જાણે-અજાણે (39)

(70)
  • 4.8k
  • 4
  • 2.4k

તેની બાજુમાં એક કાકા બેઠાં હતાં. દેખાવમાં તેમની ઉંમર પચાસની આસપાસની હતી. તેમનો ચહેરો નિરાશામાં અને ચિંતામાં ઢીલો પડી ગયો હતો. એકલાં બેઠાં કંઈક વિચારી રહ્યાં હતાં. કૌશલનું ધ્યાન તેમની તરફ વળતાં તેમનું નામ અને ઉદાસીનું કારણ પુછ્યું . તે કાકાએ પોતાનું નામ જયેશભાઈ ( નિયતિના પિતા) જણાવ્યું. અને કારણમાં કહ્યું " હું મારી જીવનની સૌથી મોટી હારને કારણે ઉદાસ છું. મેં મારાં જીવનની એવું કંઈક ગુમાવ્યું છે જેનાં વગર મારું જીવન અટકી જ ગયું છે. " " એવું તો શું ગુમાવ્યું છે? ... હું તમારી કોઈ મદદ કરી શકું? " કૌશલે