વન્સ અપોન અ ટાઈમ - 115

(69)
  • 7.1k
  • 10
  • 3.8k

બીજા દિવસે મોડી બપોરે પપ્પુ ટકલાના ઘરે અમારી મુલાકાત થઈ અને ફાઈવફાઈવફાઈવ સળગાવીને તેણે અંડરવર્લ્ડકથા આગળ ધપાવી: ‘દુબઈની જેમ કરાચીમાં દાઉદ ઈબ્રાહિમની છત્રછાયા હેઠળ જુગારની ક્લબ ચલાવતો શોયેબ ખાન ઉર્ફે શોયેબ રમીવાલા હાજી ઈબ્રાહિમ ઉર્ફે ભોલુની સાથે ભાગીદારીમાં ગોરખધંધા કરતો હતો. પણ સાત લાખ ડોલર(ત્યારના ડોલરના ભાવ પ્રમાણે ત્રણ કરોડ રૂપિયાથી વધુ રકમ)ના ગોટાળાને લીધે શોયેબ ખાન અને ભોલુ વચ્ચે ઝઘડો થઈ ગયો અને બંને ભાગીદારો દુશ્મન બની ગયા.