એક નાનકડો બ્રેક લીધો. તે અંદરના રૂમમાં જઈને પાંચ મિનિટ પછી પાછો આવ્યો.
પપ્પુ ટકલાએ કદાચ ફોન પર કોઈ સાથે વાત કરવા માટે અંદરના રૂમમાં જવુ પડ્યું હશે એવું અનુમાન અમે ...Read Moreએણે પાછા આવીને નવી ફાઈવફાઈવફાઈવ સળગાવી અને આદતવશ અમને પૂછી લીધું, ‘આપણે ક્યાં પહોંચ્યા હતા?’ પછી એની ટેવ પ્રમાણે અમારો જવાબ સાંભળ્યા વિના જ એણે વાતનો દોર સાધી લીધો, ‘અરૂણ ગવળીની જેમ જ દાઉદ ઈબ્રાહિમ, છોટા રાજન કે કોઈ પણ ડૉને પોતાની ગેંગ ચલાવવા માટે બેફામ ખર્ચ કરવો પડે છે.
‘મુંબઈના બાંદરા ઉપનગરની એક રેસ્ટોરાંમાં પાંચ યુવાનો ગપ્પાં મારી રહ્યા હતા. દેખાવ પરથી બધા કોલેજિયન જેવા લાગી રહ્યા હતા. રેસ્ટોરાંમાંથી બહાર નીકળીને એ બધા બહાર પાર્ક થયેલી મારુતિ કારમાં ગોઠવાયા. પાછળની સીટમાં બેઠેલા ત્રણ યુવાનોમાંથી એક યુવાને ખિસ્સામાંથી એક ...Read Moreકાઢ્યો. એ નકશો ફિલ્મ પ્રોડ્યુસર સુભાષ ઘાઈના ઘરનું ચોક્કસ લોકેશન બતાવતો હતો. ‘ગયા કામ સે સાલા’ એ યુવાને કાતિલ ઠંડકથી કહ્યું. એના બીજા સાથીદારો પણ હસ્યા. અબુ સાલેમે સુભાષ ઘાઈની ‘ગેમ’ કરી નાખવાનો ઓર્ડર એમને આપ્યો હતો. એ બધા અબુ સાલેમના શૂટર્સ હતા.
‘પપ્પુ ટકલાથી છૂટા પડ્યા પછી બીજે દિવસે બપોરે અમારા સેલ ફોન પર પોલીસ ઑફિસર ફ્રેન્ડનો સેલ્યુલર નંબર ફલેશ થયો. કદાચ પપ્પુ ટકલાએ આજે રાતે એના ઘરે મળવા માટે કહ્યું હશે, એવું વિચારતા અમે ફોન કાને માંડ્યો. સામા છેડેથી પોલીસ ...Read Moreફ્રેન્ડે કહ્યું, ‘પપ્પુ ટકલા પર ફાયરિંગ થયું છે અને એને નાયર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. એને ત્રણ ગોળી વાગી છે!’
‘મુંબઈ પોલીસના ઑફિસર્સે અરૂણ ગવળીના જમણા હાથ સમા સદા પાવલે ઉર્ફે સદામામાને એન્કાઉન્ટરમાં મારી નાખ્યો એ વખતે સદાની સાથે કારમાં જઈ રહેલી સ્ત્રી એની બહેન હતી. પણ સ્વસ્થ થઈને એણે પહેલું કામ આશા ગવળીને મળવાનું કર્યું હતું. આ દરમિયાન ...Read Moreગવળીએ જેલમાં બેઠાં-બેઠાં સદાના મોતનો આઘાત પચાવીને મુંબઈ પોલીસને હંફાવવા માટે સ્ટ્રેટેજી ઘડી કાઢી હતી. સદા પાવલેની બહેને મુંબઈ પોલીસ સામે હાઈકોર્ટમાં ફરિયાદ કરી કે ‘મુંબઈ પોલીસના ઑફિસર્સે મારા ભાઈને અને એના મિત્ર વિજય ટંડેલને ક્રૂરતાપૂર્વક મારી નાખ્યા હતા.
‘ઓડિયોકિંગ ગુલશનકુમાર હત્યાના આરોપી સંગીતકાર નદીમ અખ્તરની સ્કોટલેન્ડ પોલીસે ધરપકડ કરી એ પછી ચોવીસ કલાકમાં નદીમને લંડનની બૉ સ્ટ્રીટ કોર્ટે જામીન પર છોડ્યો હતો, પણ જામીન પરથી છૂટીને તરત જ નદીમને ભારત લઈ આવવાની કોશિશને બ્રેક લાગી ગઈ. બીજી ...Read Moreઅબુ સાલેમ દુબઈમાં પોલીસના હાથમાં ઝડપાયો એ પછી એને ભારતના હવાલે કરી દેવા માટે ઈન્ટરપોલના સેક્રેટરી જનરલ આર.ઈ.કન્ડોલ સમક્ષ ભારત તરફથી રજૂઆત થઈ, પણ દાઉદ ઈબ્રાહિમે દુબઈમાં પોતાની વગ વાપરીને અબુ સાલેમને દુબઈ પોલીસના હાથમાંથી છોડાવી દીધો એટલે પોલીસના અધિકારીઓ માટે મોં વકાસીને બેસી રહેવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નહીં.’
‘ગવળી અને દાઉદ ગેંગ વચ્ચેની લડાઈ ચાલુ હતી એ દરમિયાન દાઉદ ગેંગના શાર્પ શૂટર ફિરોઝ કોંકણીએ સેશન્સ કોર્ટને ગેંગવોરનું મેદાન બનાવી. ભારતીય જનતા પક્ષના મુંબઈ એકમના પ્રમુખ રામદાસ નાયક સહિત 14 હત્યાઓના આરોપી ફિરોઝ કોંકણીની મુંબઈ પોલીસે 1994માં બેંગ્લોરમાં ...Read Moreકરી એ પછી કોંકણી સતત જેલમાં જ હતો. 21 ઓકટોબર, 1997ના દિવસે ફિરોઝ કોંકણીને રામદાસ નાઈક હત્યાના કેસમાં હાજર કરવામાં આવ્યો.
‘અરૂણ ગવળી જેલમાં હતો પણ એના રાજકીય પક્ષ અખિલ ભારતીય સેનાની પ્રવૃત્તિઓ વિસ્તરતી જતી હતી. અખિલ ભારતીય સેનાના બ્રેઈન સમા જનરલ સેક્રેટરી જીતેન્દ્ર દાભોલકર દગડી ચાલમાં પત્રકાર પરિષદો યોજીને શિવસેના અને ભાજપની સરકારના કૌભાંડો વિશે પત્રકારોને માહિતી આપીને તત્કાલીન ...Read Moreસરકારને મૂંઝવણમાં મૂકી રહ્યાં હતા. જીતેન્દ્ર દાભોલકર અગાઉ શિવસેનામાં હતા, પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે તેમને શિવસેનામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જિતેન્દ્ર દાભોલકર અરૂણ ગવળીની ગેરહાજરીમાં પણ અખિલ ભારતીય સેનાની પ્રવૃત્તિઓને વેગ આપવા નવા યુવાનોની ભરતી કરી રહ્યા હતા.
‘મુંબઈમાં ગવળી અને નાઈક ગેંગ એકબીજાના શૂટર્સને અને સપોર્ટર્સને મારી રહી હતી એ દરમિયાન છોટા રાજન પૂરી તાકાતથી દાઉદ ગેંગ પર ત્રાટક્યો હતો. છોટા રાજને મુંબઈના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ કેસના આરોપીઓને વીણી વીણીને મારવાનું શરૂ કર્યું. 1998માં છોટા ...Read Moreગેંગનો પહેલો શિકાર દાઉદ ગેંગનો અત્યંત મહત્વનો ગુંડો સલીમ કુર્લા બોમ્બ બ્લાસ્ટ કેસમાં જામીન પર છૂટીને અંધેરી ઉપનગરની ‘બેલ વ્યુ’ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો. છોટા રાજન ગેંગના શૂટર્સ સવારના સાડા અગિયાર વાગ્યે ‘બેલ વ્યુ’ હોસ્પિટલમાં ધસી ગયા.
