OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • ગુજરાતી
    • हिंदी
    • मराठी
    • বাংলা
    • മലയാളം
    • తెలుగు
    • தமிழ்
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Write Now
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Mari Chunteli Laghukathao by Madhudeep | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. મારી ચૂંટેલી લઘુકથાઓ - Novels
મારી ચૂંટેલી લઘુકથાઓ by Madhudeep in Gujarati
Novels

મારી ચૂંટેલી લઘુકથાઓ - Novels

by Madhudeep Matrubharti Verified in Gujarati Short Stories

(709)
  • 33.7k

  • 69.3k

  • 104

લઘુકથાનો કથા-પરિવારનો જ મહત્વપૂર્ણ હિસ્સો છે જેવી રીતે નવલકથા, વાર્તા કે પછી નાટક હોય. પરિવારમાં જે રીતે દરેક વ્યક્તિના ગુણધર્મો અલગ અલગ હોય છે તેવી જ રીતે લઘુકથાના ગુણધર્મ પણ બાકીના લેખન કરતા અલગ હોય છે. લઘુમાં વિરાટ પ્રસ્તુત ...Read Moreતેજ લઘુકથાકારનું કૌશલ્ય છે. આપણી સમક્ષ સંપૂર્ણ સૃષ્ટિ છે, આ સૃષ્ટિમાં પૃથ્વી છે, પૃથ્વી પર મનુષ્ય, મનુષ્યનું પૂર્ણ જીવન અને એ જીવનની એક પળ. આ વિસ્તૃતથી અણુ સુધીની યાત્રા છે અને આ અણુનું સાચું અને સ્પષ્ટ વર્ણન કરવું તે જ લઘુકથાનો મૂળમંત્ર છે. એ લઘુકથાકાર જ સફળ માનવામાં આવે છે જે આ પળને સાચી રીતે પકડીને તેની પુરેપુરી સંવેદનાની સાથે તેને વાચક સુધી પ્રસ્તુત કરી શકે. સૃષ્ટિનું પોતાનું મોટું મહત્ત્વ છે પરંતુ આપણે અણુના મહત્ત્વને ઓછું આંકી શકીએ નહીં. માનવીના જીવનમાં કેટલી બધી મહત્ત્વની પળો હોય છે જે નવલકથા કે પછી વાર્તા લખતી વેળાએ લેખકની દ્રષ્ટિએથી દૂર થઇ જતી હોય છે કારણકે એ સમય લેખકની દષ્ટિ સમગ્ર જીવન પર હોય છે પરંતુ એક લઘુકથાકારની દ્રષ્ટિમાં એ પળ જ મહત્વપૂર્ણ હોય ચ્જ્જે જે એક વાર્તાકાર કે નવલકથાકારની નજરેથી દૂર રહી જતી હોય છે. એ પળોની વાર્તા જ લઘુકથા હોય છે અને અને આ ગુણધર્મ જ આ શાખાને વિશિષ્ટ પણ બનાવે છે અને અન્ય શાખાઓ કરતા અલગ પણ બનાવે છે. - મધુદીપ

Read Full Story
Download on Mobile

મારી ચૂંટેલી લઘુકથાઓ - 1

(40)
  • 3.1k

  • 4.1k

લઘુકથાનો કથા-પરિવારનો જ મહત્વપૂર્ણ હિસ્સો છે જેવી રીતે નવલકથા, વાર્તા કે પછી નાટક હોય. પરિવારમાં જે રીતે દરેક વ્યક્તિના ગુણધર્મો અલગ અલગ હોય છે તેવી જ રીતે લઘુકથાના ગુણધર્મ પણ બાકીના લેખન કરતા અલગ હોય છે. લઘુમાં વિરાટ પ્રસ્તુત ...Read Moreતેજ લઘુકથાકારનું કૌશલ્ય છે. આપણી સમક્ષ સંપૂર્ણ સૃષ્ટિ છે, આ સૃષ્ટિમાં પૃથ્વી છે, પૃથ્વી પર મનુષ્ય, મનુષ્યનું પૂર્ણ જીવન અને એ જીવનની એક પળ. આ વિસ્તૃતથી અણુ સુધીની યાત્રા છે અને આ અણુનું સાચું અને સ્પષ્ટ વર્ણન કરવું તે જ લઘુકથાનો મૂળમંત્ર છે. એ લઘુકથાકાર જ સફળ માનવામાં આવે છે જે આ પળને સાચી રીતે પકડીને તેની પુરેપુરી સંવેદનાની સાથે તેને વાચક સુધી પ્રસ્તુત કરી શકે. સૃષ્ટિનું પોતાનું મોટું મહત્ત્વ છે પરંતુ આપણે અણુના મહત્ત્વને ઓછું આંકી શકીએ નહીં. માનવીના જીવનમાં કેટલી બધી મહત્ત્વની પળો હોય છે જે નવલકથા કે પછી વાર્તા લખતી વેળાએ લેખકની દ્રષ્ટિએથી દૂર થઇ જતી હોય છે કારણકે એ સમય લેખકની દષ્ટિ સમગ્ર જીવન પર હોય છે પરંતુ એક લઘુકથાકારની દ્રષ્ટિમાં એ પળ જ મહત્વપૂર્ણ હોય ચ્જ્જે જે એક વાર્તાકાર કે નવલકથાકારની નજરેથી દૂર રહી જતી હોય છે. એ પળોની વાર્તા જ લઘુકથા હોય છે અને અને આ ગુણધર્મ જ આ શાખાને વિશિષ્ટ પણ બનાવે છે અને અન્ય શાખાઓ કરતા અલગ પણ બનાવે છે. - મધુદીપ

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 2

(22)
  • 2.1k

  • 2.6k

શહેરનું પ્રખ્યાત ટાગોર થિયેટર ખીચોખીચ ભરાઈ ચૂક્યું છે. જે દર્શકોને સીટ નથી મળી તેઓ દીવાલને ચોંટીને ઉભા છે. રંગમંચના પિતામહ કહેવાતા નીલાંબર દત્ત આજે પોતાની અંતિમ પ્રસ્તુતિ આપવા જઈ રહ્યા છે. હોલની રોશની ધીમેધીમે ઝાંખી પડી રહી છે, રંગમંચનો પડદો ...Read Moreરહ્યો છે.

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 3

(29)
  • 1.4k

  • 2k

હા અનવર! હું આ ધાર્મિક પુસ્તક પર હાથ રાખીને પૂરા ભાન સાથે એ સ્વીકાર કરું છું કે એ સમયે તારા પ્રેમની જાળમાં ફસાઈને અને મારી માતા સમક્ષ વિદ્રોહ પોકારીને તારી સાથે નિકાહ કરવા એ મારા જીવનની સહુથી મોટી ભૂલ ...Read More

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 4

(19)
  • 1.2k

  • 1.8k

આ તમે તમે જે ત્રણ માળનું સફેદ ભવન જોઈ રહ્યા છો તેને બંસલ કુટીર કહે છે. ભાઈ, જરાય આશ્ચર્ય ન પામતા, તેના માલિક જગદીશલાલ બંસલ તેને કુટીર જ માને છે. તેમનું બાળપણ અને યુવાની ઝુંપડીમાં જ વીત્યું છે અને ...Read Moreભગવાનનો ખૂબ આભાર માને છે કે તેણે તેમને બધુંજ આપી દીધું છે. અને આથીજ તેઓ પોતાના ઘરને પ્રભુની કુટીર માને છે.

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 5

(18)
  • 1k

  • 1.7k

દશેરા પછીના વીસ દિવસો તો જાણેકે કોઈ ઘોડા પર સવાર થઈને ઉડી રહ્યા હતા. બંગલાઓમાં થતી સાફ સફાઈ અને રંગરોગાને એ સ્પષ્ટ કરી દીધું હતું કે પ્રકાશપર્વ નજીક આવી ગયો છે. જે કે વ્હાઈટ સિમેન્ટ વાળી વોલ પુટ્ટી અને ...Read Moreપેઈન્ટથી રંગેલી દીવાલો બોલી ઉઠી હતી પરંતુ સંપ્રભાત કોલોનીની આ દીવાલોની વચ્ચે પાંચ મકાનો એવા પણ હતા જેમની દીવાલો વર્ષોથી બોલવાનું જાણેકે ભૂલી ગઈ હતી. તેમના સંતાનો પોતાના વડીલોને પોતાના દેશમાં એકલા છોડી જઈને વિદેશમાં વસી ગયા હતા.

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 6

(16)
  • 823

  • 1.5k

હું તિહાર જેલનું લોહદ્વાર છું. હમણાંજ તમે જેને પોતાના દુબળા પાતળા શરીરને જેમતેમ કરીને આગળ ધકેલતા ધકેલતા મારી બહાર જતા જોયો તેને હું કેદી નંબર ૫૦૬ના નામે ઓળખું છું. આમતો એનું નામ દિનેશ વર્મા છે જેનું નામ મારી સાથે ...Read Moreપણ ભૂલી ચૂક્યા છે. આ નંબર જ હવે તેની ઓળખ બની ચૂક્યો છે.

