ખેલ : પ્રકરણ-13

(190)
  • 5k
  • 8
  • 2.9k

શનિવારનો દિવસ હતો. સૂરજ આકાશમાં ઊંચે ચડી ગયો હતો. કોમળ કિરણો હજુ ઠંડી સામે લડી લેવા સક્ષમ નહોતા. હવામાં હજુ ઠંડી યથાવત હતી. શહેરમાં લોકોની અવર જવર શરૂ થઈ ગઈ હતી પણ શ્રી હજુ જાગી નહોતી. રાત્રે વડોદરા અને અર્જુનના વિચારોમાં મોડે સુધી એની આંખો મળી નહોતી. વડોદરા જ્યાં તે જન્મી હતી. કાકા કાકીના ત્રાસથી વર્ષો પહેલા એ ઘર છોડીને ભાગી ગઈ હતી. કઈક દિવસો સુધી માસીએ તેને ખર્ચ આપ્યો હતો. પણ એ વડોદરા હવે કેટલું બદલાઈ ગયું હશે? તેના માટે હવે એ શહેર સાવ અજાણ્યું જ હશે ને? એવા કેટ કેટલા વિચારોમાં એ જાગી હતી. ફરી એકવાર એલાર્મના સહારે જ