અર્ધ અસત્ય. - 26

(221)
  • 7.8k
  • 12
  • 5.4k

રમણ જોષી કાગડોળે કમલ દિક્ષિતનાં કોલની રાહ જોઈ રહ્યો હતો. તેણે તેને બંસરીનું કરંટ લોકેશન જાણવાની કામગીરી સોંપી હતી. તે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી આ માહિતી આસાનીથી મેળવી શકે તેમ હતો. જો કે તેમાં થોડો સમય લાગવાનો હતો એ તે જાણતો હતો છતાં તેના ઉચાટમાં સતત વધારો થઇ રહ્યો હતો. અડધી રાત વિતિ ચૂકી હતી અને હજું સુધી બંસરીની કોઈ ખબર મળી નહોતી એટલે ચિંતા થવી સ્વાભાવિક હતી. બંસરી ઈન્સ્પેકટર અભય વાળા કેસ ઉપર કામ કરતી હતી.