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 7

(18)
  • 692

  • 1.2k

“આવો, જિંદગી સાથે કેટલીક વાતો કરીએ.” હા, અનુપમ ખેરે એક ટીવીમાં આવતી જાહેરાતમાં આમ જ તો કહ્યું હતું. એ પણ છેલ્લા સાઈઠ વર્ષથી પોતાની જિંદગી સાથે વાતો કરે છે પણ જિંદગીએ તો જાણે કે તેની વાત કોઈ દિવસ સાંભળી જ ...Read Moreહતી.

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 8

(12)
  • 618

  • 1.2k

ઊંઘરેટી આંખોને ચોળતી ચોળતી એ પોતાના પતિની નજીક આવીને બેસી ગઈ. એ દિવાલના ટેકે બેઠો બેઠો બીડીના કશ લઇ રહ્યો હતો. “મુન્નો સુઈ ગયો...?” “હા, લ્યો દૂધ પી લ્યો.” ચાંદીનો જુનો ગ્લાસ તેણે પેલાની સામે ધર્યો “ના, મુન્ના માટે રહેવા દે. જ્યારે ...Read Moreત્યારે...” તે ગ્લાસને સતત જોઈ રહ્યો હતો. “હું તેને મારા ભાગનું દૂધ પીવડાવી દઈશ.” તેને વિશ્વાસ હતો.

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 9

(17)
  • 618

  • 1k

ધૂંધળી સાંજ હવે અંધારાના શાંત વાતાવરણમાં ફેરવાઈ ગઈ હતી. ગામની દરેક શેરી, દરેક ચાર રસ્તે અંધારું જ અંધારું ફેલાઈ ગયું હતું. હા વાચકો, આ દિલ્હી કે કોઈ બીજા રાજ્યની રાજધાની નથી, પરંતુ ભારતના એક દૂર વસેલા ગામડાની લઘુકથા છે.

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 10

(17)
  • 635

  • 1.1k

સમયના ચક્રને ઉલટું ફેરવી શકાતું નથી. હા, બનવારી લાલ આજે આ વસ્તુ બરોબર સમજી રહ્યો હતો. સમય ચાળીસ વર્ષ આગળ જતો રહ્યો હતો પરંતુ એ ત્યાંજ ઉભો ઉભો કદમતાલ કરી રહ્યો હતો. તેણે પણ ઘણી વખત સમય સાથે આગળ ...Read Moreકોશિશ કરી પરંતુ પરંપરાઓ અને જવાબદારીઓથી બંધાયેલા તેના પગે હમેશા તેને એમ કરવાથી મનાઈ કરી દીધી હતી એટલે એ લાચાર બનીને સદાય ત્યાંજ ઉભો રહી ગયો હતો.

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 11

(14)
  • 548

  • 1.1k

આ એ સમયની વાત છે જ્યારે વિશ્વમાં મોટા મોટા રાષ્ટ્રો નહોતા. માનવ સમાજ નાના નાના કબીલાઓમાં વહેંચાયેલો હતો. આ બધા જ કબીલાઓનો એક સરદાર હતો જે નાના નાના રાજાઓની જેમ લોકોને ભેગા રાખીને તેમના પર શાસન કરતો હતો.

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 12

(12)
  • 542

  • 983

આ એક એવો બદનસીબ દિવસ હતો જેનો પડછાયો આ સરકારી હોસ્પિટલ પર પડી ચૂક્યો હતો. આખી હોસ્પિટલ મડદાંઘરમાં પરિવર્તિત થઇ ગઈ હતી જ્યાંથી ફક્ત એ અભાગીયાઓના ચિત્કારો આવી રહ્યા હતા જેમને કોઈ અહીં છોડીને જતા રહ્યા છે. આ ચિત્કારો ...Read Moreમડદાંઘરથી આવીને આખીયે હોસ્પિટલમાં ફેલાઈ ગયેલા સન્નાટાને ચીરવાની અસફળ કોશિશો કરી રહ્યા છે.

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 13

(16)
  • 553

  • 990

કેટલાક સપનાઓ ભયભીત કરી દેતા હોય છે. આ સપનાઓ જ્યારે ડર ઉભો કરી દેતા હોય છે ત્યારે જગજીત ઈચ્છે તો પણ પોતાની આંખો ખોલી શકતો નથી. એ સમય તેના પર જાણેકે કોઈએ સંમોહન કરી દીધું હોય એવું લાગતું હોય ...Read Moreઅને તે એ સપનામાં ઊંડો ને ઊંડો ઉતરતો જતો હોય છે.

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 14

  • 508

  • 946

દિવસ પૂર્વ દિશામાંથી ધીમેધીમે ઉગી રહ્યો હતો. સવારને જાણેકે આળસ ચડ્યું હોય એમ ધીમે ધીમે પાર્કની તરફ જઈ રહી હતી. દીનદયાળ ખુલ્લા પગે ઘાસ ઉપર ચાલી રહ્યા હતા. જયપ્રકાશ પ્રાણાયામ પછી સૂર્યનમસ્કાર કરી રહ્યા હતા. કેટલાક લોકો સાચા ખોટા ...Read Moreકરી રહ્યા હતા.

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 15

  • 533

  • 1k

શહેરની સીમાઓની બહાર એક નવું શહેર ઉભરી રહ્યું છે. સતત ઉપર આવી રહેલા ‘મલ્ટીઝ’ ની સમાંતર ત્યાં મજૂરોની એક વસ્તી પણ આકાર લઇ ચૂકી છે. સવાર-સાંજ અહીં ખૂબ ચહલ પહલ વર્તાતી હોય છે.

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 16

  • 447

  • 871

આ વખતે ચૂંટણી પંચનો દંડો જરા વધારે તેજ ગતિએ ફરી રહ્યો છે. કોઈ સરઘસ નહીં, કોઈ ધૂમ ધડાકા નહીં, દીવાલો ઉપર પોસ્ટર પણ નહીં લગાવવાના. ફક્ત ચોરે નાની નાની સભાઓ ભરવાની, જાણેકે આ વિધાનસભાની નહીં પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણી ...Read Moreહોય?

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 17

  • 429

  • 925

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા એમની પોતાની જિંદગી બંગલાની લીલીછમ લોન પર નેતરની બે ખુરશીઓ મુકેલી છે, બંનેની વચ્ચે નેતરનું જ એક નાનકડું ટેબલ મુકેલું છે. વિનય પ્રસાદજી પત્નીની સાથે સવારે ચાલીને ઘરે પરત આવ્યા છે. ...Read Moreઅંદર જતી રહી છે અને તેઓ સવારના કોમળ તડકામાં બહાર જ ખુરશી પર બેઠા છે. ત્રણ વર્ષ પહેલા જ્યારે તેઓ ઉપસચિવના પદેથી નિવૃત્ત થયા ત્યારે પત્નીએ પણ પોતાની નોકરીના ચાર વર્ષ બાકી હતા તો પણ વહેલી નિવૃત્તિ લઇ લીધી હતી. તેમનો દ્રઢ મત હતો કે ‘જીવનભર બીજા માટે ખૂબ કામ કર્યું, હવે આપણે બંને એકબીજા માટે જીવીશું.’ વિનય પ્રસાદજી સામે

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 18

  • 466

  • 887

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા હથોડો ગલીના બંને છેડે ખૂબ મોટી ભીડ જમા થઇ ગઈ હતી. પોલીસનો ભારે બંદોબસ્ત હતો. ન કોઈને આ તરફથી પેલી તરફ જવા દેવામાં આવતા હતા કે ન કોઈને પેલી તરફથી આ ...Read Moreઆવવા દેવામાં આવતા હતા. ખેડૂત દીનાનાથના ઘરની સામે સરકારી અધિકારીઓની મોટી સંખ્યા જમા થઇ ગઈ હતી. બેંકની લોન ન ચૂકવી શકતા આજે તેના ટ્રેક્ટર અને તેની સાથે સંકળાયેલા અન્ય ઉપકરણોની હરાજી કરવા માટે બેંક અધિકારીઓ અને સરકારી કારકુનો ભેગા થઇ ગયા હતા. બહુ લાંબા સમય પહેલાની વાત નથી જ્યારે આ વિસ્તારમાં દીનાનાથનો નાનો તો નાનો પણ મોભો હતો. પાકા મકાનની

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 19

  • 460

  • 857

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા અંતરાત્મા આમતો આ કિસ્સો બહુ મોટો નથી પરંતુ તેની વાત બહુ મોટી હતી અને છેલ્લા એક અઠવાડિયાથી મધુપ પાંડે માટે ચિંતાનું કારણ બની ગઈ હતી. એક વર્ષના અથાગ પરિશ્રમ પછી તેણે ...Read Moreસોફ્ટવેર ડેવલોપ કર્યું હતું જેને તેણે ‘અંતરાત્મા’ નામ આપ્યું હતું. તેના કહેવા અનુસાર આ સોફ્ટવેર કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવાની સાથેજ તે માનવીય સંવેદનાઓ સાથે કનેક્ટ થઇ જતું હતું. તે આ સોફ્ટવેરના પરિણામોની તપાસ કરવા માટે યોગ્ય અવસરની રાહ જોઈ રહ્યો હતો અને બહુ જલ્દીથી તેને આ અવસર મળી પણ ગયો હતો. વર્તમાન શાસનની નીતિઓથી ક્ષુબ્ધ થઈને પોતપોતાના અંતરાત્માના અવાજ પર કેટલાક