પ્રકરણ - 107
‘મુંબઈના ગુજરાતી બિલ્ડર મનીષ શાહની ગવળી ગેંગના શૂટર્સે હત્યા કરી નાખી. જો કે પાછળથી એ શૂટર્સ પકડાઈ ગયા અને તેમણે ગવળીને ભારે પડે એવી ઘણી માહિતી મુંબઈ પોલીસના અધિકારીઓને આપી દીધી. એના આધારે મુંબઈ પોલીસે અરૂણ ગવળીને ...Read Moreઅકલ્પ્ય ફટકો માર્યો. આ અગાઉ મુંબઈ પોલીસે ગવળીની ધરપકડ કરી હતી અને એ મહારાષ્ટ્ર પ્રિવેન્ટિવ એક્ટ ઓફ ડિસરપ્ટિવ એક્ટિવિટીઝ એક્ટ હેઠળ અમરાવતીની જેલમાં પુરાયેલો હતો.
પ્રકરણ - 108
‘મુંબઈ પોલીસના ઑફિસર્સે જેને ત્રણ વર્ષ પહેલાં બેંગલોરમાંથી પકડી પાડ્યો હતો એ, દાઉદ ગેંગનો, શૂટર ફિરોઝ કોંકણી મુબંઈના પડોશી શહેર થાણેની સેન્ટ્રલ જેલમાં પુરાયેલો હતો. 14 હત્યા સહિત બળાત્કાર અને મુંબઈમાં રમખાણો ભડકાવવાના અનેક આરોપ એની સામે ...Read Moreઆવા ખુંખાર ગુંડા ફિરોઝ કોંકાણીએ મુંબઈની સેશન્સ કોર્ટમાં ગવળી ગેંગના એક ગુંડા ઉપર અસ્ત્રાથી હુમલો કર્યો હતો. એ ઘટના પછી ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા.
પપ્પુ ટકલાએ મોબાઈલ ફોન ઉઠાવીને એના સ્ક્રીન ઉપર ફ્લેશ નંબર જોયો અને એ અસ્વસ્થ થઈ ગયો એ અમને સમજાયું. એણે અંદરના રૂમમાં જઈને મોબાઈલ ફોન પર વાત કરી. ત્રણ મિનિટ પછી એ પાછો આવ્યો ત્યારે એણે અમારી ધારણા પ્રમાણે ...Read Moreકહ્યું: ‘સોરી પણ આપણે પછીથી વાત કરીશું.’
‘દહીંસરમાં મુંબઈ પોલીસ અને દાઉદ ગૅન્ગના ગુંડાઓ વચ્ચે અકલ્પ્ય અથડામણ થઈ એ સમય દરમિયાન જ છોટા રાજનના શૂટર્સે દાઉદ ગેંગના મનીષ લાલાને મુંબઈના ફોર્ટ વિસ્તારમાં ગોળીએ દીધો હતો. મનીષ લાલા જે.જે. હોસ્પિટલ શૂટ આઉટ કેસનો આરોપી હતો અને એ ...Read Moreએની ધરપકડ થયા પછી સતત બે વર્ષ જેલમાં રહીને એ જામીન પર છૂટ્યો હતો.
કલકત્તાના એક જાણીતા ઉદ્યોગપતિનું અપહરણ કરવા માટે આવેલા બબલુ શ્રીવાસ્તવ ગેંગના ગુંડાઓને વચ્ચે જ ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે એમને આંતર્યા. અને કલકત્તામાં ઉત્તર પ્રદેશ પોલીસની ટીમ અને બબલુ શ્રીવાસ્તવ ગૅંગના ગુંડાઓ વચ્ચે કોઈ ફિલ્મના સિનને ટક્કર મારે ...Read Moreસામસામે ફાયરિંગ ચાલ્યું. ઉત્તર પ્રદેશની પોલીસ ટીમે બબલુ ગૅન્ગના ગુંડાઓનો એક કિલોમીટર સુધી પીછો કરીને ચાર ગુંડાનો ખાતમો બોલાવી દીધો. જોકે બબલુની પ્રેમિકા અર્ચના નાસી છૂટી પણ, બબલુ ગેંગના બે ગુંડા જખમી હાલમાં પોલીસના હાથમાં ઝડપાઈ ગયા.
‘દાઉદના મજબૂત રાજકીય આધારસ્તંભ સમા રોમેશ શર્માને દિલ્હી પોલીસ પકડી પાડ્યો હતો. રોમેશ શર્માએ મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ પછી એ કેસના ઘણા આરોપીઓ તથા દાઉદ ઈબ્રાહિમની બહેન અને માતાને દિલ્હીમાં પોતાના નિવાસસ્થાનમાં આશરો આપ્યો હતો એવી માહિતી પોલીસને મળી ...Read Moreઆ ઉપરાંત મલેશિયામાં એરક્રાફ્ટ એન્જિનિયર તરીકે નોકરી કરતા અને દિલ્હીમાં ઘર ધરાવતા રમેશ મલિક નામના માણસે પણ રોમેશ શર્મા વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
દિલ્હીમાં રોમેશ શર્માની ધરપકડ થઈ હતી અને છોટા રાજન દાઉદ ગેંગને નબળી પાડવા પૂરી તાકાત અજમાવી રહ્યો હતો એ દરમિયાન દાઉદ ગૅંગને વધુ એક ફટકો પડ્યો.
છોટા રાજનના શૂટર્સ દાઉદ ગેંગના મહત્વના માણસોને વીણીવીણીને મારી રહ્યા હતા. 4 નવેમ્બર, 1998ના ...Read Moreછોટા રાજન ગેંગના ત્રણ શૂટરે મુંબઈના બાંદરા રેલવે સ્ટેશનમાં ભરબપોરે, 12.45 કલાકે છોટા શકીલના ખાસ માણસ, દાઉદ ગેંગના ફાયનાન્સર અબ્દુલ ગુલામ રસૂલના શરીરમાં 16 ગોળી ધરબીને તેને મારી નાખ્યો. એ વખતે બાંદરા સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ટ્રેનની રાહ જોઈ રહેલા બે ઉતારુ પણ નવાણિયા કુટાઈ ગયા.
‘મુમ્બૈયા અંડરવર્લ્ડની ગૅંગવોરમાં એક પછી એક લાશો પડી રહી હતી એ દરમિયાન છોટા રાજને અખબારો સુધી એવું નિવેદન પહોંચાડ્યું કે ‘સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ કેસના આરોપીઓ દેશદ્રોહી છે અને મેં એમને દેશદ્રોહ માટે સજા આપવાનો નિશ્વય કર્યો છે!’ રાજનના એ ...Read Moreકારણે મુમ્બૈયા અંડરવર્લ્ડની ગૅંગવોર વધુ તેજ બની ગઈ!’
બીજા દિવસે મોડી બપોરે પપ્પુ ટકલાના ઘરે અમારી મુલાકાત થઈ અને ફાઈવફાઈવફાઈવ સળગાવીને તેણે અંડરવર્લ્ડકથા આગળ ધપાવી: ‘દુબઈની જેમ કરાચીમાં દાઉદ ઈબ્રાહિમની છત્રછાયા હેઠળ જુગારની ક્લબ ચલાવતો શોયેબ ખાન ઉર્ફે શોયેબ રમીવાલા હાજી ઈબ્રાહિમ ઉર્ફે ભોલુની સાથે ભાગીદારીમાં ગોરખધંધા ...Read Moreહતો. પણ સાત લાખ ડોલર(ત્યારના ડોલરના ભાવ પ્રમાણે ત્રણ કરોડ રૂપિયાથી વધુ રકમ)ના ગોટાળાને લીધે શોયેબ ખાન અને ભોલુ વચ્ચે ઝઘડો થઈ ગયો અને બંને ભાગીદારો દુશ્મન બની ગયા.
‘29 મે, 1997ના દિવસે મુંબઈના અંધેરી ઉપનગરની મેટ્રોપોલિટન કોર્ટના કમ્પાઉન્ડમાં દાઉદ ગેંગના ગુંડાઓ બાબાજાન શેખ અને સની શેખે રાજન ગેંગના રમેશ નગાડે ઉપર ચોપરથી હુમલો કર્યો એ સાંજે એક અણધારી ઘટના બની. દાઉદ અને રાજન ગેંગના ગુંડાઓને મુંબઈની જુદી ...Read Moreકોર્ટમાં સુનાવણીમાં હાજરી આપવા માટે લઈ ગયેલી પોલીસ ટીમ્સ તેમને સાંજે જેલમાં પાછા લઈ ગઈ..આ રીતે આર્થર રોડ જેલમાં પ્રવેશતી વખતે દાઉદ ગેંગના એક ગુંડાએ કોર્ટમાં બપોરે બનેલી ઘટના વિશે રાજન ગૅંગ વિશે ગંદી કમેન્ટ કરી અને એ સાથે આર્થર રોડ જેલમાં દાઉદ અને રાજનના ગુંડાઓ વચ્ચે ધિંગાણું શરૂ થઈ ગયું.
