પ્રેમનું અગનફૂલ - 11 - 1

(39)
  • 4.7k
  • 1.8k

વાતાવરણ ગોળીઓ અને ચીસોના અવાજથી ગુંજી ઊઠ્યું. ગોળીઓના ધમાકાથી વૃક્ષો પર બેઠેલાં પક્ષીઓ પાંખો ફફડાવતાં ડરના માર્યા આમથી તેમ ચીસો પાડતાં ઊડવા લાગ્યા. ક્ષણભર માટે આકાશમાં વીજળી ચમકી. કદમ, પ્રલય અને રસીદએ ગોળીઓના ધમાકા થયા ત્યારબાદ આંખો ખોલી, તેઓને વિશ્વાસ ન આવ્યો. જે રિવોલ્વર તેઓના તરફ તકાયેલી હતી અને તેની ગોળીઓ તેઓના સીનામાં ઊતરી જવાને બદલે ત્યાં એકઠા થયેલ આતંકવાદીઓના સીનામાં ઊતરી ગઇ હતી. છ આતંકવાદીઓ ગોળી ખાઇને મૃત્યુ પામ્યા હતા.