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 20

(15)
  • 466

  • 976

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા અવિશ્વાસ વૃદ્ધ રમાકાંત છેવટે કરી પણ શું શકતા હતા! પગ કપાઈ ગયો હતો એટલે ઘોડીનો સહારો લેવો જ પડતો હતો. પછી તે ઘોડી ભલે ગમેતેવી પણ કેમ ન હોય. જ્યારે સાથ ...Read Moreસહુથી વધુ જરૂરિયાત હતી તે સમયે જ પત્નીની વિદાયે રમાકાંતને બિલકુલ એકલા પાડી દીધા. હજી તો બે મહિના જ થયા હતા કે બંને એકબીજાના ધ્રુજતા હાથને સહારો આપતા આપતા સફરમાં આગળ વધી રહ્યા હતા પરંતુ નસીબ સામે કોનું ચાલ્યું છે! રમાકાંત થોડાક દિવસો તો પોતાના પૈતૃક મકાનમાં પ્રેતની જેમ એકલા ભટકતા રહ્યા પરંતુ એ પહેલા કે તેઓ સાવ વિખેરાઈ જાય

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 21

  • 410

  • 921

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા નજીક... ખૂબ નજીક ગામથી બે કિલોમીટર દુર આવેલા બસ સ્ટેન્ડ પર જ્યારે બસે વિજયાને ઉતારી ત્યારે શિયાળાની સાંજનું ધુમ્મસ ઉતરી રહ્યું હતું. ગામથી એનો ભાઈ એને ચોક્કસ લેવા આવ્યો હશે, એ ...Read Moreતેણે આજુબાજુ જોયું પરંતુ દૂર દૂર સુધી કોઈનો પડછાયો પણ દેખાતો ન હતો. તેણે પર્સમાંથી મોબાઈલ કાઢ્યો તો તેનો સ્ક્રિન પણ કાળો પડી ગયો હતો. અહીં આવવા માટે નીકળતા પહેલા કદાચ તે ચાર્જ કરવાનું ભૂલી ગઈ હતી. પાંચ-સાત મિનીટ રાહ જોયા પછી તેણે બેગને પોતાના ખભે લટકાવી અને ગામ તરફ લઇ જતી કેડી પર પોતાના પગ ચલાવવાના શરુ કરી જ

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 22

  • 443

  • 1k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા નિદાન બે બિલાડીઓની લડાઈમાં આ વખતે વાંદરો ફાવી ગયો એટલે એણે પુરેપુરી રોટલી કબજે કરીને પોતે જ સિંહાસન પર આરૂઢ થઇ ગયો. તેણે તરતજ નગરમાં જાહેરાત કરાવી દીધી કે તેને રાજા ...Read Moreપરંતુ નગર સેવક કહીને બોલાવવામાં આવે કારણકે તે સામાન્ય જનતાની વચ્ચેથી આવ્યો છે અને આથી જ તે તેમનો સેવક બનીને તેમના સુખ દુઃખ વહેંચવા માંગે છે. જનતા તો એકદમ ખુશ ખુશાલ થઇ ગઈ. તો ભાઈઓ વાત હવે એ રીતે આગળ વધે છે કે શિયાળાની એક રાત્રીએ નગર સેવકને કેટલાક ભૂતપૂર્વ પ્રજા વત્સલ રાજાઓની વાર્તાઓ યાદ આવી એટલે એ પણ પોતાના

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 23

  • 458

  • 1k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ટોપી “આવો આવો હઝૂર કેમ ગભરાયેલા લાગો છો?” “પણ આગળ તો ગાઢ અંધારું છે. આ આપણે ક્યાં આવી ગયા છીએ?” “અરે! તમે તમારા પોતાના શહેરને નથી ઓળખી શકતા?” “તું શું મારી ...Read Moreકરી રહ્યો છે? આ ક્યાં મારું શહેર છે?” “અરે હઝૂર અમે તમને તમારા જ શહેરમાં લઈને આવ્યા છીએ.” “પણ મારું શહેર તો કાયમ રોશનીમાં નહાયેલું હોય છે જ્યારે અહીંયા તો એટલું બધું અંધારું છે કે કશું દેખાતું પણ નથી.” ત્યાંજ અંધારામાં કેટલીક મશાલો સળગે છે. તે અહીં તહીં જોઈ રહ્યા છે. તેમની ચારે તરફ ભીડના પડછાયા એક ગોળાકાર બનાવીને ઉભા

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 24

  • 385

  • 873

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ઓલ આઉટ આઠ વાગવા આવી રહ્યા છે. બંધ ફ્લેટોના દરવાજા હવે બહારથી ખુલીને અંદરથી ફરીથી બંધ થઇ ગયા છે. રાકેશ અને અનિતા બંને પોતપોતાની ઓફિસોથી પરત આવી ગયા છે. રાકેશ ટીવી ...Read Moreકરીને સોફા પર અડધો સુતો છે. અનિતા પોતાના બંને હાથ વચ્ચે પોતાનું કપાળ પકડીને પલંગ પર બેસી ગઈ છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી૨૦ મેચ એકદમ રોમાચંક બની ગઈ છે. “ડાર્લિંગ, એક કપ ગરમ ચા થઇ જાય?” ધોનીએ હેલિકોપ્ટર શોટ મારીને બોલને છક્કા માટે મોકલી દીધો છે. “ચા તો મને પણ જોઈતી હતી ડીયર.” બોલ હવે માત્ર એક રન માટે

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 25

(11)
  • 339

  • 863

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા અવાક પોતાની ઝુંપડીની બહાર ઢીલા પડી ગયેલા પલંગ પર બેસેલો સુખિયા વિચારના વમળમાં ફસાઈ ગયો હતો. દિવાળી પર શાહુકાર પાસેથી સો રૂપિયે પાંચ રૂપિયા વ્યાજ આપવાની શરત પર લીધેલા બે હજાર ...Read Moreદશેરા આવતા આવતા ચાર હજાર કેવી રીતે થઇ ગયા. એ તો અભણ હતો, તો સાચો હિસાબ કેવી રીતે લગાવે? હાથમાં રહેલી બીડી બુઝાઈ જવાની તૈયારીમાં હતી, તેને તેણે જોરથી સુટ્ટો લગાવીને ફરીથી સળગાવી દીધી. નજર સામે તેનો દીકરો પીઠ પર ભારે ભરખમ સ્કુલ બેગ લટકાવીને આવી રહ્યો હતો. “સાંભળ તો દીકરા, તને વ્યાજના દાખલા આવડે છે?” પ્રશ્ન સાંભળીને એનો દીકરો

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 26

  • 354

  • 807

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા દૌડ “સાહેબ, હું મારી જીન્દગી વિષે તમને શું કહું! ચાલીસ વર્ષ પહેલા જ્યારે હું ગામડાથી શહેરમાં આવ્યો હતો ત્યારે મારા હાથ સાવ ખાલી હતા. કોઈને ઓળખતો પણ ન હતો અને માથું ...Read Moreકોઈ છત્ર પણ ન હતું. બહુ મુશ્કેલી બાદ મને ફતેહપુરીની ધર્મશાળામાં બે દિવસ માટે રહેવાની મંજૂરી મળી હતી. મેં પણ પાક્કો નિશ્ચય કરી જ લીધો હતો કે આ શહેરથી ખાલી હાથે પાછું ગામડે તો જવું જ નથી આથી બીજે દિવસ જ નવા બજારમાં પહોંચી ગયો અને મજૂરી કરવા માંડ્યો. મેં મારી કમર પર મોટી મોટી ગુણો ઉપાડી છે અને આજે

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 27

  • 354

  • 766

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ભ્રમ-ભંગ જુનની ભયંકર ગરમીવાળી બપોરમાં એરકન્ડીશન્ડ રૂમમાંથી બહાર નીકળ્યો તો વિશાલને એમ લાગ્યું કે તે સ્વર્ગમાંથી નરકમાં આવી ગયો છે. ફરીથી આકાશમાં વચ્ચે સૂરજ તપી રહ્યો છે, ફરીથી એ જ ડામરની ...Read Moreસડક છે અને ફરીથી મનમાં એ જ ફિટકાર વરસી રહ્યો છે, “છેલ્લા ત્રણ મહિનાઓની જેમ આ ત્રણ મહિનાઓમાં પણ તું પોતાનો ટાર્ગેટ પૂરો કરવામાં નિષ્ફળ રહ્યો છે. જો આવું જ રહ્યું તો કંપની વધુ સમય તારો ભાર ઉપાડી નહીં શકે.” ટ્રીંગ... ટ્રીંગ... ટ્રીંગ... ટ્રીંગ... ટ્રીંગ... ટ્રીંગ... એનામાં એટલી હિંમત પણ બચી ન હતી કે તે મોબાઈલને કાન પર મૂકીને હેલ્લો