જુલાઈ, 1999માં દાઉદની દીકરી બિમારીને કારણે મૃત્યુ પામી એ પછી દાઉદને બહુ આઘાત લાગ્યો હતો અને થોડા સમય માટે તેને સ્મશાનવૈરાગ્ય આવી ગયો હતો. આ દરમિયાન પાકિસ્તાનથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા હતા કે દાઉદને પુત્રીના મૃત્યુના આઘાતમાંથી બહાર કાઢવા ...Read Moreછોટા શકીલે તેને પ્રેમમાં પડ્યો હતો! આ વાત ઓગસ્ટ, 1999ના પહેલા સપ્તાહમાં પાકિસ્તાની દૈનિક ‘ડેઈલી ઓબ્ઝર્વર’માં પ્રસિદ્ઘ થઈ.
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના યુનિટ વનમાંથી મહારાષ્ટ્રના ભંડારામાં ધકેલી દેવાયેલા સિનિયર ઈન્સ્પેક્ટર પ્રભાકર બાબરને નોકરીમાંથી બરતરફ કરી દેવાયા. મુંબઈના કેટલાક અધિકારીઓની મુંબઈ બદલી કરવામાં આવી એ પછી એક મહિના બાદ સિનિયર ઈન્સ્પેક્ટર બાબરની બરતરફીને કારણે મુંબઈ પોલીસમાં વધુ એકવાર ...Read Moreમચી ગયો.
અબુ સાલેમે ઉત્તરપ્રદેશના ‘ફ્રેશ’ (જેમની સામે ગુનો ન નોંધાયો હોય તેવા) યુવાનોને પૈસાની લાલચ આપીને અંડરવર્લ્ડનો રસ્તો બતાવવાનું શરૂ કર્યું હતું. એનાથી પણ વધુ સચોટ કીમિયો અજમાવીને છોટા શકીલ દાઉદ ગેંગમાં યુવતીઓનો ઉપયોગ સંદેશા કે પૈસા પહોંચાડવા માટે કે ...Read Moreકરીને નાસી છૂટતા ગુંડાઓને પોલીસની નજરથી બચાવવા કરતો હતો. દાઉદ ગેંગ સાથે જોડાયેલી યુવતીઓ આવા ગુંડાઓની સાથે કારમાં પ્રવાસ કરતી અને બધી રીતે એમને પોલીસની નજરથી બચીને મુંબઈ કે અન્ય શહેરની બહાર નીકળવામાં મદદ કરતી હતી.
અબુ સાલેમ એક બાજુ બૉલીવુડ અને ઉદ્યોગજગતના માંધાતાઓને ખંખેરીને પૈસા બનાવી રહ્યો હતો ત્યારે બીજી બાજુ તેણે પોતાની કાળી કમાણી વિદેશોમાં એક નંબરના ધંધામાં રોકવાનું શરૂ કરી દીધું હતું. આ આઈડિયા તેણે દાઉદના એ પ્રકારના રોકાણ પરથી લીધો હતો. ...Read Moreઈબ્રાહિમે દુબઈ, પાકિસ્તાન, હોંગકોંગ, બહેરીન, ઈંગ્લેન્ડ, ભારત તથા અન્ય દેશોમાં તેની એક નંબરની મિલકતો ઊભી કરી હતી અને પાક્કા બિઝનેસમેનને છાજે એ સ્ટાઈલથી કાળી કમાણીના પૈસા ધોળા ધંધામાં નાખ્યા હતા.
ગવળીને રાજકારણમાં રસ પડી ગયો એટલે તેની ગેંગની પ્રવૃત્તિઓ ઓછી થઈ રહી હતી. એ સ્થિતિમાં છોટા રાજન અને દાઉદ ગેંગ વચ્ચે જ ગેંગવોરની વધુમાં વધુ ઘટનાઓ બનવા માંડી. 1999ના વર્ષમાં મુમ્બૈયા અંડરવર્લ્ડના શૂટર્સે 48 વ્યક્તિઓની હત્યા કરી, એમાં એક ...Read Moreવ્યક્તિની હત્યા અરૂણ ગવળી ગેંગ દ્વારા કરવામાં આવી હતી. જો કે મુંબઈ પોલીસે 1999માં અંડરવર્લ્ડના 83 શૂટર્સને એન્કાઉન્ટરમાં ઢાળી દીધા એમાં 67 શૂટર્સ ગવળી ગેંગના હતા.
અશરફ પટેલની હત્યાના કેસમાં ઝડપાયેલા રાજન ગેંગના શૂટર્સે પોલીસને કહ્યું કે અશરફ પટેલની હત્યાના આગલા દિવસે જ અમે તેને મારી નાખ્યો હોત, પણ એ દિવસે તે પ્રખ્યાત ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનની સાથે હતો એટલે બચી ગયો. આ દરમિયાન મુંબઈ ...Read Moreતપાસમાં બહાર આવ્યું કે અશરફ પટેલની હત્યાના આગલા દિવસે તે અઝહરુદ્દીન સાથે ડિનર પર ગયો હતો!
‘બબલુએ જેલમાંથી જે નંબરો પર વાત કરી હતી એવા મોબાઈલ ફોનના કોલ્સ આંતરીને ઉત્તરપ્રદેશ પોલીસે ઘણી ચોંકાવનારી માહિતી મેળવી. અને એ માહિતીના આધારે ઉત્તરપ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે કલકત્તામાં બબલુ ગેંગના ચાર ગુંડાઓને આંતરીને એન્કાઉન્ટરમાં ઢાળી દીધા. બબલુ શ્રીવાસ્તવને ...Read Moreએ પછડાટને કારણે છોટા રાજનને પણ ફટકો પડ્યો.
‘જખ્મી થયેલો છોટા રાજન રોહિત વર્માના ફ્લૅટમાં પહોંચ્યો. ત્યાં તેણે રોહિત વર્માનો મૃતદેહ જોયો અને તેની બેશુદ્ઘ બનેલી પત્ની સંગીતા વર્માને જોઈ. ભય, આઘાત, રોષ અને ખુન્નસની મિશ્ર લાગણીથી તે વિચલિત થઈ ગયો હતો. એમ છતાં તે પોતાના દિમાગને ...Read Moreકરવાની કોશિશ સાથે તેણે જે બેડરૂમમાંથી તેણે કૂદકો માર્યો હતો એ બેડરૂમમાં તે પહોંચ્યો. તેણે ફોન હાથમાં લઈને સૌ પ્રથમ ગુરુ સાટમને ફોન કર્યો. એ પછી તેણે તેના બીજા બે ખાસ સાથીદારોના ફોન નંબર ડાયલ કર્યા અને છેલ્લે થાઈ પોલીસને ફોન કર્યો.
બેંગકોકના પોલીસ અધિકારીઓએ દાઉદ ગેંગના શૂટર્સને પૂછ્યું કે છોટા રાજન પર હુમલો કરવા માટે તમને કેટલા રૂપિયા અપાયા હતા ત્યારે તેમણે જે જવાબ આપ્યો કે “પૈસાની પરવા કર્યા વિના જ અમે આ મિશન પાર પાડવાનું બીડું ઝડપ્યું હતુ. દાઉદભાઈએ ...Read Moreગદ્દારને (છોટા રાજનને) ખતમ કરવાનું મિશન અમને સોંપ્યું એ જ અમારા માટે મોટી વાત હતી. આ વખતે તો અમે પિસ્તોલથી હુમલો કર્યો હતો, પણ બીજી વાર અમે બોમ્બ ઝીંકીને જ રાજનને ઉડાવી દઈશું!”
‘20 નવેમ્બર, 2001ની રાતના 2 વાગે છોટા રાજન સમિતિવેજ હોસ્પિટલમાં પોતાના રૂમમાં તહેનાત બે થાઈ પોલીસ અધિકારીઓને આગ્રહ કરીને શરાબ પીવડાવી રહ્યો હતો. ખાસ્સા દિવસોથી સારવાર લઈ રહેલા છોટા રાજન સાથે તે અધિકારીઓની દોસ્તી થઈ ગઈ હતી. સમિતિવેજ હોસ્પિટલમાં ...Read Moreરૂમમાં બે થાઈ પોલીસ અધિકારીઓ સતત હાજર રહેતા અને રૂમની બહાર પાંચ સશસ્ત્ર થાઈ પોલીસમેન પહેરો ભરતા હતા.
