વન્સ અપોન અ ટાઈમ - 133

(117.6k)
  • 9.1k
  • 7
  • 5.2k

‘જેમ અંડરવર્લ્ડ તરફથી હિરોઈનને સાઈન કરવા માટે પ્રોડ્યુસર્સને ધમકી મળતી હતી એ જ રીતે હિરોઈન આડી ફાટે તો તેને પણ ધમકી મળી જાય એવા ઘણા કિસ્સાઓ બૉલીવુડમાં બનવા માંડ્યા હતા. છોટા શકીલના પાળીતા એવા એક ફિલ્મ પ્રોડ્યુસરની ફિલ્મમાં અભિનય કરી રહેલી એક સફળ હિરોઈનને પ્રોડ્યુસરે કહ્યું કે આ સિનમાં તારે ટુ પીસ સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરવાનો છે, પણ તે હિરોઈને ટુ પીસ સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરવાનો ઈન્કાર કર્યો.