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 28

  • 396

  • 829

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા યોદ્ધાઓ પરાજીત નથી થતા એ જાણે છે કે છેવટે તો તેણે પરાજીત થવાનું જ છે, પરંતુ તેમ છતાં તે પૂરી લગન સાથે જીવનભર આ લડાઈ લડતો આવ્યો છે. એ મોટો છે ...Read Moreતેને કાયમ નાનો બનાવવામાં આવે છે. તે બાળપણથી જ સાંભળતો આવ્યો છે કે તેનું મગજ લાકડાનું છે અને આથી ભણવું ગણવું તેના વશની વાત નથી. એટલે તેને ખેતીવાડીના પેઢીઓ જુના કાર્યમાં લગાવી દેવામાં આવ્યો અને એણે પણ ચુપચાપ હળ પકડી લીધું. નાનો ભણવામાં હોંશિયાર હતો, બાપુએ કેટલાક ખેતરો વેંચીને તેને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું અને તે એક એમએનસી કંપનીમાં અધિકારી બનીને

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 29

  • 335

  • 733

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા અસમંજસ અનિલ અને હું બાળપણના મિત્રો છીએ. તે ખૂબ ભાવુક છે અને આ દુનિયાના હિસાબે તો અત્યંત મુર્ખ પણ છે. એક શહેરમાં રહેવા છતાં પણ અમે ત્રણ ચાર મહીને એક જ ...Read Moreમળી શકીએ છીએ પરંતુ એ જ્યારે પણ મને મળે છે ત્યારે તે મને પોતાના વણઉકલ્યા પ્રશ્નોથી મુશ્કેલીમાં નાખી દેતો હોય છે. હજી ગઈકાલે રાત્રે જ એ મને મળ્યો હતો. આ વખતે પણ મારી પાસે તેના પ્રશ્નોના કોઈજ ઉત્તર ન હતા. મેં શાંતિથી મારો હાથ તેના ખભે મૂકી દીધો હતો. એ વખતે તો એ ચુપચાપ જતો રહ્યો હતો પરંતુ તેના પ્રશ્નો

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 30

  • 371

  • 905

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા નિશ્ચય નીલાંચલ, હા ત્રીસ માળની બિલ્ડીંગનું આ જ નામ છે જેના અઢારમાં માળે અઢારસો સ્ક્વેર ફૂટના આલીશાન ફ્લેટમાં જગદીશલાલ પોતાની અઢળક સંપત્તિ સાથે સાવ એકલા રહે છે. એકનો એક દીકરો તો ...Read Moreપોતાના મૂળિયાં મજબૂત કરવા એક વર્ષ પહેલા જ ઉડી ગયો હતો અને બે વર્ષ અગાઉ મૃત્યુએ પત્નીને પણ તેમનાથી છીનવી લીધી હતી. જગદીશલાલનું મન છેલ્લા વીસ દિવસથી બેચેન હતું. એકલાપણું હવે તેમની ઉંમર પર ભારે પડવા લાગ્યું છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી મોબાઈલના સ્ક્રિનને આંગળીથી સ્પર્શ કરવાનું વિચારી રહ્યા હતા પરંતુ કોઈ નિર્ણય પર પહોંચી શક્યા ન હતા. છેવટે તેમની

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 31

  • 362

  • 788

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા યુદ્ધ તોપ અને ટેંક સાથે બંને દેશોની સેના આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ઉભી કરી દેવામાં આવી હતી. બંને દેશો વચ્ચે ગોરીલ્લા યુદ્ધ તો લાંબા સમયથી ચાલી રહ્યું હતું પરંતુ હવે કોઇપણ ક્ષણે ...Read Moreસ્પષ્ટ એલાન થવા જઈ રહ્યું હતું. બંને દેશોના નાગરિકોમાં પણ દેશપ્રેમની લાગણી પૂરા જોશમાં હતી. દરેક પળે ઉત્તેજના વધી રહી છે. “શાંતિની ઈચ્છાને અમારી નબળાઈ ન સમજવામાં આવે!” અહીંથી કહેવામાં આવેલું નિવેદન ત્યાં જઈ રહ્યું હતું. “અમને કાયર ન સમજતા. અમે અમારા પાછલા તમામ પરાજયનો બદલો લેવા માટે પૂરી રીતે તૈયાર છીએ.” ત્યાંથી ઉછાળવામાં આવેલું નિવેદન અહીં આવી ગયું હતું.

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 32

  • 350

  • 803

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા સાઈઠ કે સિત્તેર વર્ષે... “લીલાવતી, હવે આપણે વૃદ્ધ થઇ ગયા છીએ.” લોનમાં ‘ઇઝી ચેર’ પર બેસીને સવારની ચાના ઘૂંટડા પીતા પીતા રામનારાયણે કહ્યું તો તેમની પત્ની ચોંકી ઉઠી. “તમે આમ કેમ ...Read Moreછો? હજી તો તમે સાઈઠના જ થયા છો.” “લીલાવતી, માણસ સાઈઠ કે સિત્તેર વર્ષે વૃદ્ધ નથી થતો.” “તો...” લીલાવતી આશ્ચર્યચકિત હતી એ વિચારીને કે આજે આમને શું થઇ ગયું છે. “તું ચા બનાવી રહી હતી ત્યારે સોમેશનો ફોન આવ્યો હતો.” “એ ઠીક તો છે ને?” એને ચિંતા થઇ. “એ ઠીક છે લીલાવતી, એ બિલકુલ ઠીક છે.” “અહીં આવવા માટે એણે

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 33

  • 375

  • 885

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા બેચેની ગામડાની શેરીઓમાં અંધારું ઉતરવાનું શરુ થઇ ગયું છે. સુકા થઇ ગયેલા નળમાં પાણીની ધાર ટપકવાની શરુ થઇ ચૂકી છે. અંધારું ઉતરવાની સાથે જ શેરીઓમાં લાગેલા થાંભલાઓ પર આગીયા જેવા લાગતા ...Read Moreબલ્બ ચાલુ થઇ ચૂક્યા છે. દેશની એક મોટી પાર્ટી આ વખતે ચૂંટણીઓમાં એ ઉમેદવારોને જ ટીકીટ આપવાની છે જેમની જીત પર તેમનો પૂરો વિશ્વાસ હોય. તેના માટે હાઈકમાન્ડ એક ખાસ સર્વેક્ષણ પણ કરાવી રહ્યું છે. સર્વેક્ષણ દળ દરેક મતદાન ક્ષેત્રમાં જઈને મતદાતાઓના મન પારખવાની કોશિશ કરી રહ્યું છે. હું એક સર્વેક્ષણ દળના મારા બીજા બે સાથીઓ સાથે આ ગામડાની મુલાકાતે

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 34

  • 334

  • 711

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા જનપથના ચાર રસ્તા શાહી સવારી રાજપથ પર આગળ વધી રહી છે. વિન્ટેજ વિક્ટોરિયા બગીમાં અરબી ઘોડાને બદલે ગુલામોને જોડવામાં આવ્યા છે. ભીસ્તીઓ પોતાની મશકમાંથી આગળ આગળ છંટકાવ કરતા જઈ રહ્યા છે. ...Read Moreયુવતિઓ પુષ્પવર્ષા કરી રહી છે. બંને તરફ પ્રજા હાથ જોડીને અભિવાદન કરી રહી છે. તેમની આંખો નીચે ઝુકેલી છે. કોઈને પણ આંખ ઉંચી કરવાની અનુમતી નથી. રાજ સેવક હન્ટર લઈને ઉભા છે. પ્રચંડ સૂરજ હવે માથા પર આવીને ચમકી રહ્યો છે. શાહી સવારી એક તોરણદ્વાર પાસે આવીને પહોંચી રહી છે. ગુલામોના પગ થાકી રહ્યા છે. તેમની ચાલ સુસ્ત પડી રહી

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 35

(11)
  • 377

  • 855

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા છાપામાં આ હેડલાઈન નહીં છપાય કે કે સિંગ એટલેકે કૃષ્ણ કનૈયા સિંગ તન અને મન બંનેથી ખાલી થઇ ગયા છે. ધન તો ગરીબના ડબ્બામાં રહેલા લોટ જેટલું જ હતું જે હવે ...Read Moreરોટલી પુરતું બાકી રહી ગયું હતું. છેલ્લા એક મહિનાથી જળોની જેમ તેમને તાવ ચોંટી ગયો છે. ખાટલા પર સુતા સુતા કે કે સિંગનું મન પાછળ ને પાછળ જઈ રહ્યું છે. પાંચ વર્ષ પહેલા જ્યારે તે એક ગામડામાંથી આ શહેરમાં આવ્યો ત્યારે તે ભૂરા ઘોડા પર સવાર હતો. ભારત સરકારમાં મોટો અધિકારી બનવું છે... માતાપિતાને તો બસ એટલીજ ખબર હતી કે