‘છોટા શકીલનો દુશ્મન બની ગયેલો, પણ દાઉદ અને દાઉદના ભાઈ અનીસ સાથે સંબંધ ધરાવતો ડૉન અબુ સાલેમ 18 ઓકટોબર, 2001ના દિવસે દુબઈમાં ઈન્ટરપોલના હાથમાં ઝડપાઈ ગયો. અબુ સાલેમ દુબઈમાં શકીલ અહમદ આઝમીના નામથી રહેતો હતો. ઈન્ટરપોલ દ્વારા તેને દુબઈની ...Read Moreહોટેલમાંથી ઝડપી લેવાયો એ વખતે તેની પ્રેમિકા અને હિન્દી ફિલ્મોની હિરોઈન મોનિકા બેદી પણ તેની સાથે હતી.
આવકવેરા ખાતાએ મુંબઈમાં દાઉદની રૂપિયા 125 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. દાઉદે 1990-1991થી 1995-1996 દરમિયાન રૂપિયા 45 કરોડનો સંપત્તિવેરો ભર્યો નહોતો એટલે આવકવેરા ખાતાએ તેની 13 મિલક્ત જપ્ત કરી હતી. આવકવેરા ખાતા દ્વારા દાઉદની આ મિલકતોની લિલામીની પ્રક્રિયા શરૂ ...Read Moreગઈ હતી.
પપ્પુ ટકલાએ નવી ફાઈવફાઈવફાઈવ સળગાવતા કહ્યું, “હવે હું એક ફિલ્મ પ્રોડ્યુસરની વાત કહીશ. એની સ્ટોરી પરથી મસાલેદાર હિન્દી ફિલ્મ બની શકે એમ છે.” ફાઈવફાઈવફાઈવનો ઊંડો કસ લઈને મોંમાંથી વર્તુળાકારે ધુમાડો છોડ્યા પછી તેણે વાત આગળ ધપાવી, “12 ડિસેમ્બર, 2002ની ...Read More12 વાગે મુંબઈ ઉપનગર અંધેરીના સાત બંગલો વિસ્તારના સમીર એપાર્ટમેન્ટમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ સમીર એપાર્ટમેન્ટમાં ફિલ્મ પ્રોડ્યુસર નસીમ હસન રિઝવીની ઓફિસમાં પ્રવેશી. હતપ્રભ બની ગયેલા નસીમ રિઝવીને એક પોલીસ ઑફિસરે ક્હ્યું, યુ આર. અન્ડર અરેસ્ટ.”
‘રિઝવીની ધરપકડ પછી પોલીસને ખબર પડી કે શકીલ અને રિઝવી હ્રતિક રોશન માટે ચિકના અને તેના પિતા રાકેશ રોશન માટે ટકલા કોડવર્ડ વાપરતા હતા! એવી જ રીતે શાહરૂખ ખાન માટે તેઓ હકલા કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. ‘ચોરી ચોરી ચૂપકે ...Read Moreફિલ્મ 22 ડિસેમ્બર, 2000માં રિલીઝ થવાની ત્યાં સુધીમાં એ ફિલ્મમાંથી રૂપિયા 22 કરોડ જેટલી આવક થશે એવો અંદાજ રિઝવીએ શકીલને ફોન પર આપ્યો હતો. દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલ બોલીવૂડ પર કેટલી હદ સુધી કબજો જમાવવા માગતા હતા એનો ખ્યાલ પોલીસને નસીમ રિઝવીની ધરપકડ પછી આવ્યો.
બૉલીવુડ અને અંડરવર્લ્ડ વચ્ચે મજબૂત સંબંધ બંધાયો એની પાછળ માત્ર અંડરવર્લ્ડની ધાક જ કારણભૂત નહોતી. ઘણા ફિલ્મસ્ટાર્સ, પ્રોડ્યુસર્સ અને ડાયરેક્ટર્સ પોતાની મરજીથી ‘ભાઈલોગ’ સાથે સંબંધ રાખતા હતા. દાઉદે મુંબઈ છોડીને દુબઈમાં ધામો નાખ્યો એ પહેલાંથી જ ઘણા ફિલ્મસ્ટાર્સ તેના ...Read Moreકુર્નિશ બજાવવા જતા હતા. ઘણા સ્ટાર્સને મુંબઈના ટેમકર મહોલ્લામાંથી દાઉદ અને નૂરા કે અનીસનું તેડું આવે એટલે સ્ટાર્સ બધા કામ પડતા મૂકીને દાઉદ ઈબ્રાહિમના ‘દરબાર’માં પહોંચી જતા.
બે દિવસ પછી અમે ફરીવાર પપ્પુ ટકલાને મળ્યા. વાત જ્યાંથી અધૂરી હતી ત્યાંથી તેણે આગળ માહિતી આપવાનું શરૂ કર્યું: “હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ, પ્રોડ્યુસર્સ અને ડાયરેક્ટર્સ સહજપણે જ અંડરવર્લ્ડના ‘ભાઈલોગ’ના આદેશનું પાલન કરતા હતાં. અને કોઈ ફિલ્મસ્ટાર કે ...Read Moreયા ડિરેક્ટર ‘ભાઈ’ની વાત માને નહીં તો તેમને દુબઈ કે કરાંચીથી ફોન પર ધમકી અપાતી હતી કે “જો બોલ રહા હું ચૂપચાપ સૂન લે ઔર જૈસા બોલા જાય વૈસા કર નહીં તો ઠોક ડાલૂંગા.”
‘જેમ અંડરવર્લ્ડ તરફથી હિરોઈનને સાઈન કરવા માટે પ્રોડ્યુસર્સને ધમકી મળતી હતી એ જ રીતે હિરોઈન આડી ફાટે તો તેને પણ ધમકી મળી જાય એવા ઘણા કિસ્સાઓ બૉલીવુડમાં બનવા માંડ્યા હતા. છોટા શકીલના પાળીતા એવા એક ફિલ્મ પ્રોડ્યુસરની ફિલ્મમાં અભિનય ...Read Moreરહેલી એક સફળ હિરોઈનને પ્રોડ્યુસરે કહ્યું કે આ સિનમાં તારે ટુ પીસ સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરવાનો છે, પણ તે હિરોઈને ટુ પીસ સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરવાનો ઈન્કાર કર્યો.
