કોનો વાંક ?

(13)
  • 2.9k
  • 2
  • 752

માર્ગીએ અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોયુ તેને વિશ્વાસ ન આવ્યો, “હું પહેલા હતી એ જ માર્ગી છું કે મારો નવો જન્મ થયો છે?” મરુન કલરના ચોળી સુટમાં માર્ગીનો ગોરો સપ્રમાણ દેહ શોભી ઊઠતો હતો, વર્ષો પછી તેણે પોતાની જાતને સજાવી હતી, એ ગોઝારા ભૂતકાળને એક સ્વપ્નું માની ભૂલી જવાનો આ પ્રથમ પ્રયાસ હતો. વર્ષોથી પાનખરનો અનુભવ કરી રહેલા તેના મનમાં આજે ઘણા વર્ષો પછી વસંતનું આગમન થયું, પણ જે પાનખરની કોરી ધખાર ધરતીનું સુકાપણું તેના હૃદયમાં અંકિત થઇ ગયું હતું, તે મિટાવી શકાય તેવું ન હતું. વસંતના વધામણા કરવા એનું મન તૈયાર થયું પણ હૃદયમાં ઉમંગનો અહેસાસ નહોતો. “માર્ગીઇઈઈ…” મમ્મીનો અવાજ આવતાં જ માર્ગી ચોકી ઊઠી