નિશાન ચૂક માફ, નહી માફ નીચું નિશાન

  • 47.5k
  • 2
  • 5.2k

સતત વહેતી જીવનની ઘટમાળમાં આપણે ધીરે ધીરે ગોઠવાઈ જઈએ છીએ. સુરજ જેમ તેના સમયે ઉગવાનું ભૂતો નથી તેમ આપણે પણ સમય મુજબ કામ કરવાનું અને સુઈ જવાનું ભૂલતા નથી. ઘણીવાર એટલે જ આપણે જ્યાં હોઈએ ત્યાં જ વર્ષો પછી પણ ઉભા હોઈએ એવું બની શકે. સમય સતત ચાલતો રહે, વહેતો રહે પણ અઆપ્ને તેની સાથે ચાલતા જ હોઈએ કે બદલાતા જ હોઈએ એવું હોતું નથી. વળી જીવનમાં સફળ થવા માટે સતત ચાલતા રહેવું અને કઈક કરતા રહેવું અનિવાર્ય છે. આપણે મોટું સ્વપ્ન જોવા ટેવાયેલા છીએ પણ તે સ્વપ્નને પૂર્ણ કરવા માટે નાના નાના ધ્યેય ને નક્કી કરવાનું આવડતું નથી. આપણને સ્કુલ કે કોલેજમાં શીખડાવવામાં આવે છે કે જીવનમાં ધ્યેય(ગોલ) તો હમેશા ઉચ્ચ જ રાખો એટલે કે Aim High.