ઘુઘા માલધારીની લૂછી

(28)
  • 4.6k
  • 4
  • 1.3k

ઘુઘા માલધારીની 'લૂછી' પરાણે પ્લેનમાં બેઠેલી લ્યુસીના જીવને ક્યાંય ચેન નહોતું.."વ્હાય મોમ..વ્યાહ..? વ્હાય આઈ કાંટ મેરી હિમ..? આઈ લાઈક ઇન્ડિયા..આઈ લાઈક સાસન.....આઈ લાઈક ઘુઘો...! એની મોમ જેનીને આ બિલકુલ પસંદ આવ્યું નહોતું. દરેક માં બાપની જેમ લ્યુસીના માબાપ પણ બિલકુલ ખોટા નહોતા.ન્યુજર્સીમાં વિલિયમનો મોટો બિઝનેસ હતો..એકની એક દીકરીને ખૂબ જ લાડ કોડથી ઉછેરી હતી..સુખની છોળોમાં ઉછરેલી પોતાની વ્હાલસોઈ દીકરીને, કઈ માં દૂર દેશના જંગલમાં વસતા કોઈ શેફર્ડ સાથે પરણવા દે..? જેનીની માંને મન ઘૂઘાની કોઈ વિસાત નહોતી. વિલિયમ તો સ્વભાવનો ખૂબ જ ટાઈટ હતો. જેનીને,લ્યુસીના મગજમાંથી ઘૂઘાનું ભૂત કાઢવાનું કહીને એણે તરત જ સિંહ સદનમાંથી અરજન્ટ ટીકીટ બુક કરાવી હતી. અમેરિકાનું