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 36

(13)
  • 354

  • 752

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા પત્નીનું સ્મિત જાન્યુઆરીની સવારનો સૂરજ આળસુ થઇ ગયો હોય એવું લાગી રહ્યું છે. ચાદર છોડીને બહાર નીકળવાનું મારું બિલકુલ મન નથી થઇ રહ્યું. ઉમરની સાથે સાથે શરીરમાં પણ આળસ વધી ગયું ...Read Moreસિત્તેર વર્ષની ઉમરમાં પાર્કમાં જઈને સવારની લટાર મારવાનો વિચાર આવવાની સાથેજ શરીરમાંથી એક લખલખું પસાર થઇ જાય છે. “ચાલો, ચા પી લ્યો. સવારના નવ વાગ્યા છે અને તમે હજીપણ રજાઈ સાથે ચોંટેલા છો?” પત્નીના હાથમાં ચા નો પ્યાલો છે અને તે તેના મીઠા અવાજથી મને જગાડી રહી છે. “તને ખબર તો છે જ કે હું સવારની ચા ક્યારેય એકલો નથી

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 37

  • 342

  • 694

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા મોહ માયા આ શહેરની એક ફાઈવસ્ટાર હોસ્પિટલ છે. પંચ્યાશી વર્ષના શેઠ દીનદયાળ છેલ્લા નેવું દિવસથી આ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં પોતાના જીવનના અંતિમ શ્વાસ ગણી રહ્યા છે. ડોક્ટરોએ ઘણી વખત તેમને મૃત ...Read Moreકરવાનો નિર્ણય લઇ લીધો હતો પરંતુ ત્યારેજ એમના શરીરમાં કોઈ હલચલ થાય છે અને તેઓ પોતાના હોઠ હલાવવા માંડે છે. ગઈકાલે સાંજે જ્યારે શેઠજીને છઠ્ઠી વખત આઈસીયુમાંથી વેન્ટીલેટર પર લઇ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરોની આખી પેનલે એક મતે કહ્યું કે તેઓ આવતીકાલની સવાર નહીં જોઈ શકે. આથી આજે સવારથીજ હોસ્પિટલની લોબી શેઠજીના સગાં સંબંધીઓ તેમજ નજીકના મિત્રોની ભીડથી ભરાઈ ચૂકી

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 38

(12)
  • 310

  • 715

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા આ પણ એટલુંજ સત્ય છે કે... આ વહેલી સવારની વાત છે. રામપ્રસાદ જૈનનું પોતાના સમાજમાં અત્યંત પ્રતિષ્ઠાભર્યું સ્થાન છે. ચાતુર્માસના નવકાર મંત્રનું સહુથી વધુ પઠન આમના નિવાસસ્થાનેથી જ થતું હોય છે. ...Read Moreસવારે જ્યારે તેઓ સ્થાનક પર પહોંચ્યા ત્યારે સમગ્ર હોલ ખીચોખીચ ભરેલો હતો. દિવાળીના પર્વ નિમિત્તે મુનિશ્રી સુરત્નસાગરજીનું પ્રવચન સાંભળીને તમામ પોતાની જાતને ધન્ય કરી દેવા માંગતા હતા. રામપ્રસાદને હોલની છેલ્લી લાઈનમાં બહુ મુશ્કેલી બાદ સ્થાન મળ્યું પણ તો પણ તેઓ મન મારીને અહીં બેસી ગયા. “આ પવિત્ર સવારે હું સમાજ પાસેથી એક વચન લેવા માંગુ છું.” મુનિશ્રીનો ગંભીર સ્વર હોલની

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 39

  • 359

  • 850

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા એક તંત્ર રાજપથના ચોક પર ખૂબ મોટી ભીડ ઉભી છે, દરેકના હાથમાં પોતપોતાના ડંડા છે અને તેના પર પોતપોતાના ઝંડા પણ છે. લાલ રંગ, લીલો રંગ, ભૂરો રંગ, ભગવો રંગ અને ...Read Moreતો બે-બે, ત્રણ-ત્રણ અને ચાર-ચાર રંગના ઝંડાઓ પણ પકડ્યા છે. ભીડમાં ઉભેલા તમામ પોતપોતાના ઝંડાઓ સહુથી ઉપર લહેરાવવા માંગે છે. છેલ્લા એક મહિનાથી આ બધા જ ઝંડા, શહેરના પ્રમુખ રસ્તાઓ પર માર્ચ પાસ્ટ કરતા જોવા મળ્યા હતા. એક અજબ કલબલાટ અને ઉત્સુકતા શહેરની હવાઓમાં ફેલાઈ રહી હતી. કોઈ બીજો ઝંડો પોતાના ઝંડાથી ઉપર ન જતો રહે તે માટે દરેક પક્ષ

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 40

  • 292

  • 895

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા સંન્યાસ આખા ઘરને માથે ઉપાડવાની કોઈજ જરૂર ન હતી એવી આ વાત હતી પરંતુ દીનદયાળજીએ આખા ઘરને માથે લીધું હતું. ન પત્ની, ન દીકરા વહુ કે પછી ન દીકરી જમાઈની, તેઓ ...Read Moreપણ વાત સાંભળી રહ્યા ન હતા. તેઓ બસ એક જ વાતને પકડીને બેસી ગયા હતા કે મને સંસારથી મુક્તિ જોઈએ છીએ, આ બધી મોહમાયા ત્યાગીને સંન્યાસી બનવું છે. આ કાર્ય સંપન્ન કરવા માટે તેમણે સ્વામી રામાધારજીને હરદ્વારથી અહીં આવવા માટે સંદેશ પણ મોકલવી દીધો હતો. તેમણે પોતાના વકીલ પાસે પોતાની બધીજ બચત અને આવક પોતાના વિવેક અનુસાર પોતના લોકો વચ્ચે

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 41

  • 345

  • 804

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ઉદ્દંડ દરોગામલના બધાજ સાથીઓ કહે છે કે તે પોતાના સમગ્ર જીવનમાં અત્યંત ઉદ્દંડ રહ્યો છે. ઓફિસ અને ઘર બંને જગ્યાએ તેની ઉદ્દંડતાના કિસ્સાઓ આજે પણ જીવંત છે. મને આ કિસ્સાઓ અને ...Read Moreપર થતી ચર્ચાઓ પર ક્યારેય વિશ્વાસ ન હોતો થતો અને થાય પણ કેવી રીતે કારણકે મારો અનુભવ તો સદંતર અલગ હતો. મારા બંગલાની દીવાલ દરોગામલના બંગલાની દીવાલની સાથે જ જોડાયેલી છે. તેની સાથે મારી પહેલી મુલાકાત એ સમયે થઇ હતી જ્યારે મેં તેને મારા ગૃહપ્રવેશનું આમંત્રણ આપવા તેના બંગલાની ડોરબેલ વગાડી હતી. એ પરસાળમાં જ ખાટલા પર સુતો હતો. મેં

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 42

  • 347

  • 910

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા કદાચ... બદનામ ગલીઓની આ નાનકડી રૂમમાં અરીસાની સામે ઉભી સુરેખા પોતાના ભૂતકાળ અને વર્તમાનને સ્પષ્ટ જોઈ રહી હતી. બંનેમાંથી કોઈએ પણ આ ઈચ્છ્યું ન હતું પરંતુ જવાનીના જોશમાં આવીને બંને તેને ...Read Moreપણ શક્યા ન હતા. પરિણામ તો પછી એ જ આવ્યું જે કાયમ આવતું હોય છે. મદન રફુચક્કર થઇ ગયો અને સુરેખા એણે આપેલી ભેટને પોતાના ગર્ભમાં લઈને એ કોઠા પર આવી ગઈ. વીસ વર્ષ પસાર થઇ ગયા છે. એનું શરીર નીચોવાઈ ગયું છે અને તેના વાળમાં હવે સફેદી ઉતરી આવી છે. અત્યારે તો તેના કસાયેલા શરીર અને કાળા ભમ્મર વાળ

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 43

  • 351

  • 720

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા છળ નીરા એ હજી સુધી ચાળીસમું વર્ષ પણ પૂરું નહોતું કર્યું અને તેના કાળા ભમ્મર વાળમાં અત્યારથી જ ચાંદીની રેખાઓ ઉભરી આવી હતી. ખબર નહીં એ કેવી પળ હતી જ્યારે સુંદરતાના ...Read Moreછકી જઈને તેણે અમિતનો તિરસ્કાર કર્યો હતો. હા એ માન્યું કે તે રતિની પ્રતિકૃતિ હતી અને અમિત કામદેવનો અવતાર ન હતો, પણ તે તેના પ્રેમની સચ્ચાઈને ઓળખી શકી નહીં. નીરા પોતાના ફ્લેટની બાલ્કનીમાં ઉભી ઉભી સમયના એ પળને પકડવાની કોશિશ કરી રહી હતી જે સમયે તેણે અમિતનો હાથ ઝાટકી નાખીને મોહિતનો હાથ પકડ્યો હતો અને તેની ગરદન અહંકારથી ઉંચી થઇ

