શતરંજના મોહરા - 6

(48)
  • 4.6k
  • 2
  • 2.2k

કોઈ ખોવાઈ ગયેલી કિંમતી ચીજ કે વ્યક્તિ પાછી મળે ત્યારે એ મળ્યાં બાદ સતત એક છૂપો ડર સતાવ્યા કરતો હોય છે કે એ પાછી ખોવાઈ તો નહીં જાયને ? એટલે પછી એનાં માટે મમત્વ વધી જાય છે. એને પહેલાં કરતા વધુ ધ્યાનથી અને પ્રેમથી સંભાળવામાં આવે છે. આવું જ કંઇક આરઝૂ અને અમેયની પ્રેમકહાણીમાં થયેલું. હા, એક વાર ખોવાઈ ગયેલો અમેય આરઝૂને પાછો મળી ગયો હતો.