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 134 1999ના અંત સુધીમાં ભારતમાં ક્રિકેટ પર રમાતા સટ્ટાનું ટર્ન ઓવર 2000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. ઘણા બુકીઓ દાઉદ અને છોટા શકીલના આશ્રિત બનીને દાઉદ ગેંગને પોતાની કમાણીનો અમુક ...Read More‘પ્રોટેક્શન મની’ તરીકે દાઉદ ગેંગને પોતાની કમાણીનો અમુક હિસ્સો ‘પ્રોટેક્શન મની’ તરીકે પહોંચાડી દેતા થઈ ગયા હતા. એ જ રીતે ઘણા બુકીઓ છોટા રાજનના આશ્રિત બની ગયા હતા. રાજને ‘હીરા-પન્ના’ શોપિંગ સેન્ટરની દુકાનો ધરાવતા, હીરાના વેપારી અશરફ પટેલની હત્યા કરાવ્યા બાદ એવું નિવેદન કર્યું હતું કે અશરફ પટેલ દેશદ્રોહી હતો અને ભારતની ટીમને પાકિસ્તાનની ટીમ સામે હરાવવા માટે દાઉદના કહેવાથી
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 135 ‘અંડરવર્લ્ડની ગેંગવોર હાઈટેક બની રહી હતી. જો કે ઈન્ટરનેટની મદદથી રાજન વિષે માહિતી મેળવવાનું શકીલનું તિકડમ ચાલ્યું નહીં અને દાઉદ તથા શકીલને ખતમ કરાવવાનું રાજનનું ગતકડું સફળ સાબિત થયું નહીં. ...Read Moreએમ છતાં દાઉદ અને શકીલ તથા છોટા રાજન સામસામે એકબીજાને ખતમ કરાવવાની જાતભાતની યોજનાઓ ઘડી રહ્યા હતા. છોટા રાજન દાઉદ અને શકીલને પતાવી દેવા મરણિયો બન્યો હતો તો સામે દાઉદ અને શકીલ પણ રાજનને મારી નાખવા માટે અધીરા બની ગયા હતા. રાજન બચી ગયો એટલે દાઉદને શાંત પાડવા માટે ય શકીલ કોઈ પણ હિસાબે રાજનની હત્યા કરાવવા માગતો હતો. તેણે
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 136 ‘ન્યૂઝલાઈન’ મૅગેઝિને સપ્ટેમ્બર, 2000ના ઈશ્યુમાં એવો ઘટસ્ફોટ કર્યો કે દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં જ છે. એ અંક બજારમાં આવ્યો એ સાથે પાકિસ્તાનની પાવરલોબીમાં ખળભળાટ મચી ગયો. આઈએસઆઈના અધિકારીઓ એ સ્ટોરી લખનારા ...Read Moreપત્રકાર ગુલામ હુસેનના ઘરમાં ઘૂસીને તેને ઊંચકી ગયા તેમણે ગુલામ હુસેન પર થર્ડ ડિગ્રી અજમાવી. સતત 48 કલાક સુધી ટોર્ચર કર્યા પછી આઈએસઆઈના અધિકારીઓને લાગ્યું કે ગુલામ હુસેન મરી જશે ત્યારે તેમણે તેની પાસે એવી સુસાઈડ નોટ લખાવી લીધી કે હું જીવનથી ત્રાસીને આપઘાત કરી રહ્યો છું. એ પછી ગુલામ હુસેને પત્રકારત્વ છોડી દીધું અને સતત મોતના ભય હેઠળ રહ્યા
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 137 અમે એક સપ્તાહ પછી ફરી પપ્પુ ટકલાને મળ્યા. પોલીસ ઑફિસર ફ્રેન્ડે પપ્પુ ટકલાને મળવનું ટાળ્યું હતું. પપ્પુ ટકલાએ બ્લૅક લેબલની નવી બોટલ ખોલીને લાર્જ પેગ બનાવ્યો અને ફાઈવફાઈવફાઈવ સિગરેટ સળગાવી. ...Read Moreબ્લેક લેબલનો એક મોટો ઘૂંટ ભર્યો અને પછી સિગરેટનો ઊંડો કશ લઈને મોંમાંથી વર્તુળાકારે ધુમાડો છોડ્યો. એ દરમિયાન જાણે તે અમારી હાજરી ભૂલી ગયો હોય એવું લાગતું હતું. પછી તેણે તેની આદત પ્રમાણે પૂછ્યું, ‘આપણે ક્યાં પહોંચ્યા હતા?’ એ પછી અમારા જવાબની રાહ જોયા વિના જ તેણે અંડરવર્લ્ડકથા આગળ ધપાવી દીધી: ‘આઈએસઆઈની છત્રછાયા હેઠળ દાઉદ અને તેના સાથીદારોનો ‘કારોબાર’ દિવસે
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 138 આવકવેરા ખાતા દ્વારા દાઉદ ઈબ્રાહિમની જે પ્રોપર્ટીઝ જપ્ત કરવામાં આવી હતી. એમાંથી મોટાભાગની પ્રોપર્ટી દક્ષિણ મુંબઈમાં હતી. એમાં માત્ર બે જ પ્રોપર્ટીની કિંમત 103 કરોડ રૂપિયા થતી હતી. આવકવેરા ખાતાએ ...Read Moreદીવાન શોપિંગ સેન્ટરની ‘એ’ વિંગ અને ચોપાટી વિસ્તારમાં ‘મહેર હાઉસ’ (બૉમ્બે ગેરેજ) જપ્ત કર્યા હતાં એની કિંમત અનુક્રમે રૂપિયા 21 કરોડ અને રૂપિયા 82 કરોડ આંકવામાં આવી હતી. જોકે એ બંને મોટી પ્રોપર્ટી જપ્ત થયા પછી એ પ્રોપર્ટીના નવા માલિકો કોર્ટમાં ધસી ગયા હતા અને તેમણે ધા નાખી હતી કે આ તો અમારી પ્રોપર્ટી છે, આવકવેરા ખાતાને એનું લિલામ કરતા
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 139 મુંબઈમાં દાઉદની પ્રોપર્ટીની લિલામીની કોશિશમાં આવકવેરા ખાતાનો બે વાર ફિયાસ્કો થયો એટલે આવકવેરા ખાતા દ્વારા થોડા મહિનાઓ સુધી દાઉદની પ્રોપર્ટીની લિલામી પ્રક્રિયા અટકાવી દેવાનો નિર્ણય લેવાયો. આ દરમિયાન આવકવેરા ખાતાએ ...Read Moreકેટલાક મહત્વના સાથીદારોની પ્રોપર્ટી પણ જપ્ત કરી હતી. આવકવેરા ખાતાએ આવકવેરા પેટે દાઉદ ઈબ્રાહિમ પાસેથી રૂપિયા 45 કરોડ જેટલી રકમ વસૂલ કરવાની હતી તો દાઉદના બે મહત્વના સાથીદાર અને મુંબઈના સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ્સ કેસના મુખ્ય આરોપીઓ મોહમ્મદ ડોસા અને ટાઈગર મેમણ પાસેથી પણ અનુક્રમે રૂપિયા 38 કરોડ અને રૂપિયા 36 કરોડ જેટલી રકમ વસૂલવાની હતી. ટૂંકમાં, દાઉદ, મોહમ્મદ ડોસા અને
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 140 ‘દાઉદ ગેંગમાંથી પહેલા છોટા રાજન અને પછી અબુ સાલેમ છૂટા થઈ ગયા એ પછી છોટા શકીલ ખાસ્સો પાવરફૂલ બની ગયો હતો. તેણે દાઉદ ગેંગમાં પોતાનાં ઘણાં સગાંવહાલાંઓની ભરતી કરાવી દીધી ...Read Moreશકીલે દાઉદ ગેંગમાં બે મહત્વના માણસ તરીકે તેના બનેવી સલીમ કુરેશી અને ભાઈ અનવરને ગોઠવી દીધા હતા. દુબઈમાં રહેતો સલીમ કુરેશી દાઉદ ગેંગના ક્રિકેટ બેટિંગ, જુગાર અને ડ્ર્ગ્સના ધંધામાં ધ્યાન આપતો હતો તો શકીલનો ભાઈ અનવર ખંડણી ઊઘરાણીના ‘ધંધા’માં અને ખંડણીની રકમ ન ચૂકવનારાઓ પર હુમલો કરાવવામાં અથવા તો તેમને ખતમ કરાવવામાં મહત્વની કડીરૂપ બની ગયો હતો. પણ 2001ની શરૂઆતથી
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 141 મુંબૈયા અંડરવર્લ્ડ વિશે ધડાધડ માહિતી આપી રહેલા પપ્પુ ટકલાએ બ્લેક લેબલનો વધુ એક પેગ બનાવવા માટે અને નવી સિગરેટ સળગાવવા માટે એક નાનકડો બ્રેક લીધો અને પછી અમને પૂછ્યું, ‘આપણે ...Read Moreપહોંચ્યા હતા?’ પછી તેની આદત પ્રમાણે એના સવાલનો જવાબ સાંભળ્યા વિના જ તે હસ્યો અને તેણે ફરી વાત શરૂ કરી દીધી. જો કે આ વખતે તેણે વાતનું અનુસંધાન પકડવાને બદલે હસતા-હસતા સહેજ જુદી વાત કરી: ‘મેં તમને કહ્યું હતું એ વાતનું પુનરાવર્તન કરું છું કે ‘અરેબિયન નાઈટ્સ’માં તો માંડ હજાર વાર્તાઓ છે, મુમ્બૈયા અંડરવર્લ્ડમાં તો તમને વાર્તાઓને ટક્કર મારે એવી