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 44

  • 362

  • 786

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા હજી કાંઇક બાકી છે નીરા જ્યારથી ઉઠી છે ત્યારથી તેના મનમાં કોઈ ગુસ્સો ભરાયેલો છે. રાત્રે જ્યારે તે સરખી રીતે ઊંઘી ન શકે તો તેની સાથે આમ જ બને છે. એ ...Read Moreવખત એવું વિચારે છે કે રાત્રે ઊંઘતા અગાઉ તે ટીવી પર સમાચારોની ચેનલો ન જોવે પરંતુ બીજી ચેનલો પર પણ એ જ રડારોળ અને સાસુ-વહુ જ તો ચાલી રહ્યું હોય છે! પતિના કસમય અને અચાનક થયેલા મૃત્યુ બાદ તેને જ સમગ્ર વ્યાપાર સંભાળવો પડ્યો કારણકે દીકરો તો અમેરિકાથી પરત થવાનું નામ જ લેતો ન હતો. ટીવી પર પ્રસારિત ચાર સમાચાર

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 45

  • 319

  • 673

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા વેપારી બંને પોતપોતાના ક્ષેત્રોમાં એક આગવું સ્થાન મેળવી ચૂક્યા હતા. બંને ઘનિષ્ઠ મિત્રો હતા પરંતુ તેમ છતાં બંને અલગ અલગ ધ્રુવ પર ઉભા હતા. વિજય આલોક સરસ્વતીનો ઉપાસક હતો તો અજય ...Read Moreલક્ષ્મી પૂજક. આ જ વિષય પર આ તેમની ત્રીજી મુલાકાત હતી. પહેલી બંને મુલાકાતોનું કોઇપણ પરિણામ ન નીકળવા છતાં વિજય પૂરી રીતે આશ્વસ્ત હતો કે તે સાહિત્યની એક સ્પર્ધા માટે એક લાખનો પુરસ્કાર પ્રાયોજિત કરવા માટે અજયને અવશ્ય સહમત કરી લેશે. અજયના ભવ્ય ડ્રોઈંગરૂમમાં કીમતી અને સ્વાદિષ્ટ નાસ્તા પર બંને વચ્ચેની શાંતિને વિજયે જ તોડી, “હા, તો અજય ભાઈ, તમે

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 46

  • 421

  • 946

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ઠક-ઠક... ઠક-ઠક જેઠ મહિનાનો સૂરજ સવારથી જ તપી રહ્યો છે. હજી તો દસ જ વાગ્યા છે કે લૂ વહી રહી છે. ભુવનેશ્વર દત્ત ગુસ્સામાં છે, “એટલો સમય પણ નથી મળતો કે ...Read Moreએરકન્ડીશન પણ સરખું કરાવી શકાય. ભાગદોડ-દોડભાગ... ભાગદોડ... પ્રકાશનના વ્યવસાયનો આ પણ એક હિસ્સો છે કે આટલી બધી ભાગદોડ પછી પણ આટલો અમથો ખર્ચો કરી શકતો નથી.” લાલ બત્તી પર કાર ઉભી રહી ગઈ છે. ભુવનેશ્વર દત્તનો ગુસ્સો હજી વધી રહ્યો છે. આ લાલ બત્તી...હે ભગવાન... આટલી લાંબી... ત્રણ મિનીટની... એમની બેચેની વધી ગઈ. “સાહેબ! બોલ પેન... દસ રૂપિયામાં ચાર... લઇ

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 47

  • 318

  • 745

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા તું આટલો બધો ચૂપ કેમ છે દોસ્ત? ભારત જેવો જ એક દેશ. દિલ્હી જેવી જ તેની એક રાજધાની, બાબા ખડ્ગ સિંગ માર્ગ પર સ્થિત કોફી હાઉસ ની જેમ બેઠકોનો એક અડ્ડો. ...Read Moreટેબલ પર છ બુદ્ધિજીવી માથેથી માથું અડાડીને ગરમાગરમ ચર્ચામાં વ્યસ્ત છે. હું બાજુના ટેબલ પર કોફીનો પ્યાલો લઈને બેઠો છું. “દેશની અર્થવ્યવસ્થા ઊંડી ખીણમાં પડી રહી છે...” “નેતાઓએ આખા દેશને લુંટી લીધો છે...” “દુશ્મન આપણા સૈનિકોના માથાં વાઢી રહ્યા છે...” “સહુથી મોટો પ્રશ્ન તો ભ્રષ્ટાચારનો છે...” “તું કેમ આટલો બધો ચૂપ છે દોસ્ત...?” “હું કશું કહેવા નહીં પરંતુ કરવા માંગુ

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 48

  • 400

  • 835

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ધર્મ આ ૯ સપ્ટેમ્બર ૨૦૧૪ની ત્રાસદાયક સવાર હતી. લોકો ત્રણ ત્રણ દિવસથી પોતાના ઘરની અગાસીઓ પર લટકીને બેસી રહ્યા હતા. લોકોની આંખ ખાલી ખાલી આકાશ પર ટકેલી હતી. લોકોની નજર ઘર ...Read Moreરસ્તાઓ પર વહી રહેલા પાણી પર સ્થિર થઇ ગઈ હતી. ધરતીનું સ્વર્ગ આ સદીના સહુથી મોટા પૂરના કબજા હેઠળ આવી ચૂક્યું હતું. આકાશમાંથી કેટલાક દેવતાઓ થોડા સમય પહેલા જ હેલીકોપ્ટરથી ખાવાના પેકેટ અને પાણીની બોટલો નાખીને ગયા હતા. જમીનના દેવતાઓ થોડા સમય પહેલા જ છત પર લટકીને બેસી રહેલા લોકોને હોડીઓ દ્વારા સુરક્ષિત કિનારાઓ પર લઇ ગયા હતા. સોઝુદ્દીન એ

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 49

  • 315

  • 790

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ખુશનુમા મૌસમ આ હાડકાં ગાળી નાખે એવી સવાર હતી. આ પહાડી શહેરમાં આખી રાત બરફ વરસ્યો હતો. જો કે બરફવર્ષા તો બંધ થઇ ગઈ હતી પરંતુ હવે તેજ હવાથી આમતેમ ડોલી ...Read Moreઝાડ જમીનને ચૂમવા માટે આતુર હતા. સમમ.. સમમ.. એક તોફાન બહાર ચાલી રહ્યું હતું અને એક મૌન તોફાન હોટલના રૂમમાં સ્થિર થઇ ગયું હતું. નયના પૂરી રાત્રી જડવત આ ખુરશીમાં બેઠી રહી હતી. પરોક્ષ પૂરી રાત્રી સોફા પર બેઠો બેઠો સિગરેટ ફૂંકી રહ્યો હતો. “જ્યારે તમને ખબર જ હતી કે તમે ‘ગે’ છો તો તમે લગ્ન જ કેમ કર્યા?” નયના

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 50

  • 320

  • 685

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા હુકમનો એક્કો આ ઓફિસની પત્તાની જોડમાં શિવરામ વર્મા કાયમ હુકમનો એક્કો જ રહ્યો છે. મિસ્ટર વર્મામાં કોઈ તો ખાસ વાત છે જે કડકમાં કડક ઓફિસરને પણ પોતાની બાટલીમાં ઉતારી દે છે. ...Read Moreગયા વખતની જ વાત કરીએ તો ઘરડા સેન ગુપ્તાએ અધિકારીની ફરજ સંભાળતાની સાથેજ સ્ટાફના દરેક વ્યક્તિની બેઠક વ્યવસ્થા બદલી નાખી હતી પણ એમની હિંમત ન થઇ કે મિસ્ટર વર્માને તેમની ‘કમાઉ બેઠક’ થી હલાવી પણ શકે. બે જ દિવસમાં મિસ્ટર વર્મા સેન ગુપ્તાના ઘર સુધી પહોંચી ગયા હતા અને તે મીસીસ સેન ગુપ્તા પાસે રાખડી બંધાવીને મિસ્ટર સેન ગુપ્તાના સાળા

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 51

  • 384

  • 857

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા શાશ્વત એક પુરુષ હતો. એક સ્ત્રી હતી. બંને આધેડ હતા. બંનેનો એક દીકરો હતો. બંનેના દીકરાને મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ હતી. બંનેનો દીકરો આજે અમેરિકા જઈ રહ્યો હતો. બંનેના દીકરા ...Read Moreઆજે બહુ મોટો દિવસ હતો. બંને માટે આજે બહુ નાનો દિવસ હતો. બંને આજે ખૂબ ખુશ હતા. બંને આજે ખૂબ ઉદાસ હતા. વાચકો! આ લઘુકથા ખૂબ જૂની છે. વાચકો! આ લઘુકથા બિલકુલ નવી છે. ***

