દલાની દગડાઈ

(48)
  • 3.9k
  • 4
  • 1.3k

દલો બધા ભાઈઓ માં મોટો હતો . નાનપણથી જ ખાવાપીવાની ખુબ જ છૂટછાટ એટલે દલાનો દેહ નદીકાંઠે આડબીડ ઉગી નીકળેલા વડલાની જેમ વિસ્તરેલો ! દલાના બાપને બીજા બે છોકરાઓ માટે જેટલું કાપડ, કપડાં સીવડાવવા જોઈએ એટલું એકલો દલો જ પોતાન પંડ્ય ઉપર વીંટાળતો. દરજી પણ દલા ના કપડાં સીવવાની ખુબ જ આનાકાની કર્યા પછી ડબ્બ્લ પૈસા લઈને કપડાં સીવી દેતો .થોડો મોટો થયા પછી એકવાર મોચીને પગરખાનું માપ દેવા ગયો ત્યારે "એકાદ ઢોર મરે પછી કેવડાવીશ" એવો જવાબ મળેલો !! દલાનો બાપ મોટો ખેડૂત હતો એટલે એના ઘેર ભેંસોનું ધણ હતું એમ કહો તોય ચાલે