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 142 છોટા શકીલને દાઉદ ગેંગના શૂટર મિરઝા આરીફ બેગની ઈર્ષા થતી હતી એનું કારણ બેગની રુપાળી પત્ની શમીમ હતી! છ હત્યાના આરોપી અને શાર્પ શૂટર ફિરોઝ કોંકણીને ભગાવી જવાના આરોપ જેની ...Read Moreહતા એ બેગ પોલીસના હાથમાં ઝડપાઈ ગયો અને તેને કોલ્હાપુરની જેલમાં ધકેલી દેવાયો. એ પછી શકીલની શમીમ સાથે ‘દોસ્તી’ થઈ ગઈ. છોટા શકીલ સમીમ તરફ આકર્ષાયો હતો એ જ રીતે શમીમ પણ તેની તરફ આકર્ષાઈ હતી. શકીલની મીઠી નજરને કારણે દાઉદ ગેંગમાં શમીમ બેગનું મહત્વ અચાનક વધી ગયું. શકીલે તેને બહુ મહત્વની જવાબદારી સોંપવા માંડી. ગેંગ મેમ્બર્સને પૅમેન્ટ કરવાથી માંડીને
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 143 ‘મૅગ્નમ’ના માલિક હનીફ કડાવલાની હત્યા કરાવીને છોટા રાજને દાઉદ અને શકીલને ફટકો માર્યો હતો એથી દાઉદ અને શકીલ ઉશ્કેરાઈ ગયા હતા, પણ દાઉદ ગેંગ હનીફ કડાવાલાની હત્યાનો જવાબ આપે એ ...Read Moreછોટા દાઉદ અને છોટા શકીલને વધુ એક આંચકો સહન કરવો પડ્યો! 3 એપ્રિલ, 2001ના દિવસે રાજન ગેંગના શૂટર્સ ફરી ત્રાટક્યા. આ વખતે તેમણે મુબઈના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસના આરોપી અકબર સમતુલા ખાન ઉર્ફે અકબરલાલને ડોંગરી વિસ્તારમાં મારી નાખ્યો. એ જ દિવસે દાઉદ ગેંગ સાથે સંકળાયેલો હોટેલિયર શફીક અહમદ ખાન પણ રાજનના શૂટર્સનું નિશાન બન્યો. રાજનના શૂટર્સે શફીક ખાનને ધોળા દહાડે
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 144 ‘પાકિસ્તાન સરકારે દાઉદ પાસેથી વધુ રૂપિયા 2 હજાર કરોડની માગણી કરીને દાઉદને આંચકો આપ્યો. દાઉદ સમજતો હતો કે એ રકમ લોન તરીકે નહીં, પરંતુ ખંડણી તરીકે આપવાની હતી! દાઉદ ભારતના ...Read Moreશ્રીમંતોને દબડાવીને તેમની પાસેથી ખંડણીપેટે તગડી રકમ ઉઘરાવતો હતો, પણ પાકિસ્તાનમાં તેની પોતાની હાલત ખંડિત સૂબા જેવી થઈ ગઈ હતી. ભારતમાં મુંબઈ અને બીજા મોટા શહેરોમાંથી તે શ્રીમંતો પાસેથી લાખો અને કરોડો રૂપિયાની ખંડણી વસૂલતો હતો એની સામે તેણે પાકિસ્તાનમાં આશ્રયના બદલામાં પાકિસ્તાનમાં અબજો રૂપિયાની ખંડણી ચૂકવવી પડતી હતી. આ ઉપરાંત તેણે આઈએસઆઈના ઈશારે નાચવું પડતું હતું અને અધૂરામાં પૂરું,
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 145 ‘પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સહિત વિશ્વના એક ડઝનથી વધુ દેશોમાં એક ખતરનાક કારસ્તાન ઘડાઈ રહ્યું હતું. અને એમાં દાઉદને મદદરૂપ થવા માટે આઈએસઆઈ દ્વારા કહેવાયું હતું. એ ખોફનાક યોજના આઈએસઆઈ જેને ...Read Moreઆપતી હતી એવા ખતરનાક આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલ કાયદાએ ઘડી હતી. અલ કાયદાના સૂત્રધાર ઓસામા બિન લાદેને અને અલ જવાહિરીએ દુનિયાના દાદા ગણાતા અમેરિકા સામે મેદાને પડવાનું નક્કી કર્યું હતું. અમેરિકાને મુસ્લિમોનો દુશ્મન દેશ ગણીને પાઠ ભણાવવા માટે મહત્વનાં અમેરિકન શહેરોમાં એક સાથે આંતકવાદી હુમલાઓ કરવાની તૈયારી પૂરજોશથી ચાલી રહી હતી. અમેરિકાની સાથે જ અમેરિકાના દોસ્ત દેશ ઈંગ્લેન્ડ પર પણ
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 146 અમેરિકા પર અલ કાયદાના આંતકવાદી હુમલા પછી પાકિસ્તાનમાં ધામા નાખીને અફઘાનિસ્તાન પર હુમલાની તૈયારી કરી એટલે દાઉદ પર વધુ નિયંત્રણ લદાઈ ગયાં. એ સાથે જ આઈએસઆઈએ દાઉદને આર્થિક રીતે વધુ ...Read Moreમાંડ્યો. દાઉદ અને આઈએસઆઈ એકબીજા માટે સાપના ભારા સમા બની ગયા હતા. પણ બંનેએ એકબીજા સાથે બાંધછોડ કર્યા વિના છૂટકો નહોતો. અને આ બાંધછોડમાં ય સ્વભાવિક રીતે આઈએસઆઈનો હાથ ઉપર હતો. અમેરિકા પર આંતકવાદી હુમલા પછી એવી વાત જાહેર થઈ કે દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં છે તો પાકિસ્તાન સરકાર કફોડી હાલતમાં મૂકાઈ જાય. અને બીજી બાજુ વર્ષોથી ભારતનો એવો દાવો સાચો
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 147 આઈએસઆઈના કહેવાથી દાઉદ અને છોટા શકીલે મુંબઈમાં ફરી એક વાર શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટ કરવાનું ષડ્યંત્ર ઘડ્યું હતું, પણ મુંબઈગરાઓના સદ્દનસીબે દાઉદ-શકીલની એ શેતાની યોજના પાર પડે એ પહેલાં 10 ઓકટોબર, ...Read Moreદિવસે શકીલના છ ગુંડાઓ મુંબઈ પોલીસના હાથમાં ઝડપાઈ ગયા. મુંબઈ પોલીસની આગવી ઢબની પૂછપરછ દરમિયાન શકીલના એ ગુંડાઓએ વટાણા વેરી દીધા. તેમણે પોલીસ અધિકારીઓ સમક્ષ કબૂલ્યું કે આઈએસઆઈ અને દાઉદ ગેંગ દ્વારા ભારતના ગૃહપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની હત્યાની યોજના ઘડાઈ હતી. મુંબઈ પોલીસે શકીલના છ ગુંડાની ધરપકડ કરીને મુંબઈમાં શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટનું કાવતરું ખુલ્લું પાડ્યું એ પછી ચાર દિવસ બાદ ફરી
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 148 મુંબઈ પોલીસને એવી માહિતી મળી હતી કે મુંબઈમાં છોટા શકીલ ગેંગનું સુકાન એક યુવતી સંભાળી રહી છે અને તે યુવતી શકીલ ગેંગના ગુંડાઓને પેમેન્ટ કરવાની, પકડાઈ જતાં ગુંડાઓ માટે વકીલો ...Read Moreએમને ફી ચૂકવવાની તથા મહારાષ્ટ્રની જુદી જુદી જેલોમાં પુરાયેલા શકીલ ગેંગના ગુંડાઓને જેલમાં સુવિધા પૂરી પાડવાની અને તેમના કુંટુંબોને ગુજરાન ચલાવવા માટે દર મહિને જરૂરી રકમ મોકલાની જવાબદારી સંભાળે છે. એ બાતમીના આધારે મુંબઈ પોલીસે એ યુવતીના મોબાઈલ ફોન પરથી થોડા a ટેપ કરવા માંડ્યા. એ યુવતી જુદા જુદા ત્રણ મોબાઈલ નંબરથી શકીલ સાથે સંપર્કમાં રહેતી હતી. મુંબઈ પોલીસે છ