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 52

  • 316

  • 820

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા વિકલ્પ કાલે રાત્રે ગામડાથી મારા મિત્રના આવેલા ફોને મને ગૂંચવાડામાં નાખી દીધો છે. આખી વાત તમને કહેતા અગાઉ મારે મારી પારિવારિક પૃષ્ઠભૂમિ વિષે થોડું-ઘણું જણાવી દેવું પડશે નહીં તો હું મારી ...Read Moreતમને પૂરી રીતે સમજાવી શકીશ નહીં. મારા પરિવારમાં અત્યારે ચાર પેઢીઓ છે. મારા દાદી (દાદાજી જીવિત નથી), પિતાજી-માતાજી, હું-મારી પત્ની અને મારો ચોવીસ વર્ષનો લગ્ન કરી ચૂકેલો પુત્ર. હું મારા માતાપિતા તેમજ પુત્ર અને પુત્રવધૂ સાથે શહેરના ત્રણ માળના મકાનમાં રહું છું. મારા હજાર પ્રયાસો કરવા છતાં પણ મારી નેવું વર્ષના દાદી ક્યારેય શહેર આવીને અમારા આ મકાનમાં રહેવા માટે

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 53

  • 303

  • 790

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા હોસ્પિટલના ભૂત આ એક થાકી ગયેલી સવાર હતી. જાન્યુઆરીના આળસુ સુરજનો પ્રકાશ શહેરની ખ્યાતનામ પ્રાઈવેટ હોસ્પિટલની ઉપર ફેલાવા લાગ્યો હતો. રાત્રે દર્દીઓના અડધા જાગેલા સગાંઓ હવે ચા ના ઘૂંટડા પીતા પીતા ...Read Moreઆવવાની રાહ જોઈ રહ્યા હતા. શાંતિલાલ છેલ્લા દસ દિવસોથી આ હોસ્પિટલના એક ખાનગી વોર્ડમાં દાખલ થયા છે. હાર્ટ એટેક પછી તરત જ બાયપાસ સર્જરી કરવામાં આવી હતી તેમ છતાં તેમની હાલત નિરંતર બગડતી જાય છે. કાલ સાંજથી તેમને ફરીથી આઈસીયુમાં લઇ જવામાં આવ્યા છે. શાંતિલાલની પત્ની અને તેમનો દીકરો રાકેશ લાઉન્જમાં ચિંતિત બેઠા બેઠા ડોક્ટરના બહાર આવવાના અને તેમના દ્વારા

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 54

  • 353

  • 909

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા પરિસ્થિતિ કાબુ હેઠળ છે ‘હાલપૂરતી પરિસ્થિતિ ગંભીર પરંતુ કાબુ હેઠળ છે...’ દરેક વખતે આમ જ થાય છે, દરેક વખતે આમ જ કહેવાય છે. આ વખતે પણ એમ જ થયું છે અને ...Read Moreવખતે પણ આમ જ કહેવાઈ રહ્યું છે. ત્રણ દિવસથી આખું ગામ કર્ફ્યુંની પકડમાં છે. પૂરેપૂરી અને સાચી વાત તો હજી સુધી કોઈને ખબર પણ નથી પણ ઘટનાએ ખબર નહીં કેમ પણ ગતિ પકડી લીધી હતી. એ સાંજે એક ખાસ જ્ઞાતિનો મનસાલાલ શહેરથી પોતાનું ડોક્ટરનું ભણતર પૂરું કરીને બેન્ડવાજાં સાથે પૂરી શાનથી ગામ પરત આવ્યો હતો અને એ જ રાત્રે તેમની

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 55

  • 374

  • 961

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા વળતર પ્રેમપાલ દસ વર્ષ પછી પોતાના મિત્ર મહા સિંહને મળવા ગામડે આવ્યો છે. આ દસ વર્ષમાં આ ગામડું એક નાનકડા નગરમાં પરિવર્તિત થઇ ચૂક્યું છે. હાઈવે અને ગામડાની વચ્ચે પહેલા જ્યાં ...Read Moreખેતરો ફેલાયેલા રહેત

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 56

  • 300

  • 805

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા મુક્તિ રામબાબુના ઘરની સામે શેતરંજીઓ પથરાયેલી છે. તેઓ પોતે એક ખૂણામાં નિરાશ થઈને બેઠા છે. કેટલાક સગાં-સંબંધીઓ પણ તેમની સામે નિરાશવદને બેઠા છે. ઘરના આંગણામાં વૃદ્ધ થઇ ગયેલા લીમડાના એક ઝાડ ...Read Moreઅસંખ્ય પાંદડાઓ નીચે પડીને આ શેતરંજીઓ પર પડી રહી છે. આજે ચાલીસ દિવસ બાદ આ ઘરના દરવાજાઓ ખુલ્યા છે. રામબાબુની પત્ની છેલ્લા ચાલીસ દિવસથી હોસ્પિટલની પથારીએ કેન્સરથી લડતા લડતા જીવન અને મૃત્યુ વચ્ચે લથડીયાં ખાઈ રહી હતી. ક્યારેક વોર્ડ તો ક્યારેક આઈસીયુ. રામબાબુએ આ ચાળીસ દિવસોમાં ક્યારેય પોતાની પત્નીને એકલી છોડી ન હતી. વોર્ડમાંતો પત્નીના બેડની બાજુમાં મુકેલી સેટી જ

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 57

  • 354

  • 1.1k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા મેઈડ ઇન ચાઈના ભારતીય લોક મંડળની રંગશાળામાંથી કઠપૂતળીઓનો નાચ જોઇને જ્યારે તેઓ રોમાંચિત થઈને બહાર નીકળ્યા તો ઉદયપુરની શેરીઓમાં સાંજ પગપેસારો કરવા માંડી હતી. તેમના પગ રસ્તાની સામે પાર ઉભેલી ટેક્સીની ...Read Moreઝડપથી આગળ વધ્યા જ હતા કે પાછળથી આવેલા પત્નીના અવાજે તેમને રોકી લીધા હતા. “સાંભળો તો...” એ પાછળ ફર્યા... “આજે તમે તમારા લાડકા દીકરાને તો ભૂલી જ ગયા.” પત્ની બોલી રહી હતી. “શું?” એ ચોંકી ઉઠ્યા. “વહુ માટે બંધેજની સાડી અને દીકરા માટે રાજસ્થાની મોજડી તો આપણે આજે સવારે જ ખરીદી લીધી હતી પણ પૌત્ર માટે...” “ઓહ! ખરેખર તે મને

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 58

  • 411

  • 1.1k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા મારું નિવેદન એ કહે છે કે હું મરી ગઈ છું પણ મને પુરેપુરો વિશ્વાસ છે કે હું જીવતી છું અને મારા પુરેપુરા ભાનમાં હું આ નિવેદન આપી રહી છું. આ બાબતને ...Read Moreઅમારા બંને વચ્ચે રાત્રે જ અબોલા થઇ ગયા હતા. જો હું ખરેખર મરી ગઈ હોત તો અત્યારે તમારી સામે રૂબરૂ કેવી રીતે થઇ શકું? શું મરેલો વ્યક્તિ કોઈ સાથે સંવાદ કરી શકે? જો હું એમ કહું કે હું નહીં પરંતુ એ મરી ચૂક્યો છે તો શું એ એનો સ્વીકાર કરશે ખરો? એ સાચું છે કે ઘેરાયેલી રાત્રીમાં એ ચાર જાનવરોએ

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 59

  • 357

  • 1.1k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા બટેટાના ભાવ આ એ સમયની વાત છે જ્યારે ભારતના નવનિર્વાચિત વડાપ્રધાન અમેરિકાના મેડીસન સ્ક્વેર ગાર્ડનમાં પોતાની લોકપ્રિયતાનો ઝંડો ખોડીને પરત આવ્યા હતા. એ સમયે પાકિસ્તાને પોતાનો ગુસ્સો શાંત કરવા માટે સરહદ ...Read Moreતૈનાત ભારતીય જવાનો અને સરહદની નજીક આવેલા ગામડાના નિર્દોષ નાગરિકો પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. આજ સમયે ક્રૂડનો ભાવ નીચે જઈ રહ્યો હતો અને અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે રશિયાના રૂબલનો કસ નીકળી ગયો હતો. એ એક સંયોગ માત્ર હતો કે દેશના એક નામચીન સમાચાર ચેનલનો જાણીતા સંવાદદાતાને સત્તાપક્ષની સાથે વિપક્ષના બે નેતા પણ સામે જ મળી ગયા હતા.

