શૌર્ય અને સાહસ - વિરત્વધારી વિરેન

(15)
  • 2.6k
  • 5
  • 949

?વિરત્વધારી વિરેન? સિગારેટનો એક લાંબો કશ ખેંચી ધુમાડો હવામાં છોડી, ટેબલ પર પડેલા વિસ્કીથી ભરેલા પ્યાલાને હાથમાં લઈ ધીરેથી એને પીવા લાગ્યો. આ તો રોજ નો સમય હતો, એ જ બિયરબાર, એ જ ટેબલ, એ જ સિગારેટ અને એ જ વિસ્કી, બદલાય જતા હતા ફક્ત દિવસો, યાદોના કાળા આવરણો અનંત સુધી પથરાયેલા એમના એમ જ હતા. બીજા ટેબલ પર લોકો બદલાતા રહેતા, આ સાત વર્ષમાં અનેક વેઈટર પણ બદલાય ગયા હતા. બસ રહી ગયું હોય તો એક જીવન જે શરાબથી વધુ યાદોમાં ડૂબેલું હતું.