મારી ચૂંટેલી લઘુકથાઓ - 20

(15)
  • 2.6k
  • 1
  • 926

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા અવિશ્વાસ વૃદ્ધ રમાકાંત છેવટે કરી પણ શું શકતા હતા! પગ કપાઈ ગયો હતો એટલે ઘોડીનો સહારો લેવો જ પડતો હતો. પછી તે ઘોડી ભલે ગમેતેવી પણ કેમ ન હોય. જ્યારે સાથ લેવા-આપવાની સહુથી વધુ જરૂરિયાત હતી તે સમયે જ પત્નીની વિદાયે રમાકાંતને બિલકુલ એકલા પાડી દીધા. હજી તો બે મહિના જ થયા હતા કે બંને એકબીજાના ધ્રુજતા હાથને સહારો આપતા આપતા સફરમાં આગળ વધી રહ્યા હતા પરંતુ નસીબ સામે કોનું ચાલ્યું છે! રમાકાંત થોડાક દિવસો તો પોતાના પૈતૃક મકાનમાં પ્રેતની જેમ એકલા ભટકતા રહ્યા પરંતુ એ પહેલા કે તેઓ સાવ વિખેરાઈ જાય