પ્રેમનું અગનફૂલ - 5 - 1

(59)
  • 3.7k
  • 3
  • 1.9k

ચાંદની ચોક સ્થિત આવેલ ‘રો’ ની ઓફિસ. જે આમઆદમી માટે ‘રે બેન્કર્સ એન્ડ કેમિકલ્સ’ કંપનીના નામે જાણીતી હતી. કંપનીના ડાયરેક્ટર મી.સોમદત્ત એ ખરેખર તો ભારતીય જાસૂસી સંસ્થા ‘રો’ના મુખ્ય અધિકારી હતી, પણ તે વાત અમુક અધિકારીઓ અને વડાપ્રધાન ગૃહપ્રધાન, સંરક્ષણ પ્રધાન જેવી મોટી હસ્તીઓ જ જાણતા હતા. પીન ડ્રોપ્સ સાયલન્ટ વાતાવરણમાં એ.સી. ચાલવાનો આછો અવાજ આવી રહ્યો હતો. ઓફિસના વાતાવરણમાં આહ્વલાદક ઠંડક સાથે અનેરી ખુશ્બુ ફેલાયેલી હતી.