કૂખ - 12 - છેલ્લો ભાગ

(24)
  • 3.9k
  • 1.4k

વંદનાના સાસુએ પહેલવાર વંદનાને આમ ખુલ્લું બોલતાં, અધિકારની વાત કરતાં સંભાળી. ઘડીભર ગમ્યું નહી. મેરી બિલ્લી મૂઝશે મ્યાઉં...પણ અણસાંભળ્યું કરીને રૂમ બહાર નીકળી ગયા. અંજુને વંદના એકબીજા સામે જોતી રહી.પણ વંદનાને થયું કે, હવે આ ચર્ચા-બેઠક પૂર્ણ કરવી જોઈએ. આ વેળા અંજુના મનમાં ઝબકારો થયો. એક છાતીફાટ ગર્જના થઇ. ઝબકારના ક્ષણિક ઉજાસ વચ્ચે એક નવી દિશા આગવા અંદાઝ સાથે ઉઘડી આવી. ‘આ પહેલા મને આ વિચાર કેમ ન આવ્યો ?’ ‘એ...’વંદના બેઠક પૂરી કરવાના મૂડમાં બોલી : ‘વિચાર પણ સમય પ્રમાણે આવે...’ થોડીવાર બંને બહેનપણીઓ આ બાબત પર સંતલસ કરતી રહી.પછી ગુડનાઇટ કરીને છુટ્ટી પડી. અંજુ બેઠી હતી ત્યાં જ લાંબી થઇ ગઈ. આંખો બંધ કરી, ઊંઘ આવે એવા પ્રયાસ કરવા લાગી.