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 149 ઈન્ડિયા ક્લબના કોન્ફરન્સ રૂમના દરવાજા તરફ નજર રાખી રહેલા યુવાને દરવાજો ખૂલતો જોઈને સિગારેટનો છેલ્લો કશ ખેંચ્યો અને ઝડપથી સિગરેટ બુઝાવીને તે સ્નૂકર રૂમમાંથી બહાર નીકળ્યો. એ જોઈને સ્નૂકર રમતો ...Read Moreપણ લગભગ દોડીને તેની સાથે થઈ ગયો. ત્રીજી સેકન્ડે તે બંને કોન્ફરન્સ રૂમાંથી બહાર નીકળેલા શરદ શેટ્ટીની બરાબર બાજુમાં પહોંચી ગયા અને તેમણે પિસ્તોલ ખેંચીને શેટ્ટીના શરીરમાં ધડાધડ પાંચ ગોળી ધરબી દીધી. અને થોડીવાર તરફડિયાં મારીને શેટ્ટીનું શરીર શાંત પડી ગયું. એ દરમિયાન પેલા બંને યુવાનો નાસી છૂટ્યા. “શરદ શેટ્ટી દાઉદનો બે દાયકાથી જૂનો સાથીદાર અને મિત્ર હતો. કર્ણાટકના કન્નડા
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 150 ‘યુનાઈટેડ આરબ અમીરાતે દાઉદ ગેંગના રિયાઝ સિદ્દીકી અને રાજકુમાર શર્મા ઉર્ફે રાજુ ચીકનાને ભારતના હવાલે કરી દીધા. જોકે થોડા સમયમાં એ બંને જામીન પર છૂટી ગયા કારણ કે મુંબઈ પોલીસ ...Read Moreસામે કોર્ટને નક્કર પુરાવા ન આપી શકી. મુંબઈ પોલીસે કહ્યું કે એનાથી દાઉદના સાથીદારો વિરુદ્ધના પુરાવા ખોવાઈ ગયા હતા! એ પછી કેટલાક ખણખોદિયા પત્રકારો એવી માહિતી બહાર કાઢી લાવ્યા કે દાઉદ 1984માં મુંબઈ છોડીને દુબઈ નાસી ગયો એ પહેલા તેની વિરુદ્ધ છ કેસો નોંધાયા હતા. એ પૈકી પાંચ કેસના ક્રાઈમ રજિસ્ટર ગાયબ થઈ ગયાં છે! એ પછી દાઉદ વિરુદ્ધ નોંધાયેલા
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 151 ‘રાજને કરાચીમાં બોમ્બ બ્લાસ્ટ્સ કરાવ્યા એ પછી પાકિસ્તાનના સિંધ પ્રાંતના ગૃહપ્રધાન આફતાબ શેખે પત્રકારો સમક્ષ જીભ કચરી દીધી કે દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં જ છે અને કરાચીમાં તેની ઢગલાબંધ મિલકતો છે ...Read Moreએ પ્રોપર્ટીઝ પૈકી એક ‘કવિશ ક્રાઉન પ્લાઝા’ કોમર્શિયલ સેન્ટર છે, જ્યાં બોમ્બ વિસ્ફોટ થયો છે. આ દરમિયાન અમેરિકા દાઉદ વિશે તલસ્પર્શી માહિતી એકઠી કરી રહ્યું હતું. દાઉદ વિશે પૂરતી માહિતી એકઠી કર્યા પછી 16 ઓકટોબર, 2003ના દિવસે અમેરિકાએ દાઉદ ઈબ્રાહિમને આંતરરાષ્ટ્રીય આંતકવાદી જાહેર કર્યો. અમેરિકી ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી કે પાસપોર્ટ નંબર 0869537 (વ્યક્તિગત કેટેગરી) ધરાવતો અને કરાચીમાં
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 152 ‘વર્લ્ડ ટ્રૅડ સેaન્ટર પરના હુમલાથી દાઝેલું અમેરિકા આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સંકળાયેલા બદમાશોને ભીંસમાં લેવાની દિશામાં આગળ વધી રહ્યું હતું ત્યારે ભારતની નજર દાઉદ ઉપરાંત તેની ગેંગમાંથી છૂટી પડીને નવી ગેંગ ...Read Moreઅને ભારત માટે માથાના દુખાવા સમા બનેલા કેટલાક ગેંગલીડર્સ પર પણ હતી. વિદેશમાં ધામા નાખીને બેઠેલા અબુ સાલેમ પર પણ હતી. 18 સપ્ટેમ્બર, 2002ના દિવસે પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં પોતાની હિરોઈન પ્રેમિકા મોનિકા બેદી સાથે ઝડપાઈ ગયેલા અબુ સાલેમને પ્રત્યાર્પણ દ્વારા ભારત પાછો લાવવા માટે ભારત સરકાર મથામણ કરી રહી હતી. જોકે 2003ના અંત સુધી ભારત સરકારના પ્રયાસ સફળ થયા નહીં.
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 153 ‘દાઉદને ભારતને હવાલે કરી દેવાનું દબાણ પાકિસ્તાનના કેટલાક ત્રાસવાદી સંગઠનો અને પાકિસ્તાની અંડરવર્લ્ડના ખેરખાંઓ આઈએસઆઈ પર કરી રહ્યાં હતા, પણ આઈએસઆઈના અધિકારીઓ તેમને દાદ આપતા નહોતા. જો કે આ દરમિયાન ...Read Moreછોટા રાજનને કારણે મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો હતો! છોટા રાજને કરાંચીમાં દાઉદ અને મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ્સ કેસના આરોપી ટાઈગર મેમણની માલિકીના કમર્શિયલ સેન્ટરમાં બોમ્બ બ્લાસ્ટ્સ કરાવ્યા એ પછી દાઉદ તકલીફમાં મુકાયો હતો. દાઉદના કમર્શિયલ સેન્ટરમાં બૉમ્બ બ્લાસ્ટ્સ પછી પાકિસ્તાનમાં એવી વાત વહેતી થઈ હતી કે બૉમ્બ બ્લાસ્ટ્સ ભારતીય જાસૂસી સંસ્થા ‘રૉ’ દ્વારા કરવામાં આવ્યો હતો. દાઉદના વિરોધી હોય એવા,
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 154 ‘મે, 2004ની લોકસભામાં ચૂંટણીમાં મુંબઈ પોલીસની ધારણા પ્રમાણે ન બન્યુ. પણ ઓકટોબર, 2004ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓ અગાઉ ઈકબાલ કાસકરે કોર્ટમાં અરજી કરી કે ‘મને મુંબઈ ઉમરખાડી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી ...Read Moreપરવાનગી આપો.’ ‘ઈકબાલ કાસકરે ચૂંટણી લડવાની પરવાનગી માગી એમાં બહુ કંઈ નવી નવાઈની વાત નહોતી. દાઉદનો દુશ્મન અરુણ ગવળી તો વિધાનસભા ચૂંટણી લડીને મહારાષ્ટ્ર વિધાનસભાનો સભ્ય પણ બન્યો હતો અને લોકપ્રતિનિધિની રૂએ તેના વિસ્તારના એક કાર્યક્રમમાં તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયી સાથે એક કાર્યક્રમમાં તેણે વટભેર હાજરી પણ આપી હતી! એ વખતે મીડિયામાં ભારે હોબાળો થયો હતો. ગવળી ગેંગનો શાર્પ શૂટર
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 155 1994માં દાઉદના પિતા ઈબ્રાહિમ કાસકર મૃત્યુ પામ્યા એ વખતે અને પછી 1999માં દાઉદની માતા અમીના બેગમ કાસકરના મૃત્યુ પછી તેમની અંતિમ ક્રિયા વખતે દાઉદ હાજર રહી શક્યો નહોતો. જોકે દાઉદના ...Read Moreમૃત્યુ પછી તેમની અંતિમવિધિ વખતે હજારો માણસો ઉમટી પડ્યા હતા. અને પોતાના માતાપિતાની અંતિમવિધિનું શૂટિંગ કરાવીને દાઉદે કરાચીમાં વિડીયો કેસેટના માધ્યમથી એક એક ક્ષણની ગતિવિધિ જોઈ હતી. દાઉદના નાના ભાઈ ઈકબાલ કાસકરનું યુ.એ.ઈ.એ પ્રત્યર્પણ કર્યા પછી છ મહિના બાદ, 8 ઓકટોબર, 2003ના દિવસે, ઈકબાલ કાસકરે ‘મકોકા’ (મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ) કોર્ટ સમક્ષ અરજી કરી હતી કે 11 ઓકટોબર,