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 60

  • 378

  • 1.1k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા મંદી દીવાલ પર લટકેલી ઘડિયાળે અવાજ કરીને બાર વાગી ગયા હોવાની સૂચના આપી દીધી છે. કહેવાય છે કે અડધી રાત્રે માત્ર ઘુવડ જ જાગતું હોય છે. હા એકલા રામકિશન પ્રસાદ આજે ...Read Moreરાત્રે અંધારામાં દીવાલ ઉપર આંખો ખોડીને પોતાની જાતને ઘુવડ જ હોવાનો અનુભવ કરી રહ્યા હતા. બે કલાક પહેલા જ્યારે તેઓ સુવા માટે પથારી તરફ જઈ રહ્યા હતા ત્યારે ફોનની ઘંટડી વાગી ગઈ હતી. બીજી તરફ અમેરિકાથી એમનો પુત્ર આશુતોષ હતો. ફોન પર એનો રડમસ અવાજ એમને ચિંતિત કરી ગયો હતો. “ડેડી, હું પરમદિવસે ભારત પરત ફરી રહ્યો છું.” “પરત ફરી

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 61

  • 392

  • 1.2k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા આબરૂની કિંમત મલ્ટીનેશનલ કંપનીમાં છ દિવસ તનતોડ મહેનત કર્યા બાદ રવિવાર ઘનશ્યામ માટે પગ લાંબા કરીને આરામ કરવાનો દિવસ હોય છે. પરંતુ આ દિવસની સાંજ પર એનો કોઈજ અધિકાર નથી હોતો. ...Read Moreસાંજ પત્ની અને બંને બાળકોની હોય છે. ક્યારેક મલ્ટીપ્લેક્સ તો ક્યારેક મોલ તો ક્યારેક ઇન્ડિયા ગેટ કે પછી બોટિંગ ક્લબ. આજે આ બધા ‘સ્ટ્રીટ ફૂડ કાર્નિવલ’ માં ચાટ અને પકોડીની મજા લેવા માટે આવ્યા છે. પેલું કહેવાય છેને કે ‘હૈયેહૈયું દળાય’ તેનો અનુભવ કરતા કરતા બાળકો અને પત્ની અહીંની રોશનીથી અભિભૂત થયેલા જોવા મળે છે. જુદાજુદા પ્રકારના વ્યંજન, ચાટ-પકોડી, રબડી-ફાલુદા,

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 62

  • 366

  • 1.2k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા શોક ઉત્સવ પન્નાલાલ શેઠ છ દિવસ પહેલા ચાલતા ફરતા અચાનક જ ગૌલોકવાસી થઇ ગયા. પોતાની પાછળ તેઓ લીલીવાડી છોડીને ગયા છે. પ્રપૌત્રએ તેમને સોનાની ઠાઠડી પર મુક્યા છે. આજે રવિવાર છે. ...Read Moreશોક મનાવવા માટે એકત્રિત થયો છે. પન્નાલાલની વિધવા જાનકીદેવીના પિયરથી એમના ભાઈઓ અને ભાભીઓ, બહેનો અને બનેવીઓ તથા કુટુંબના અન્ય લોકો વિશેષરૂપે આવ્યા છે. પન્નાલાલના ત્રણેય દીકરાઓ અને વહુઓ, દીકરીઓ અને જમાઈઓની સાથે આખો પરિવાર ‘પંચાયતી મોટી ધર્મશાળા’માં હાજર છે. વાતાવરણ અત્યંત ગમગીન અને ભારે છે. બહારથી જ્યારે પણ કોઈ સ્ત્રી અંદર આવે છે ત્યારે તે રડતી રડતી જાનકીદેવીની તરફ

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 63

  • 365

  • 1.1k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા રાજકારણ કોઇપણ ફ્રેમ પર તમે ક્લિક કરો પણ ચહેરો તો એ જ ખુલશે જે ચૌધરી પ્રેમ સિંહની ઈચ્છા પ્રમાણેનો હશે. પોતાની રમતના એ ખૂબ પાક્કા ખેલાડી છે. એમણે પોતાના વાળ તડકામાં ...Read Moreનથી કર્યા, તેમને પૂરેપૂરો અનુભવ છે કે કઈ ગોટી ક્યાં ફીટ કરવાની છે. ઘર અને પરિવારમાં જ નહીં પરંતુ સમગ્ર ગામમાં એમનો પડ્યો બોલ ઝીલાય છે. ઘરમાં પત્ની સહીત ત્રણ દીકરા જેમાંથી બે ની વહુઓ અને પૌત્રો અને પૌત્રીઓ છે. ઘર અને પરિવાર પર એમનું એકચક્રી શાસન ચાલે છે. કોઈની હિંમત છે કે તેમની સામે ઊંચા અવાજે વાત કરે? પરંતુ

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 64

(11)
  • 480

  • 1.3k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ચેટકથા રીમાએ હજી બે કલાક પહેલા જ હજી ફેસબુક પર પોતાનો નવો ફોટો પોસ્ટ કર્યો હતો. અત્યારસુધીમાં તેને બસ્સો લાઈક્સ, ત્રીસ કમેન્ટ્સ અને ત્રણ શેર મળી ચૂક્યા છે. આ બધું જોઇને ...Read Moreઅત્યંત રોમાંચિત થઇ ઉઠી છે. “હાઈ, સેક્સી!” ફેસબુક પર ચેટ બોક્સ ઓપન થાય છે. “હાઈ રેમ, કેમ છે?” “બહુ મસ્ત ફોટો પોસ્ટ કર્યો છે.” “યુ લાઈક ધેટ?” “ઓહ યસ, સુપર્બ!” “થેન્ક્સ અ લોટ.” “તું ખૂબ ક્યુટ છે.” “સાચ્ચે? હું કેવી રીતે માની લઉં?” “હું ત્રણ મહિનાથી તારી સાથે ચેટ કરી રહ્યો છું.” “ચેટ કરી રહ્યો છે કે ચીટ કરી રહ્યો

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 65

(12)
  • 360

  • 1.2k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ચકલીની આંખ ક્યાંક બીજે જ હતી વિનોદ મિશ્ર શહેરના એક લોકપ્રિય દૈનિકના સંવાદદાતા જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે તો સભાગૃહ ખીચોખીચ ભરાઈ ગયો હતો. નગરશેઠ દ્વારા હિન્દી દિવસના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યના સાહિત્યકારો, ...Read Moreકલાકારો તેમજ સમાજસેવીઓનું સન્માન થઇ રહ્યું હતું. મંચની આદરણીય ખુરશીઓ પર શહેરની નામી અને જાણીતી હસ્તીઓ બિરાજમાન હતી. એક રાજનૈતિક પાર્ટીના પ્રમુખ વચ્ચેની ખુરશીમાં અધ્યક્ષના રૂપમાં શોભાયમાન હતા. મંચની બંને તરફ અને સભાગૃહની દીવાલો પર આયોજકના મોટા મોટા કટઆઉટ્સ સજાવવામાં આવ્યા હતા. વિનોદ મિશ્રએ ફટાફટ ચારપાંચ દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કરી લીધા અને પછી આજુબાજુ જોઇને ખાલી ખુરશીની શોધ કરવા

  • Read

મારી ચૂંટેલી લઘુકથાઓ - 66 - છેલ્લો ભાગ

(14)
  • 418

  • 1.3k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ડાયરીનું એક પાનું ૩૧મી મે, ૨૦૧૫, બપોરે ૨ વાગ્યે ફરીથી એ જ બદનસીબ સવાર હતી. ફરીથી એજ નિરાશાથી ભરપૂર મન હતું. ફરીથી એજ નિરર્થકતાનો બોધ હતો. ફરીથી એજ અજાણ્યો ભય હતો ...Read Moreઆજનો દિવસ પણ હાથમાંથી સરકી જશે અને હું કશું જ નહીં કરી શકું. હા, છેલ્લા ત્રણ મહિનાથી મારી સાથે દરરોજ આમ જ થાય છે. જ્યાંસુધી મને યાદ છે કે છેલ્લે હું ૨૮ ફેબ્રુઆરીની સાંજે એ સમયે હસ્યો હતો જ્યારે હું નિવૃત્ત થઈને કાર્યાલયથી મારા પરિવાર સહીત ઘરે પરત ફર્યો હતો અને ત્યાં મારા મિત્રો પોતાના હાથમાં ગુલદસ્તા લઈને મારા સ્વાગતમાં

  • Read

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Short Stories | Madhudeep Books PDF Matrubharti Verified

More Interesting Options

Gujarati Short Stories
Gujarati Spiritual Stories
Gujarati Novel Episodes
Gujarati Motivational Stories
Gujarati Classic Stories
Gujarati Children Stories
Gujarati Humour stories
Gujarati Magazine
Gujarati Poems
Gujarati Travel stories
Gujarati Women Focused
Gujarati Drama
Gujarati Love Stories
Gujarati Detective stories
Gujarati Social Stories
Gujarati Adventure Stories
Gujarati Human Science
Gujarati Philosophy
Gujarati Health
Gujarati Biography
Gujarati Cooking Recipe
Gujarati Letter
Gujarati Horror Stories
Gujarati Film Reviews
Gujarati Mythological Stories
Gujarati Book Reviews
Gujarati Thriller
Gujarati Science-Fiction
Gujarati Business
Gujarati Sports
Gujarati Animals
Gujarati Astrology
Gujarati Science
Gujarati Anything
Madhudeep

Madhudeep Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2021,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.