ખેલ : પ્રકરણ-2

(232)
  • 6.4k
  • 10
  • 4.8k

રાજીવ દીક્ષિત એક ખ્યાતનામ વકીલ હતા. શહેરના મોટા મોટા ઉધોગપતિઓ એની સલાહ લેવા આવતા. સાથે સાથે બ્લેક મનીવાળા માફિયાઓ પણ એની જોડે જ સલાહ લેવા આવતા. મુંબઈના માફિયાઓમાં એક નામ બલભદ્ર નાયકનું હતું. બલભદ્ર નાયક માત્ર નામ પૂરતો જ નાયક હતો બાકી તો એના કર્મ ખલનાયકને શરમાવી નાખે એવા હતા. જે જે કાનમાં તેના નામના અક્ષરો પડ્યા હતા એ કાન તેનું નામ ભાગ્યે જ બીજીવાર સાંભળવા ઇચ્છતા. બલભદ્ર કમાતો ઘણું પણ બધું અનૈતિક રીતે છતાં તે વાપરવામાં ક્યારેય પાછો ન પડતો. તે અવારનવાર રાજીવ દીક્ષિતની ઓફિસે આવતો. એના બ્લેકમની વ્હાઇટ કરવા માટેના આઈડિયા લેતો અને અઢળક રૂપિયા વેરીને જતો. આખી ઓફિસને