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 156 ‘દાઉદને આનંદ થાય એવા એક સમાચાર તેને ઈન્ડોનેશિયાથી મળ્યા. 19 ઓગસ્ટ, 2004ના દિવસે છોટા રાજન ઈન્ડોનેશિયામાં બનાવટી ચલણી નોટોના કેસમાં તેના બે સાથીદારો સાથે ઝડપાઈ ગયો. જોકે દાઉજ છોટા રાજનની ...Read Moreખુશી બહુ લાંબા સમય સુધી મનાવી શક્યો નહીં. રાજન લાંચ આપીને ઈન્ડોનેશિયાના કાનૂન ગાળિયામાંથી છટકી ગયો. દાઉદ અને રાજન આ રીતે વિદેશી ધરતી પર અસ્તિત્વ ટકાવવા માટે મથી રહ્યા હતા એ દરમિયાન મુંબઈમાં અને ભારતના શહેરોમાં તેમની છૂટીછવાઈ પ્રવૃત્તિ ચાલુ જ હતી. મુંબઈમાં ખંડણી ઉઘરાણીનું પ્રમાણ ઘટી ગયું હતું, પણ પ્રોપર્ટીઝના વિવાદમાં અને વેપારીઓ કે બિલ્ડરો કે ઉદ્યોગપતિઓના આર્થિક વિખવાદમાં
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 157 દાઉદની દીકરી માહરુખનાં જાવેદ મિયાદાદના દીકરા જુનૈદ સાથેના લગ્ન આડે વિલન ન બનવા માટે દાઉદ અને જાવેદે આઈએસઆઈના ઉચ્ચ અધિકારીઓ આજીજી કરી. દાઉદ-જાવેદની અમુક મહિનાઓની મથામણ પછી છવટે આઈએસઆઈના ઉચ્ચ ...Read Moreમાહરુખ-જુનૈદનાં લગ્ન માટે ગ્રીન સિગ્નલ આપવા તૈયાર થયા. પણ એ માટે તેમણે દાઉદની તિજોરીમાં ફરી એકવાર મોટું ગાબડું પડ્યું. આઈએસઆઈના અધિકારીઓએ દાઉદને કહ્યું કે, તારી પુત્રીના લગ્નને કારણે પાકિસ્તાનમાં તારી હાજરી વિશે આપોઆપ જગતભરમાં જાહેર થઈ જશે અને અત્યાર સુધી પાકિસ્તાનમાં તારી હાજરી નથી એવું પાકિસ્તાન સતત કહેતું રહ્યું હોવાથી પાકિસ્તાન કફોડી સ્થિતિમાં મૂકાઈ જશે. પણ તારી સાથે ગાઢ સંબંધને
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 158 છોટા રાજન કરાચીમાં છુપાયેલા દાઉદને મારી નાખવાની યોજના બનાવી રહ્યો હતો ત્યારે મુંબઈ પોલીસ છોટા રાજનના અત્યંત મહત્વના સાથીદાર વીકી મલ્હોત્રાની પાછળ પડી હતી. રહસ્યમય અને આશ્વર્યપ્રેરક વાત એ હતી ...Read Moreછોટા રાજને વીકી મલ્હોત્રાને જ દાઉદનું કાટલું કાઢવાની યોજના ઘડવાની જવાબદારી સોંપી હતી! વીકી મલ્હોત્રાએ ઘણા સમયથી હોંગકોંગમાં પડાવ નાખ્યો હતો. પણ 2005ના મધ્યભાગમાં તે કોલકત્તા અને પછી દિલ્હી આવ્યો હતો. મુંબઈ પોલીસને ‘સૂત્રો’ તરફથી વીકી મલ્હોત્રા વિશે માહિતી મળી એટલે મુંબઈ પોલીસે હોંશેહોંશે એક ટીમને તેની પાછળ છૂટી મૂકી દીધી અને મુંબઈ પોલીસે દિલ્હીમાં એક કાર આંતરીને વિકીને ઝડપી
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 159 ફિલ્મ સ્ટાર ગોંવિંદા અને દાઉદની વિડીયો ટેપના વિવાદના પડઘા ભારતભરમાં પડી રહ્યા હતા ત્યારે બીજી બાજુ સીબીઆઈ ચૂપકીદીથી એક ‘ઓપરેશન’ને છેલ્લો ઓપ આપી રહી હતી. સીબીઆઈ દાઉદના એક સમયના સાથી ...Read Moreકુખ્યાત ખંડણીખોર અબુ સાલેમની પોર્ટુગલથી પ્રત્યાર્પણ દ્વારા ભારત લાવવાની વેતરણમાં પડી હતી. અબુ સાલેમ અને તેની હિરોઈન પ્રેમિકા મોનિકા બેદી 2002માં બનાવટી પાસપોર્ટ રાખવાના આરોપ હેઠળ લિસ્બનમાં (પોર્ટુગલમાં) ઝડપાઈ ગયાં એ પછી તેઓ પોર્ટુગલની જેલમાં હતા અને તેમને ફાંસી નહીં આપવાની શરતે ભારતના હવાલે કરવાની મંજૂરી પોર્ટુગીઝ કોર્ટે આપી દીધી હતી. જોકે એમ છતાં અબુ સાલેમ વિરુદ્ધના કેસના જડબેસલાક પુરાવા
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 160 દાઉદના ભાઈ ઈકબાલ કાસકરનું પ્રત્યાર્પણ થયું અને તેને દુબઈ સરકારે ભારતના હવાલે કર્યો એ વખતે ઈકબાલ કાસકરનો કેસ લડવા માટે ચુનંદા વકીલોની ફોજ ઊભી થઈ ગઈ હતી અને તેમણે ઈકબાલને ...Read Moreસમયમાં જામીન પર છોડાવી લીધો હતો. (એમાં મુખ્ય એડવોકેટ અધિક શિરોડકર હતા, જે શિવસેનાના સંસદસભ્ય તરીકે રાજ્યસભામાં બિરાજમાન હતા!) એટલે ઈકબાલ કાસકર નૂરાને પાનો ચડાવી રહ્યો હતો કે એણે પણ ભારત આવી જવું જોઈએ. (બાય ધ વે, નૂરાએ તો ચૂંટણી લડવા માટે કોર્ટની પરવાનગી પણ મેળવી લીધી હતી!) જોકે ભારત પાછા આવવાનું નૂરા માટે શક્ય બન્યું નહોતું. એનું એક કારણ
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 161 દાઉદના મહત્વના માણસ છોટા દાઉદની હત્યાના બરાબર એક મહિના પછી મુંબઈમાં દાઉદના ગઢ સમી ગણાતી પાકમોડિયા સ્ટ્રીટમાં દાઉદના નાના ભાઈ ઈકબાલ કાસકર પર ચાર યુવાનોએ ગોળીબાર કર્યો. બે બાઈક પર ...Read Moreચાર યુવાનોએ હિંમતપૂર્વક પાકમોડિય
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 162 4 જૂન, 2013ના દિવસે મહારાષ્ટ્રના દલિત રાજકીય નેતા અને રાજ્યસભાના સભ્ય પ્રકાશ આંબેડકરે એવો ધડાકો કર્યો હતો કે, ક્રિકેટ જગત સાથે સંકળાયેલો એક યુવાન કેન્દ્રિય પ્રધાન પાકિસ્તાન ગયો ત્યારે દાઉદ ...Read Moreમળ્યો હતો અને તેની દાઉદ સાથેની મુલાકાત વખતે પાકિસ્તાની લશ્કરનો એક ઉચ્ચ અધિકારી પણ હાજર હતો! જોકે આશ્વર્યજનક રીતે, દાઉદની ટેલિફોનિક વાતોમાં દાઉદ પ્રધાનનું નામ બોલ્યો એ વિશે અને પ્રકાશ આંબેડકરના આક્ષેપ વિશે આગળ કોઈ તપાસ કે ચર્ચા થઈ નહીં. ********** આઈપીએલના સ્પોટ મેચ ફિક્સિંગ કૌભાંડને મુદ્દે દાઉદનું નામ ગાજ્યા પછી સરકાર. પોલીસ અને પબ્લિક તથા મિડીયા ફરી એકવાર દાઉદને
વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 163 અમારા પોલીસ ઑફિસર મિત્રએ પપ્પુ ટકલાને મળાવતાં પહેલાં કહેલી ઘટના અમને યાદ આવી ગઈ. વર્ષો અગાઉ જ્યારે એ સોનાની દાણચોરી કરતો હતો. ત્યારે એક વખત પોલીસના હાથે ઝડપાઈ જતાં બચવા ...Read Moreએણે પોલીસ ટીમ તરફ ફાયરીંગ કર્યું હતું અને એ વખતે એક નવાણિયો માણસ કુટાઈ ગયો હતો. પોતાની ગોળીથી એ માણસ મરી ગયો, એથી વ્યથિત થયેલા પપ્પુ ટકલાએ એ માણસના પરિવારને શોધીને લગભગ પચીસેક વર્ષ અગાઉ રૂપિયા બે લાખ મોકલી આપ્યા હતા. અંડરવર્લ્ડની માહિતી મેળવવા અમે અવારનવાર તેના ઘરે જતા હતા ત્યારે અમારી નજર સામે એકવાર એણે પોતાને ત્યાં ઘરકામ કરતી